________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧
પ્રથમ પ્રસ્તાવ
સદ્ગુરુ તે જીવને સર્બુદ્ધિ આપતાં કહે છે કે પદાર્થના વાસ્તવિક સ્વરૂપના અવલોકનની નિર્મળબુદ્ધિ એ સદ્ગુદ્ધિ છે. અને પદાર્થના વાસ્તવિક અવલોકનમાં મૂઢતાવાળી બુદ્ધિ એ દુર્બુદ્ધિ છે. અને જે જીવો વિષયોમાં મૂઢ છે તેઓને વિષયોની પ્રાપ્તિ થાય છે એ સુખરૂપ જણાય છે. પરંતુ વિષયોની ઇચ્છા આત્મામાં કંટકતુલ્ય છે તે દેખાતું નથી. અને વિષયોના સેવનથી આત્માને મોહનું વિષ વધે છે તે દેખાતું નથી. તે મૂઢતા છે. વળી, વૈરાગ્ય એટલે વિષયોમાં વિરક્તભાવ છે અને વિષયોમાં વિરક્ત હોય તો વિષયોની ઇચ્છાજન્ય ક્લેશ પ્રાપ્ત થાય નહીં તેવી બુદ્ધિ થાય છે. છતાં સૂક્ષ્મબુદ્ધિ પ્રગટ થયેલી નહીં હોવાથી વૈરાગ્ય દુઃખરૂપ છે તેવું મિથ્યા આરોપણ થાય છે. વળી, તપ તે આત્માને મોહથી અનાકૂળ થવાને અનુકુળ એવા ભાવોથી આત્માને ભાવિત કરવાની ઉચિત ક્રિયારૂપ છે. તેથી જેમ જેમ જીવ તપ સેવે છે તેમ મોહની આકુળતા અલ્પ થવાથી સુખ થાય છે છતાં મૂઢ જીવોને તપ કષ્ટ આત્મક દેખાય છે અને ભોગ પ્રવૃત્તિ સુખાત્મક દેખાય છે. વળી સંયમ મોહના પરિણામથી આત્માને રક્ષિત કરવાને અનુકૂળ ત્રણગુપ્તિનો પરિણામ છે. તેથી શત્રુથી રક્ષિત થયેલો આત્મા સુખી થાય છે. માટે સંયમ સુખાત્મક છે છતાં મૂઢતાને કારણે ઇન્દ્રિયોના વિષયોમાં સુખનું સંવેદન જેઓને વર્તે છે તેઓને ઇન્દ્રિયોનો સંયમ દુ:ખાત્મક ભાસે છે, પરંતુ જેનામાં મૂઢતા દૂર થાય છે તેનામાં સદ્ગુદ્ધિ પ્રગટે છે. તેથી સબુદ્ધિના બળથી પોતાના આત્મામાં વર્તતા ક્લેશભાવોને ક્લેશરૂપે જોઈ શકે છે અને અક્લેશરૂપે વર્તતા ભાવોને અક્લેશરૂપે જોઈ શકે છે. તેથી સદ્ગુદ્ધિના બળથી અક્લેશને પ્રગટ કરવા અર્થે સ્વશક્તિ અનુસાર વૈરાગ્ય, તપ સંયમમાં જ સદા યત્ન કરે છે. અને ક્લેશના વર્જન અર્થે ક્લેશના કારણીભૂત વિષયોથી આત્માને સદા દૂર રાખવા યત્ન કરે છે. ફક્ત સદ્ગુદ્ધિને ગુરુ પાસેથી પ્રાપ્ત કર્યા પછી જેઓ વારંવાર સબુદ્ધિના પારમાર્થિક સ્વરૂપનું અવલોકન કરીને મૂઢતા રહિત વસ્તુના અવલોકનથી પોતાની પ્રજ્ઞાને પ્રગટ કરી છે તેઓ ગુરુ પાસેથી પ્રાપ્ત થયેલી સદ્ગુદ્ધિને આત્મામાં અત્યંત સ્થિર કરીને સુખપૂર્વક મોહના ઉપદ્રવોથી આત્માનું રક્ષણ કરીને સદા હિતાનુકૂલ પ્રવૃત્તિ કરીને ઉત્તર-ઉત્તરના ગુણસ્થાનકને પ્રાપ્ત કરે છે.
339
અને અત્ય=ગુરુ કહે છે વળી અન્ય, તને આ પરમાર્થ કહેવાય છે— ‘જે જે પ્રમાણે આ પુરુષ નિઃસ્પૃહી થાય છે=સબુદ્ધિના ભાવનને કારણે સૂક્ષ્મબોધ થવાથી શ્રાવક અવસ્થામાં હોય તોપણ જે જે પ્રમાણે નિઃસ્પૃહી થાય છે, તે તે પ્રકારે આની પાત્રતાને કારણે બધી સંપત્તિઓ પ્રાપ્ત થાય છે અને જે જે પ્રમાણે સંપત્તિનો અભિલાષી થાય છે=વિષયો પ્રત્યેની મૂર્છાને કારણે સજ્બુદ્ધિ નહીં હોવાથી સંપત્તિનો અભિલાષી થાય છે તે તે પ્રમાણે તેની અયોગ્યતાને જાણે નિર્ણય કરીને તેઓ=સંપત્તિઓ, તેનાથી=તે જીવથી, ગાઢતર દૂર થાય છે,' તે કારણથી=નિઃસ્પૃહીને બધી સંપત્તિઓ પ્રાપ્ત થાય છે અને સ્પૃહાવાળાથી તે સંપત્તિઓ દૂર થાય છે તે કારણથી, આ નિર્ણય કરીને=કાર્ય કારણભાવની વ્યવસ્થા અનુસાર નિઃસ્પૃહીઓને સંપત્તિઓ મળે છે સસ્પૃહીઓને વિપત્તિઓ મળે છે એ નિશ્ચય કરીને, તારે સર્વત્ર સાંસારિક પદાર્થોના સમૂહમાં આસ્થા કરવી જોઈએ નહીં=આ સાંસારિક ધનાદિ તને કાલાંતરમાં સહાય કરશે એ પ્રકારે આસ્થા કરવી જોઈએ નહીં પરંતુ નિઃસ્પૃહી ચિત્ત જ સદા સર્વ અવસ્થામાં તને સહાય કરશે. તે પ્રમાણે સ્થિર વિશ્વાસ ધારણ કરવો જોઈએ. તેથી=સાંસારિક