________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
૩૫૧ શું નિર્ણય થાય છે ? તે ‘કુ'થી બતાવે છે – આ પ્રયોજતમાં સર્વ સંગત્યાગ કરીને હું આત્મહિત સાધવા ઈચ્છું છું એ પ્રયોજનમાં, સધર્મગુરુઓ મારા વડે પુછાવા જોઈએ. ત્યારપછી તેમના સમીપે જઈને તેઓને વિનયપૂર્વક પોતાનો ઈરાદો નિવેદન કરે છે. તેથી તેઓ તેને તે જીવને, ઉપબૃહણા કરે છે અર્થાત્ તે ઉચિત શક્તિનો સંચય કરીને અતિશય હિત સાધવા અર્થે જે અભિલાષ કર્યો છે તે સુંદર છે એ પ્રકારે ઉપબૃહણા કરે છે અને તે ઉપબૃહણા સ્પષ્ટ કરે છે. સારું, હે ભદ્ર ! સુંદર તારો અધ્યવસાય છે. કેવલ મહાપુરુષોથી સેવાયેલો આ માર્ગ છે=અત્યંત ધીરપુરુષોથી સેવાયેલો આ ચારિત્રનો પથ છે. કાયર જીવોને ત્રાસનો હેતુ છે જેઓને પોતાના મન, વચન, કાયાના યોગો પ્રત્યે પ્રભુત્વ નથી અને બાહ્યપદાર્થોને અવલંબીને ભાવો કરવામાં અભ્યસ્તભાવવાળા છે તેઓ મોહતી સામે સુભટની જેમ લડવામાં કાયર પુરુષો છે તેઓને ત્રાસનો હેતુ છે અર્થાત્ સંયમગ્રહણ ક્લેશનો હેતુ છે. તેથી ધીરપુરુષોનો આ માર્ગ છે તેથી, આમાં=સંયમમાં, પ્રવર્તવાની ઇચ્છાવાળા તારા વડે ગાઢ વૈર્યનું અવલંબન લેવું જોઈએ અર્થાત્ અપ્રમાદપૂર્વક જિતવચનાનુસાર યત્ન થાય એવું ઘેર્યનું અવલંબન લેવું જોઈએ. ખરેખર વિશિષ્ટ ચિત્તના અવખંભથી વિકલ પુરુષો મોહની સામે સુભટની જેમ મારે લડવું છે એ પ્રકારે કરાયેલો સંકલ્પ જીવન સુધી દઢ પ્રવર્તે તેવા વિશિષ્ટ ચિત્તના અવખંભ વગરના જીવો, આના પર્યન્તગામિત્રગ્રહણ કરાયેલા વ્રતના ઉત્તરોત્તર વૃદ્ધિરૂપ અંતિમ ભાગને પામતા નથી તે આ નિકાચતા જાણવી=કેવલ મહાપુરુષથી સેવાયેલો આ માર્ગ છે. ઈત્યાદિથી માંડીને અત્યાર સુધી કહ્યું એ તેના પરિણામને દઢ કરવા અર્થે ગુરુએ કરેલી નિકાચના જાણવી. તેથીeગુરુએ સંયમના ગ્રહણ કરવાના પરિણામને અત્યંત સ્થિર કરવા અર્થે જે નિકાચના કરી તેથી, આ જીવ ગુરુના તે વચનને તે પ્રમાણે ભાવથી સ્વીકારે છે અર્થાત્ હવે પછી ગાઢ ધૈર્યપૂર્વક હું મોહતાશ માટે અવશ્ય ઉધમ કરીશ એ પ્રકારનો સ્થિર સંકલ્પ થાય તે પ્રકારે અંતકરણની પરિણતિથી તે ગુરુનું વચન સ્વીકારે છે.
ત્યારપછી ગુરુ સમ્યફ પરીક્ષા કરીને અને પાસે રહેલા ગીતાર્થોની સાથે યોગ્યતાનું પર્યાલોચન કરીને=આ જીવની યોગ્યતા છે કે નહીં તેનું પર્યાલોચન કરીને, આને દીક્ષા આપે છે અને ત્યારપછી સમસ્ત સંગત્યાગનું કરાવવું એ કદઘના ત્યાજતતુલ્ય વર્તે છે. આજન્મની આલોચનાને આપવા પૂર્વક પ્રાયશ્ચિત્તથી તેના જીવિતવ્યનું વિશોધન વિમલજલ વડે ભાજલ ધોવાકલ્પ જાણવું, તેમાં જ તે જીવમાં જ, ચારિત્રનું આરોપણ વળી પરમાન્નતા પૂરણસદશ જાણવું.
ગીતાર્થો તેની યોગ્યતા જાણ્યા પછી પ્રવ્રજ્યા આપવા પૂર્વે સંસારના સર્વ સંગોનો ત્યાગ કરાવે છે તે કદન્નના ત્યાગતુલ્ય છે; કેમ કે તે સંગના કારણે જ જીવને ગૃહસ્થ અવસ્થામાં કંઈક સ્નેહના કે કંઈક ષાદિના ભાવો થતા હતા, તેથી જીવના આરોગ્યનો નાશક તે સંગ હતો અને દીક્ષાગ્રહણ કરતા પૂર્વે પોતાના જીવનમાં જે કંઈ પાપો સેવાયાં છે તે સર્વને તે જીવ ગુરુને નિવેદન કરે છે અને ગુરુ પણ તેના પાપને અનુરૂપ અને આલોચનાકાળમાં વર્તતા સંવેગના પરિણામને અનુરૂપ કયા પ્રકારના પ્રાયશ્ચિત્તથી તે પાપોના અધ્યવસાયોની શુદ્ધિ થશે તે પ્રકારે પ્રાયશ્ચિત્ત આપે છે. જેથી તે પાપના સંસ્કારો અને તે પાપના