________________
૩૩૧
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
દ્રમક વડે પોતાના અનુભવનું કથન તથા પ્રાર્થના ત્યારપછી જે પ્રમાણે ફરી તે દ્રમક વડે તે રસોઈયાને સ્વવૃત્તાંત નિવેદન કરીને આ કહેવાયું. શું કહેવાયું ? તે “યહુતિ થી બતાવે છે – હે નાથ ! તે પ્રમાણે યત્ન કરો જે પ્રમાણે મને સ્વપ્તાંતમાં પણ પીડા થાય નહીં. તેથી તેના વડે તે રસોઈયા વડે, કહેવાયું, આ તદ્દયા વ્યગ્ર હોવાને કારણે અનેક જીવોના હિતમાં વ્યગ્ર હોવાને કારણે, સમ્યક્ તારા અપથ્યનું નિવારણ કરતી નથી. તેથી અન્ય તિર્થગ્ર તારી પરિચારિકાને હું કરું, કેવલ તેના વચનકારી એવા તારા વડે થવું જોઈએ તેથી તેના વડે તે દ્રમક વડે તેનું તે રસોઈયાનું, વચન સ્વીકારાયું. તેને તે દ્રમુકને, નિઃસાધારણ એવી સુબુદ્ધિ નામની પરિચારિકા રસોઈયા વડે અપાઈ. ત્યારપછી તેના ગુણથી સુબુદ્ધિ નામની પરિચારિકાના ગુણથી, તેનું તે દ્રમકતું, અપથ્યનું લાંપત્ય નિવૃત્ત થયું, તેથી રોગો અલ્પ થયા. તેના વિકારો નિવૃત્તપ્રાયઃ થયા=રોગના વિકારો ઘણા અલ્પ થયા. શરીરમાં થોડીક સુખાસિકા પ્રાપ્ત થઈ અને આનંદની વૃદ્ધિ થઈ, તે પ્રમાણે જ આ વ્યતિકર આ પ્રસંગ, જીવમાં પણ સમાન વર્તે છે. તે આ પ્રમાણે – જે પ્રમાણે દોડતો આંધળો ભીંત, થાંભલા આદિમાં પ્રાપ્ત થયેલા આસ્ફોટવાળો, વેદનાથી વિહ્વળ થયેલો તે આસ્ફોટની વેદનાને, બીજાને કહે છે. તે પ્રમાણે આ પણ જીવ જ્યારે ગુરુથી તિવારિત આચરણાથી ગુરુ દ્વારા નિવારણ કરાયેલા આચરણને સેવવાથી, દષ્ટ અપાયપણું હોવાથીકતે પ્રવૃત્તિ કરવાને કારણે પ્રત્યક્ષ થતા અતર્થો દેખાતા હોવાને કારણે, સંજાત પ્રત્યયવાળો થાય છેeગુરુના વચનમાં વિશ્ર્વાસવાળો થાય છે. ત્યારે તે અનેક પ્રકારના અતર્થોને ગુરુને નિવેદન કરે છે. જે “દુર'થી બતાવે છે - હે ભગવંત ! હું જ્યારે તમારા નિવારણથી ચોરીનું ગ્રહણ કરતો નથી, વિરુદ્ધ રાજ્યાતિક્રમ કરતો નથી, વેશ્યાદિગમત આચરતો નથી, તે પ્રકારનું અન્ય પણ લોકવિરુદ્ધ અનુષ્ઠાન કરતો નથી. અને મહાઆરંભપરિગ્રહમાં રંજિત થતો નથી, ત્યારે મને લોક સાધુપણાથી ગ્રહણ કરે છે=આ પુરુષ સુંદર પ્રકૃતિવાળો છે તેમ માને છે. મારામાં વિશ્વાસ મૂકે છે. અને શ્લાઘાને કરે છે મારી શ્લાઘા કરે છે અને તે રીતે આરંભ-સમારંભના નિવારણનો પરિણામ હોવાથી હું સંતોષથી જીવું છું તે રીતે, શરીરઆયાસજનિત દુઃખને હું જાણતો નથી. હૃદયનું સ્વાસ્થ પ્રાપ્ત થાય છે. અને આ રીતે કરતાં અનુચિત પ્રવૃત્તિઓના ત્યાગપૂર્વક સંતોષથી જીવનવ્યવસ્થામાં યત્ન કરતાં, સુગતિનો પ્રાપક ધર્મ થાય છે. એ પ્રકારની ભાવનાથી ચિત્તમાં આનંદ થાય છે અર્થાત્ ગુરુના વચનથી ભાવિત થઈને હું સંતોષપૂર્વક જ્ઞાન-અધ્યયન આદિની પ્રવૃત્તિ કરું છું અને આરંભ-સમારંભનું નિવારણ કરું છું તેથી સ્વસ્થતાવાળું ચિત્ત સુગતિના પ્રાપક ધર્મરૂપ છે, તે પ્રકારની ભાવનાથી ચિત્તમાં આનંદ વર્તે છે.
વળી, જ્યારે તમારી નિવારણા થતી નથી અથવા થતી પણ તમારી નિવારણાની અપેક્ષા રાખ્યા વગર નિર્ભયપણાથી મને ગુરુ જાણતા નથી એ અભિપ્રાય વડે ધનમૂચ્છથી ચોરીનો માલઆદિ ગ્રહણ કરું છું, વિષયની લોલુપતાથી વેશ્યાદિકનું સેવન કરું છું, તેવા પ્રકારના અન્ય પણ=આરંભસમારંભની વૃદ્ધિની વૃદ્ધિ થાય તેવા પ્રકારનો અન્ય પણ, તમારાથી વિવારિત હું આચરું છું. ત્યારે લોકોથી અશ્લાઘાને, રાજકુલથી સર્વસ્વ હરણને, શરીરના ખેદ અને મનના તાપરૂપ બીજા પણ