________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
૩૪૫
કરી શકે છે તેમ જે મહાત્મામાં અત્યંત મૂઢતાનો પરિહાર થયો છે, જેથી બાહ્યપદાર્થો પ્રત્યે સંશ્લેષ નથી તેવા અંતરંગ દિવ્યશક્તિવાળા માટે સ્વયંભૂરમણ સમુદ્ર તરવા તુલ્ય દુષ્કર કાર્ય પણ થઈ શકે છે. આથી જ અનાદિકાળથી મહાસમુદ્રતુલ્ય ચાર ગતિઓના પરિભ્રમણ રૂપ સંસારસમુદ્રને જીવ તરી શક્યો નહીં. છતાં જેઓ સંસારના વાસ્તવિક સ્વરૂપના અવલોકનથી ઉલ્લસિત થયેલા વીર્યવાળા છે તેવા દિવ્યશક્તિવાળા જીવો જ સંયમની ધુરાને વહન કરવા સમર્થ બને છે. આ પ્રકારે પ્રસ્તુત કથનથી જીવ ભાવન કરે છે અને તેના પૂર્વના કથનથી તે વિચારે છે કે હજી મારે કૌટુંબિકના કેટલાંક કાર્યો કરવાના બાકી છે અને મારું ચિત્ત કંઈક અભિવૃંગવાળું છે તેથી અચાનક દીક્ષા ગ્રહણ કરીશ તો આ સર્વ કાર્યોમાંથી જે કાર્યો કરવાનાં બાકી છે તે કાર્યનું સ્મરણ સંયમ ગ્રહણ કર્યા પછી ચિત્તવૃત્તિમાં ઉસ્થિત થશે તો બે બાહથી સંસાર સમુદ્રને તરવામાં તે સ્મરણ મને વિજ્ઞભૂત થશે. આ પ્રકારના તાત્પર્યથી સબુદ્ધિવાળો પ્રસ્તુત જીવ સર્વ વિચાર કરે છે.
અને કેમ પ્રવ્રયા અતિ દુષ્કર છે? તે બતાવતાં કહે છે. જે કારણથી અહીં પ્રવ્રજ્યામાં પરિષહો સહન કરવા જોઈએ=પરિષદકાળમાં ચિત્તવૃત્તિને સમભાવને અનુકૂળ પ્રવર્તાવવી જોઈએ. દિવ્યાદિ ઉપસર્ગો નિરાકરણ કરવા જોઈએ ઉપસર્ગકાળમાં પણ વિપ્રકંપ ચિત્ત થાય તે પ્રકારે યત્ન કરવો જોઈએ. સમસ્ત પાપયોગની નિવૃત્તિ કરવી જોઈએ મન, વચન અને કાયાના યોગોને જિનવચનથી નિયંત્રિત પ્રવર્તાવીને આશ્રવતા રોધમાં પ્રયત્ન કરવો જોઈએ. યાવત્ જીવન સુધી પર્વતના ભાર જેવો શીલનો ભાર સહન કરવો જોઈએ=અઢાર હજાર શીલાંગની ધુરાને સ્મરણ કરીને તે પ્રમાણે જ ત્રણેય યોગોને પ્રવર્તાવવા જોઈએ. સકલકાલ માધુકરી વર્તનથી આત્માને પ્રવર્તાવવો જોઈએ=ભ્રમરની ઉપમાથી ભિક્ષા ગ્રહણ કરવી જોઈએ. વિકૃષ્ટ તપ વડે દેહને તપાવવો જોઈએ અર્થાત્ દેહની પુષ્ટિકૃત વિકારો ન થાય તદ્ અર્થે અને સ્વાધ્યાયાદિમાં વ્યાઘાત ન થાય તે મર્યાદાનુસાર શક્તિના પ્રકર્ષથી તપમાં ઉદ્યમ કરવો જોઈએ. સ્વાત્મભાવરૂપે સંયમને પ્રાપ્ત કરવો જોઈએ પાંચે ઈન્દ્રિયો અને મતનો સંવર જીવતી પ્રકૃતિરૂપે પ્રાપ્ત કરવો જોઈએ, રાગાદિઓને મૂલ સહિત ઉભૂલ કરવા જોઈએ=રાગાદિના મૂળભૂત વિપર્યાસ સહિત રાગાદિનો નાશ કરવો જોઈએ. હદયસંબંધી અંધકારનો પ્રસર વિરોધ કરવો જોઈએ=આત્મામાં જિનવચનાનુસાર સૂક્ષ્મબોધનો જે અભાવ છે તે હદયમાં અંધકારનો પ્રસાર છે અને સંયમ ગ્રહણ કર્યા પછી સતત નવું નવું શ્રુત ભણીને તે અંધકારના પ્રસરનો વિરોધ કરવો જોઈએ. વધારે શું કહેવું? અપ્રમત્તચિત્ત વડે મોહરૂપી મહાવેતાલનો નાશ કરવો જોઈએ. આ સર્વ દુષ્કર કાર્ય છે. માટે સંયમગ્રહણ સ્વયંભૂરમણ સમુદ્ર તરવા આદિ સ્વરૂપ છે. એ પ્રમાણે સદ્ગદ્ધિના બળથી પ્રસ્તુત જીવ પર્યાલોચન કરે છે.
વળી વિચારે છે કે મૃદુશયન અને મૃદુઆહારથી લાલિતપાલિત મારું આ શરીર છે. અને હજી પણ મારું ચિત્ત અપરિકર્મિત છે અર્થાત્ સંસારના ઉચ્છેદ માટે દુષ્કર પણ સર્વ કાર્યો કરવા જોઈએ જેથી શીધ્ર સંસારનો ઉચ્છેદ થાય પરંતુ તે સર્વ કરવા માટે મારું ચિત્ત હજી પણ પરિકર્મિત નથી.
તે કારણથી આટલા મહાભાર=પૂર્વમાં વર્ણન કર્યું કે સર્વવિરતિ મહાપર્વતને વહન કરવા તુલ્ય છે એટલા મહાભારને પ્રાયઃ વહન કરવામાં સામર્થ્ય નથી અર્થાત્ મારામાં તેનું ધૃતિબળ નથી અને વળી,