________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ અનુરક્તપણાથી ગૃહસ્થ અવસ્થામાં વર્તતો પણ આ જીવ વિજ્ઞાતસંતોષસુખસ્વરૂપવાળો થાય છે. ત્યારે આવે=આ જીવને, અવિચ્છિન્ન પ્રશમસુખની વાંછાને કારણે સર્વસંગત્યાગની બુદ્ધિ પ્રાદુર્ભાવ થાય જ છે. અને આત્મીય સદ્ગુદ્ધિ સાથે પર્યાલોચન કરે છે. શું પર્યાલોચન કરે છે ? તે ‘થવુત’થી બતાવે છે શું હું આના=સર્વ સંગના ત્યાગ દ્વારા અવિચ્છિન્ન પ્રશમસુખતા, વિધાનમાં સમર્થ છું નહીં ? ત્યારપછી સર્બુદ્ધિના પ્રસાદથી જ આ જીવ આવે જાણે જ છે=આગળમાં બતાવે છે એને જાણે જ છે. જે પ્રમાણે અનાદિ ભવઅભ્યાસના વશથી વિષયાદિમાં આ જીવ સ્વરસપ્રવૃત્તિવાળો છે. તેથી જો નિઃશેષદોષનિવૃત્તરૂપ ભાગવતી પણ દીક્ષાને સ્વીકારીને-ત્રણ ગુપ્તિઓના બળથી આત્મામાં વર્તતા સર્વદોષો ચિત્તવૃત્તિમાં ઉપયોગ પ્રવર્તે તેવા પ્રકારની નિઃશેષ દોષની નિવૃત્તિરૂપ ભગવાને બતાવેલી દીક્ષાને સ્વીકારીને, ફરી આ જીવ અનાદિ રૂઢ કર્મજનિત તે પ્રકૃતિને અનુવર્તન કરતો વિષયાદિની સ્પૃહાથી પણ=વિષયાદિના સેવનથી નહીં પરંતુ વિષયાદિની સ્પૃહાથી પણ, આત્માને વિડંબિત કરશે તો આને=પોતાના આત્માને, પ્રથમથી જ તેનું અનંગીકરણ=ભાગવતી દીક્ષાનો અસ્વીકાર શ્રેયસ્કર છે. જે કારણથી તીવ્ર અભિષ્યંગ રહિત=આ વિષયાદિની ઇચ્છા શલ્ય જેવી છે ઇત્યાદિ ભાવનાઓથી તેને શાંત કરવાના યત્નપૂર્વક અશક્યપરિહાર જણાય ત્યારે ભોગાદિમાં યત્ન કરતો શ્રાવક તીવ્ર અભિષ્યંગ રહિત, વિષયાદિમાં વર્તતો=વિષયાદિનું સેવન કરતો, ગૃહસ્થ પણ જ્ઞાનાદિ આચરણાપ્રધાન દ્રવ્યસ્તવને કરતો=સ્વભૂમિકાનુસાર નવા નવા શ્રુતઅધ્યયનની આચરણા, જિનવચનમાં અમૂઢ દૃષ્ટિને સ્થિર કરવાની આચરણા, શક્તિ અનુસાર દેશવિરતિપાલનની આચરણા પ્રધાન છે જેમાં એવું દ્રવ્યસ્તવ કરતો, કર્મના અજીર્ણના જરણથી=કર્મજન્ય જે અજીર્ણ આત્મામાં વર્તે છે તે અલ્પ થવાથી, રાગાદિ ભાવોની તનુતાને આશ્રયીને યાપ્યતાને પામે છે–ઉપશાંતતાને પામે છે અને આ પણ=કષાયોની અલ્પતા પણ, અનાદિ ભવભ્રમણમાં આ જીવ વડે ક્યારે પણ પૂર્વે પ્રાપ્ત નથી. આથી આ=રાગાદિ ભાવરોગોની અલ્પતા, અત્યંત દુર્લભ છે. વળી, જો પ્રવ્રજ્યા સ્વીકારીને ફરી વિષયાદિના અભિલાષને કરે છે=આ જીવ વિષયાદિનું સ્મરણ થવાથી કે પૂર્વના અતિસેવનને કારણે તેનો અભિલાષ કરે છે, તેથી પ્રતિજ્ઞાના અકરણ દ્વારા=દીક્ષાગ્રહણ કરતી વખતે પ્રતિજ્ઞા કરેલી કે હવે હું સર્વ સાવધતા પરિહારપૂર્વક સમભાવમાં ઉદ્યમ કરીશ તે પ્રતિજ્ઞાના અકરણથી, બૃહત્તર ચિત્તના સંક્લેશની પ્રાપ્તિ થવાને કારણે=પ્રતિજ્ઞા પ્રત્યે ઉપેક્ષા કરીને પ્રતિજ્ઞાના વિરુદ્ધ આચરણા રૂપ વિષયોના સ્મરણ સ્વરૂપ બૃહતર ચિત્તના સંક્લેશની પ્રાપ્તિ થવાને કારણે, ગુરુતર રાગાદિનો ઉદ્રેક થવાથી=ગૃહસ્થઅવસ્થામાં સંયમનો અભિલાષ કરતો હતો ત્યારે જે રાગાદિ હતા તેનાથી અતિશય અધિક એવા રાગાદિનો ઉદ્રેક થવાથી, તે પણ યાપ્યતાને=ગૃહસ્થઅવસ્થામાં જે પ્રકારની કષાયોની શાંતતાને પ્રાપ્ત કરતો હતો તે પણ યાપ્યતાને, પામતો નથી. તેથી જયાં સુધી આ પ્રમાણે=પૂર્વમાં વર્ણન કર્યું એ પ્રમાણે, આ જીવ નિરૂપણ કરે છે=સબુદ્ધિ દ્વારા વિચારણા કરે છે, ત્યાં સુધીમાં અનુવર્તમાન એવા ચારિત્રમોહનીયકર્માંશ વડે વિધુર થયેલી છતી પૂર્વપ્રવૃત્ત પણ આવી સર્વ સંગત્યાગની બુદ્ધિ ફરી દોલાયમાન થાય છે=જ્યારે સત્બુદ્ધિ દ્વારા આ જીવ વિચાર કરે છે ત્યારે
તે
૩૪૨
=