________________
૩પ૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ જીવોને નિર્મળ પ્રજ્ઞા છે તે જીવો સંયમગ્રહણ કરનાર પ્રસ્તુત જીવ જે પ્રકારે પ્રશાંત મુદ્રાથી સર્વ ઉચિત પ્રવૃત્તિઓ કરે છે તેને જોઈને યોગ્ય જીવોને પરિણામ થાય છે કે ખરેખર આ જીવે મનુષ્યભવને પામીને જે કરવા જેવું છે તે પ્રાપ્ત કર્યું છે માટે કૃતાર્થ છે. આથી જ પુણ્યશાળી છે. તેથી ધન્ય છે; કેમ કે પારમાર્થિક પુણ્યનું ફળ સુખ છે અને આ જીવને મોહની અનાકુળતાને કારણે તે પ્રકારનું શ્રેષ્ઠ સુખ વર્તે છે. માટે ધવ્ય છે. વળી, આ મહાત્માનો જન્મ સુંદર પ્રાપ્ત થયો છે જેથી ભવપરંપરાના ઉચ્છેદના કારણભૂત શાંતરસતી વૃદ્ધિ થાય તેવા સંયમયોગમાં સતત યત્ન કરે છે અને આ મહાત્માની સંયમયોગની સમ્પ્રવૃત્તિના દર્શનથી નિર્ણય થાય છે કે આ મહાત્માના ચિત્તમાં ભગવાનના વચનના પરિણમતભૂત અવલોકતા પ્રાપ્ત થઈ છે.
વળી, સદ્ધર્મસૂરિનો પાદપ્રસાદ થયો છે=ભગવાનના વચનાનુસાર મોક્ષમાર્ગમાં સતત પ્રવર્તાવે એવા ઉત્તમગુરુનો યોગ પ્રાપ્ત થયો છે. તેથી તેવા ઉત્તમગુરુના સંબંધથી જ, સુંદર બુદ્ધિ આવિર્ભાવ થઈ છે=સર્વ યત્નથી જ સંસારના ઉચ્છેદ કરવાની સુંદર બુદ્ધિ ઉત્પન્ન થઈ છે. તેથી જ આ મહાત્માને સુંદર બુદ્ધિ ઉત્પન્ન થઈ છે તેથી જ, આના વડે=આ મહાત્મા વડે, બહિરંગ અને અંતરંગ સંગનો ત્યાગ કરાયો છે=બાહ્ય સ્વજનાદિનો ત્યાગ કરાયો છે અને અંતરંગ અનાદિના અભ્યસ્ત રાગાદિભાવોનો ત્યાગ કરાયો છે, જ્ઞાનાદિત્રય સ્વીકૃત કરાયા છે=જિતવચનાનુસાર સૂક્ષ્મબોધ, જિતવચનમાં દઢ રુચિ અને જિતવચનાનુસાર અંતરંગ ઉદ્યમ કરીને ક્ષયોપશમભાવ રૂપે કષાયો કરાયા છે જેનાથી ક્ષમાદિભાવો રૂપ ચારિત્રની વૃદ્ધિ આ મહાત્મા કરી રહ્યા છે. રાગાદિ લિલિતપ્રાય: છે=અનાદિના અભ્યસ્ત રાગાદિભાવો રત્નત્રયીના સેવનના બળથી નષ્ટપ્રાય છે. દિ=જે કારણથી, અપુણ્યશાળીઓને આ વ્યતિકર સંભવતો નથી=ભગવદ્ અવલોકનથી માંડીને રાગાદિ નષ્ટપ્રાયઃ થયા છે એ વ્યતિકર અપુણ્યશાળીને સંભવતો નથી. તેથી પુણ્યના પ્રકર્ષવાળો છે તેથી, આ જીવ સપુણ્યક છે. એ પ્રમાણે લોકો વડે=શિષ્ટ લોકો વડે, ત્યારે સયુક્તિક કહેવાય છે–તેના ઉત્તમચિત આદિને જોઈને સ્વઅનુભવ અનુસાર લોકો વડે કહેવાય છે.
ઉપનય :
रागादिभावरोगतानवविशेषः ततस्तदनन्तरं यदुक्तं, यथा- तस्य वनीपकस्यापथ्याभावे नास्ति परिस्फुटा देहे रोगपीडा, यदि स्यात्पूर्वदोषजा क्वचिदवसरे सापि सूक्ष्मा भवति, तथा झटिति निवर्त्तते, तच्च चारुभेषजत्रयमनवरतमासेवते, ततस्तस्य धृतिबलादीनि वर्द्धन्ते, केवलं बहुत्वाद्रोगसन्तते द्यापि नीरोगो भवति, विशेषस्तु महान संपन्नः, तथाहि“ઃ પ્રેતમૂત: પ્રIિણી, તું વીમત્સવના स तावदेष संपन्नो, मानुषाकारधारकः' ।।४२८।।