Book Title: Upmiti Bhav Prapancha Katha Part 01
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 376
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ / પ્રથમ પ્રસ્તાવ ૩૫૩ તે કૃત ચિત્તનો પરિતોષ થતો નથી પરંતુ સંસારરૂપી અટવીમાં રહેલો આ જીવ સંયમના પાલન દ્વારા ઉત્તમચિત્તની વિશિષ્ટ-વિશિષ્ટતર નિષ્પત્તિ કરીને શીઘ્ર સંસારનો અંત કરશે તેના સ્મરણને કારણે પોતાના પ્રયત્નને સફલ જોતા ગુરુના ચિત્તમાં પરિતોષ થાય છે. તેથી=શિષ્ય આદિની સ્પૃહા નથી અને માત્ર તેના હિતની જ ઇચ્છા છે તેથી, તેઓની=ગુરુની, આ જીવ પર ગુરુતર દયા પ્રવર્ધમાન થાય છે અર્થાત્ સતત તેને જિનવચનાનુસાર ઉચિતભાવો કરાવાને અનુકૂળ યત્ન કરાવે તેવી ગુરુતર દયા આ જીવ પર વૃદ્ધિને પામે છે. તેના પ્રસાદથી જ=ગુરુના પ્રસાદથી જ, આ જીવની સર્બુદ્ધિ વિમલીતર બને છે=દીક્ષાગ્રહણ કર્યા પૂર્વે જે ગુરુના ઉપદેશથી સર્બુદ્ધિ પ્રાપ્ત થયેલી તે વિશેષ નિર્મળતર બને છે; કેમ કે ગુરુના સતત અનુશાસનના બળથી સુવિશુદ્ધ અનુષ્ઠાનના સેવન દ્વારા તે જીવને સંયમની પરિણતિના ઉપશમભાવના સુખનો સ્પષ્ટ-સ્પષ્ટતર અનુભવ થાય છે. તેથી નિરાકુલ ચેતના જ સુખરૂપ છે અને ઇચ્છાની આકુળતા જ દુ:ખ રૂપ છે અને તપસંયમની સર્વ ક્રિયાઓ નિરાકુલતા પ્રત્યે પ્રબળ કારણ છે. તે પ્રકારનો પૂર્વમાં સદ્ગુદ્ધિથી થયેલો જે બોધ હતો તે અધિક સ્પષ્ટતર થાય છે. તેથી=ગુરુના પ્રસાદથી પ્રસ્તુત જીવને વિમલીતર સબુદ્ધિ પ્રાપ્ત થઈ તેથી, તેવા પ્રકારના સઅનુષ્ઠાનના વિલોકન દ્વારા=ગુરુના પ્રસાદથી વિમલીતર બુદ્ધિથી નિયંત્રિત દઢપ્રણિધાનપૂર્વક પ્રસ્તુત જીવ જે સઅનુષ્ઠાન સેવે છે તેના વિલોકન દ્વારા, લોકોથી વર્ણવાદની ઉત્પત્તિ થાય છે=આ મહાત્માએ દીક્ષાગ્રહણ કરીને કેવું સુંદર ચિત્ત નિર્માણ કર્યું છે કે જેથી પ્રશમરસથી વાસિત સર્વ તેની પ્રવૃત્તિઓ દેખાય એ પ્રકારના વર્ણવાદની ઉત્પત્તિ છે, પ્રવચનની ઉદ્ભાસના પ્રાપ્ત થાય છે=લોકોમાં થતા તેના વર્ણવાદને કારણે ભગવાનનું શાસન કેવું રમ્ય છે એ પ્રકારે ભગવાનના શાસનની ખ્યાતિ પ્રાપ્ત થાય છે. તેથી=આ પ્રકારની તેની વિમલબુદ્ધિ થાય છે લોકોમાં વર્ણવાદ થાય છે પ્રવચનમાં ઉદ્ભાસના થાય છે તેથી, આ=હમણાં કહ્યું એ, તેના સમાન જાણવું=આગળના શ્લોકમાં-૪૧૭માં કહ્યું તેના સમાન જાણવું, આગળના શ્લોક-૪૧૭માં શું બતાવ્યું ? તે બતાવવા અર્થે કહે છે— જે કથાનકમાં કહેવાયું તેના સમાન જાણવું. કથાનકમાં શું કહેવાયું ? તે ‘યદ્યુત’થી બતાવે છે– ધર્મબોધકર હર્ષિત થયા=પૂર્વમાં કહ્યું કે આ જીવ સંસારથી ઉદ્ધૃત કરાયો એ ભાવનાથી ગુરુને પરિતોષ થયો. એ ધર્મબોધકર હર્ષિત થયા, એના દ્વારા કહેવાયું, તદ્દયા પ્રમોદથી ઉદ્ધર થઈ=ગુરુની દયાહર્ષથી હર્ષિત થઈ, પૂર્વમાં કહ્યું કે આ જીવની પર ગુરુની દયા અતિશય થઈ એ કથન દ્વારા કહેવાયું. સર્બુદ્ધિ વદ્ભુિત આનંદવાળી થઈ ગુરુના પ્રસાદથી જીવતી વિમલીતર બુદ્ધિ થઈ એ કથન આના દ્વારા કહેવાયું. રાજમંદિર આનંદિત થયું=તે જીવના સઅનુષ્ઠાનના અવલોકનથી લોકોમાં વર્ણવાદ થયો અને પ્રવચનની ઉદ્ભાસના થઈ એ કથન રાજમંદિર આનંદિત થયું આના દ્વારા કહેવાયું. ત્યારપછી ભક્તિથી ભરાયેલા નિર્ભરપણાને કારણે રોમાંચિત થયેલા શરીરવાળા ભવ્ય લોકો ત્યારે અંગીકાર કરાયેલા પર્વતના આકારવાળા વિરતિના મહાભારવાળા એવા આ જીવની શ્લાઘા કરે છે. કઈ રીતે શ્લાઘા કરે છે ? તે ‘વદ્યુત’થી બતાવે છે ધન્ય છે, આ કૃતાર્થ છે, આ મહાત્માનો જન્મ સુલબ્ધ છે=સુંદર પ્રાપ્ત થયો છે. જે કારણથી આની સત્ પ્રવૃત્તિના દર્શનથી ભગવાનની અવલોકના થયેલી નિશ્ચિત કરાય છે અર્થાત્ જે -

Loading...

Page Navigation
1 ... 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396