________________
૩૩૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
સ્થૂલથી બાહ્ય તપ ત્યાગની આચરણા કરતા હોય, અન્ય ધર્મોનાં કૃત્યો કરતા હોય અને તે કૃત્યોમાં લેશ પણ સબુદ્ધિનો અંશ ન હોય તો તેઓની સર્વ આચરણાથી તેઓ ભગવાન સર્વજ્ઞની લેશ પણ આરાધના કરતા નથી. તેના સંપાદન અર્થવાળો=પ્રસ્તુત જીવમાં સદ્દબુદ્ધિના સંપાદન અર્થવાળો, મારા જેવાનો આ વચન પ્રપંચ છે વચનનો વિસ્તાર છે. દિ=જે કારણથી, સદ્ગદ્ધિવિકલ પુરુષોને વ્યવહારથી થયેલાં પણ જ્ઞાન, દર્શન, ચારિત્ર નહીં થયેલાઓથી જેઓને જ્ઞાન, દર્શન, ચારિત્ર થયાં નથી તેઓથી, વિશેષ નથી; કેમ કે સ્વકાર્યનું અકરણ છે=જ્ઞાન, દર્શન, ચારિત્રના કાર્યનું અકરણ છે. વધારે કહેવાથી શું ? સદ્દબુદ્ધિનો વિકલ પુરુષ પશુને ઓળંગતો નથી. તે કારણથી તને સુખની આકાંક્ષા છે અથવા દુ:ખોથી જો તું ભય પામે છે, તો અમારા વડે અપાતી આ સદબુદ્ધિમાં યત્ન કરવો જોઈએ. તેમાં યત્વવાળા પુરુષ વડે પ્રવચન આરાધિત કરાયું, ભુવનભર્તા એવા ભગવાન બહુમાન કરાયા. અમે પરિતોષિત કરાયા અર્થાત્ ગુરુ પણ યોગ્ય જીવોને સદ્ગદ્ધિ પ્રાપ્ત થાય છે ત્યારે પરિતોષ પામે છે. લોકોત્તરયાત સ્વીકારાયું મોક્ષમાં જવાના પ્રબળ કારણભૂત એવું લોકોત્તર વાહન સ્વીકારાયું, લોકસંજ્ઞા ત્યાગ કરાઈ=જેઓ સદ્ગદ્ધિ વગર જે કાંઈ ધર્મ કરે છે તે સર્વ લોકસંજ્ઞા સ્વરૂપ છે અને જે મહાત્મા સબુદ્ધિને સ્વીકારે છે તેઓ લોકસંજ્ઞાનો ત્યાગ કરીને સદ્ગદ્ધિના બળથી વીતરાગતુલ્ય થવાના યત્નવાળા થાય છે. ધર્મચારિતા આચરણ કરાઈ સબુદ્ધિના સેવનથી જે કોઈ ધર્મની આચરણા થાય છે તે સર્વ આચરણા પારમાર્થિક ધર્મઆચરણા બને છે. તારા વડે ભવોદધિથી આત્મા સમુરારિત કરાયો તેથીસદ્દબુદ્ધિમાં યત્ન કરવાથી સર્વહિતની પરંપરા થાય છે તેથી, ભગવાન સદ્ધર્મગુરુનાં આવાં વચનોરૂપી અમૃતના પ્રવાહથી પ્રલાદિત થયેલા હદયવાળો આ જીવ તેમનું વચન તે પ્રમાણે જ સ્વીકારે છે અર્થાત્ અવશ્ય હું આ સબુદ્ધિમાં યત્ન કરીશ જેથી મારું સર્વ હિત થાય તે પ્રમાણે સ્વીકારે છે. ઉપનય :
उपदेशदानम् ततस्ते तस्मै दधुरुपदेशं यदुत-सौम्य ! इदमेवात्र परमगुह्यं सम्यगवधारणीयं भवता, यदुतयावदेष जीवो विपर्यासवशेन दुःखात्मकेषु धनविषयादिषु सुखाध्यारोपं विधत्ते, सुखात्मकेषु वैराग्यतपःसंयमादिषु दुःखाध्यारोपं कुरुते, तावदेवास्य दुःखसम्बन्धः, यदा पुनरनेन विदितं भवति-विषयेषु प्रवृत्तिर्दुःखं, धनाद्याकाङ्क्षानिवृत्तिः सुखं, तदाऽयमशेषेच्छाविच्छेदेन निराकुलतया स्वाभाविकसुखाविर्भावात् सततानन्दो भवति। अन्यच्च भवतोऽयं परमार्थः कथ्यते, 'यथा यथाऽयं पुरुषो निःस्पृहीभवति तथा तथाऽस्य पात्रतया सकलाः संपदः संपद्यन्ते, यथा यथा संपदभिलाषी भवति, तथा तथा तदयोग्यतामिव निश्चित्य तास्ततो गाढतरं दूरीभवन्ति' तदिदं निश्चित्य भवता सर्वत्र सांसारिकपदार्थसाथै नास्था विधेया, ततस्ते स्वप्नदशायामपि पीडागन्धोऽपि मनःशरीरयो व संपत्स्यत इति।