________________
૩૪૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ હોવાથી તે સપુષ્પક થયો. તે પ્રકારની ગૃહસ્થ અવસ્થામાં વર્તમાન દોલાયમાન બુદ્ધિવાળા આ પણ જીવતો તે આ વૃતાંતાંતર કથાનકમાં વકીપકના વિષયમાં કહ્યું કે આ વૃતાંતાંતર, ક્યારેક સંભવે છે એ પ્રમાણે જાણવું. તે આ પ્રમાણે – જયારે આ જીવ જાણેલા પ્રશમસુખના આસ્વાદવાળો, ભવપ્રપંચથી વિરક્તચિત્તવાળો થાય છે તો પણ કોઈક આલંબનથી ઘરમાં વસે છે. ત્યારે વિશિષ્ટતર તપનિયમનો અભ્યાસ કરે છે સ્વભૂમિકાનુસાર બાહ્ય તપ અને નવું નવું શાસ્ત્રશ્રવણ ભાવત થાય અને રાગાદિ ક્લેશો શાંત-શાંતતર થાય તે પ્રકારે ભાવનાઓથી આત્માને વાસિત કરે તેવા બાહ્ય અને અત્યંતર વિશિષ્ટતર તપનિયમનો અભ્યાસ કરે છે, તે જ પરમાત્રનું આસ્વાદન કહેવાય છે. વળી, જે તે અવસ્થામાં અનાદરથી અર્થ ઉપાર્જન અથવા કામસેવન કરે છે તે લીલાથી કદાના સેવન જેવું જાણવું=રાગાદિ વૃદ્ધિ ન કરે અને સંયોગ અનુસાર અશક્યપરિહાર હોય તેવા અર્થઉપાર્જન કે કામસેવનની પ્રવૃત્તિ કરે છે. તેથી જ્યારે ભાર્યા વિપરીત આચરણા કરે છે અથવા પુત્ર દુર્વિનીતતાને પામે છે અથવા પુત્રી વિનયનું અતિલંઘન કરે છે અથવા ભગિની વિપરીત આચરણાવાળી ચેષ્ટા કરે છે અથવા ભાઈ ધર્મ દ્વારા કરાતા ધનવ્યયને બહુ માનતો નથી અર્થાત્ તું આ કરે છે તે ઉચિત નથી એમ કહે છે અથવા માતાપિતા ગૃહકર્તવ્યમાં આ શિથિલ છે એ પ્રમાણે લોકો આગળ આક્રોશ કરે છે અથવા બંધુવર્ગ વ્યભિચારને પામે છે બંધુવર્ગ શત્રુપણાને પામે છે અથવા પરિવાર આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે અથવા અતિ લાલિત પણ પોતાનો દેહ ખલપુરુષની જેમ રોગાદિ વિકારને બતાવે છે અથવા ધનનો સમૂહ પણ અકાંડ જ વીજળીના વિલસિતને અનુસરણ કરે છે–વીજળીના ચમકારાની જેમ નાશ પામે છે. ત્યારે પરમાત્રથી તૃપ્ત થયેલા આ જીવ=પૂર્વમાં કહેવા પ્રસંગોમાંથી કોઈક પ્રસંગ બને ત્યારે આ જીવને, કુભોજનની જેમ સમસ્ત પણ સંસારનો વિસ્તાર અત્યંત યથાવસ્થિત સ્વરૂપથી મનમાં પ્રતિભાસ પામે છે અર્થાત્ પૂર્વોક્ત પ્રસંગમાંથી કોઈ પ્રસંગ બને ત્યારે સંસારનું સ્વરૂપ જ આવું છે એમ પૂર્વમાં જાણતો હોવા છતાં અને પરમાત્રથી કંઈક તૃપ્ત હોવા છતાં થોડી પણ જે સંસારના પ્રત્યેની આસ્થા હતી જેથી સંયમગ્રહણ કરવું દુષ્કર જણાતું હતું તે તેવા પ્રકારના સંસારના વિષમ નિમિત્તોને જોઈને સ્પષ્ટ દેખાય છે કે સંસારનું આ પ્રકારનું જ વિષમ સ્વરૂપ છે. માટે તુચ્છભોગોની આસ્થાને છોડીને સદા પરમાત્રથી તૃપ્ત રહી શકે એ પ્રકારે વીર્ય ઉલ્લસિત થાય એવું સંસારનું યથાવસ્થિત સ્વરૂપ તેના ચિત્તમાં પ્રતિભાસ થાય છે.
તેથી ત્યારે આ જીવ વિવિક્ત ચિત્ત વડે પ્રાદુર્ભત સંવેગવાળો છતાં=સંસારના ભાવોથી નિર્લેપ ચિત્તથી પ્રાદુર્ભત થયેલા સંવેગવાળો છતાં, આ પ્રમાણે વિચારે છે. શું વિચારે છે ? તે બતાવે છે – ખરેખર જેના માટે હું વિજ્ઞાત પરમાર્થવાળો પણ સ્વકાર્યની અવગણના કરીને સંયમગ્રહણ કરીને, સર્વ ઉદ્યમથી મોહતાશરૂપ સ્વિકાર્યની અવગણના કરીને, ઘરમાં વસું છું તે સ્વજન, ધન આદિનો આવા પ્રકારનો પરિણામ છે-ગમે ત્યારે વિપરીત પ્રવૃત્તિ થાય એવા પ્રકારનો પરિણામ છે, છતાં પણ અપર્યાલોચિત કરનાર એવા મને આના ઉપર પ્રવર્તતો સ્નેહ નિવર્તન પામતો નથી. ખરેખર આ અવિદ્યા વિલસિત જ છે મૂઢતા આપાદક અજ્ઞાન વિલસિત જ આ છે આવા ચંચલ ભાવવાળા