________________
૩૩૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
સબુદ્ધિનો પ્રભાવ ત્યારપછી=પ્રસ્તુત જીવના વિષયમાં ગુરુ નિશ્ચિત બને છે ત્યારપછી, પ્રાદુર્ભત થયેલા સદ્ગદ્ધિવાળો આ જીવ જોકે શ્રાવક અવસ્થામાં વર્તતો વિષયભોગ કરે છે. ધનાદિને ગ્રહણ કરે છે. તોપણ ત્યાં ધનાદિમાં, અતૃપ્તિના કારણભૂત જે અભિળંગ છે તે થતો નથી રાગ થતો નથી. તેથી=ભોગ પ્રવૃત્તિ આદિ કરે છે તેમાં રાગ થતો નથી તેથી, જ્ઞાન, દર્શન, દેશચારિત્રમાં પ્રતિબદ્ધ અંતકરણવાળા એવા તેને=પોતે જે રત્નત્રયીની પરિણતિ પ્રાપ્ત કરી છે તેને જ અતિશય કરવા અર્થે પ્રતિબદ્ધચિત્તવાળા એવા તેને, જે ધનભોગાદિ જેટલાં પ્રાપ્ત થાય છે તેટલા જ સંતોષને ઉત્પાદન કરે છે અર્થાત્ જે ધનભોગાદિમાં તે પ્રવૃત્તિ કરે છે તેનાથી રાગની વૃદ્ધિ થતી નથી પરંતુ તે ભોગાદિ પ્રત્યે જે મંદ મંદ ઈચ્છા પડી છે તે તેની પ્રાપ્તિથી શાંત થાય છે પરંતુ અધિક અધિક પ્રાપ્તિના અભિલાષથી તે વ્યાકુળ થતો નથી.
તેથી=પ્રાપ્ત થયેલા ભોગાદિમાં સંતોષ થાય છે તેથી, આ=પ્રસ્તુત જીવ, સબુદ્ધિના પ્રભાવથી જ ત્યારે શ્રાવક અવસ્થામાં, જે પ્રકારે જ્ઞાનાદિમાં યત્ન કરે છે તે પ્રકારે ધનાદિમાં યત્ન કરતા નથી. અર્થાત્ પ્રતિદિન નવું નવું શ્રતગ્રહણ કરવા યત્ન કરે છે. ભગવાનના વચનમાં રુચિ દઢ થાય તે રીતે સંસારનું સ્વરૂપ ભાવન કરીને દર્શનશુદ્ધિ કરવા યત્ન કરે છે. અને વિષયો પ્રત્યેનો સંશ્લેષ ક્ષીણક્ષીણતર થાય તેવો યત્ન કરે છે. જ્યારે ધનાદિમાં મૂચ્છદિ થાય તેવો કોઈ યત્ન કરતો નથી.
તેથી અપૂર્વ એવા રાગાદિ વૃદ્ધિ પામતા નથી=પૂર્વમાં જે સબુદ્ધિના અભાવને કારણે નિમિત્તોને પામીને પૂર્વમાં જે રાગાદિ હોય તેના કરતાં વિશેષ પ્રકારના રાગાદિ વધતા હતા તે હવે વૃદ્ધિ પામતા નથી. પૂર્વના રાગાદિ અલ્પ-અલ્પતર થાય છે અને પૂર્વ ઉપચિતકર્મની પરિણતિના વાશથીસબુદ્ધિની પ્રાપ્તિના પૂર્વમાં જે રાગાદિભાવો કર્યા તેનાથી બંધાયેલાં કર્મ અને આત્મામાં રાગાદિના સંસ્કારો તેના વશથી, જોકે કોઈક અવસરમાં શરીરની અને મનની બાધા થાય છે=ભોગાદિની પ્રવૃત્તિ કરવાને કારણે શરીરની બાધા થાય છે અને મનમાં તેના અભિલાષરૂપ રાગ થવાને કારણે મતની બાધા થાય છે, તોપણ તે શરીરની અને મનની બાધા, વિરતુબંધપણું હોવાને કારણે ચિરકાળ રહેતી નથી=ભોગોની પ્રવૃત્તિ કરવાની અને ભોગવિષયક ઇચ્છા રૂપ જે બાધા હતી તે સદ્બુદ્ધિને કારણે હણાયેલી હોવાથી, જેવી જ તે બાધા થાય કે તરત તે જીવમાં રહેલી સદ્દબુદ્ધિ તેને પદાર્થના વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન કરાવે છે જેથી તે બાધા ઉત્તરોત્તર પ્રવાહ રૂપે રહેતી નથી પરંતુ અલ્પકાળમાં શાંત થાય છે. તેથી આ જીવ ત્યારે સંતોષ અસંતોષના ગુણદોષવિશેષને જાણે છે સંતોષજન્ય સુખનો અનુભવ અને અસંતોષજન્ય દોષનો અનુભવ છે તેના ભેદને જાણે છે અને ઉત્તરગુણના આસ્કંદનથી ચિત્તમાં પ્રમોદ થાય છે.
સબુદ્ધિની પ્રાપ્તિને કારણે પોતાને સહજ યત્નથી જેટલા ભોગો પ્રાપ્ત થાય છે તેટલાથી જ સંતોષ થાય છે, અધિક મેળવવાની ઇચ્છા થતી નથી પરંતુ અધિક અધિક રત્નત્રયીની વૃદ્ધિની ઇચ્છા થાય છે. તેથી