________________
333
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
અકાર્યનું વર્જન ન કર્યું તેનાથી જે અહિત થયું તે ભેદ તારા વડે જોવાયો છે અને અમે અનેક જીવોના ઉપકાર કરવામાં વ્યગ્ર છીએ સદા સન્નિહિત એવા તને વારવા માટે સમર્થ નથી અને આ પ્રમાણે સ્થિત હોતે છતે=અમે સતત તને વારવા માટે સમર્થ નથી એ પ્રમાણે સ્થિત હોતે છતે, જ્યાં સુધી તને સ્વકીય સદ્ગુદ્ધિ સંપન્ન નથી, ત્યાં સુધી આ અમારાથી નિવારણ કરાયેલી આચરણા છે કારણ જેને એવી અનર્થની પરંપરા થતી નિવર્તન પામતી નથી=જ્યાં સુધી તને સ્વકીય સદ્ગુદ્ધિ પ્રાપ્ત થઈ નથી ત્યાં સુધી અમે જે વસ્તુનું નિવારણ કરીએ છીએ તેવું તું આચરણા કરીને તેનાથી જે અનર્થપરંપરાને પ્રાપ્ત કરે છે તે નિવર્તન પામતી નથી. દ્દિ=જે કારણથી, સર્બુદ્ધિ જ પરપ્રત્યયની અપેક્ષા રાખ્યા વગર=પરના બોધની અપેક્ષા રાખ્યા વગર, સ્વપ્રત્યયથી જ=સ્વપ્રત્યયના બળથી જ જીવને અકાર્યમાં નિવારણ કરે છે, તેથી અનર્થોથી મુકાય છે=સબુદ્ધિવાળો જીવ અનર્થોથી મુકાય છે એ પ્રમાણે સદ્ગુરુ કહે છે. ત્યારપછી આ જીવ કહે છે - હે નાથ ! તે પણ=સબુદ્ધિ પણ, જો વળી મને પ્રાપ્ત થશે તો તમારા પ્રસાદથી જ મને પ્રાપ્ત થશે. અન્યથા નહીં થાય=મને સબુદ્ધિ પ્રાપ્ત થાય તેવો યત્ન તમે કરશો નહીં તો થશે નહીં. તેથી ગુરુ કહે છે – હે ભદ્ર ! સદ્ગુદ્ધિ અપાય છે=અમારા વડે અપાય છે. દિ=જે કારણથી, તે=સબુદ્ધિ, મારા જેવાને વચન આધીન વર્તે છે=ઉપદેશ રૂપ જ અમારાથી આપવી શક્ય છે, કેવલ અપાતી પણ તે=ગુરુદ્વારા અપાતી પણ તે સર્બુદ્ધિ, પુણ્યશાળી જીવોને જ સમ્યક્ પરિણમન પામે છે=જે જીવોને સબુદ્ધિને પરિણમત પમાડવાને અનુકૂળ સૂક્ષ્મ માર્ગાનુસારી, ક્ષયોપશમ વર્તે છે એવા જીવોને જ સમ્યક્ પરિણમન પામે છે, ઇતર જીવોને નહીં=સર્બુદ્ધિના અર્થી પણ સત્બુદ્ધિને સમ્યક્ પરિણમત પમાડી શકે તેવા ક્ષયોપશમ ભાવના પુણ્યથી રહિત જીવોને અપાતી પણ સર્બુદ્ધિ પરિણમત પામતી નથી, જે કારણથી પુણ્યવાળા જીવો જ=સબુદ્ધિના હાર્દને સ્પર્શી શકે તેવા ક્ષયોપશમવાળા જીવો જ, તેમાં=સબુદ્ધિમાં, આદરવાળા થાય છે=ગુરુ પાસેથી પ્રાપ્ત કર્યા પછી પુનઃ પુનઃ અનુશીલન કરીને તે સબુદ્ધિને સ્થિર કરવાના યત્નવાળા થાય છે. બીજા જીવો થતા નથી=સર્બુદ્ધિ ગમે છે, સદ્ગુરુ પાસેથી સદ્દબુદ્ધિનું સ્વરૂપ જાણે છે છતાં સદ્ગુદ્ધિનું પારમાર્થિક તત્ત્વ સ્પર્શી શકે તેવા પુણ્યશાળી જેઓ નથી તેઓ ગુરુ પાસેથી સબુદ્ધિને શ્રવણ કર્યા પછી પણ ગુરુના વચનાનુસાર તેના રહસ્યને સ્પર્શીને સ્થિર કરવાને યત્નવાળા થતા નથી.
આથી જ અત્યાર સુધી પૂર્વમાં પ્રસ્તુત યોગ્ય જીવને પણ ગુરુએ સત્બુદ્ધિ આપવાનો યત્ન કર્યો નહીં. હવે તેના હાર્દને સ્પર્શે તેવી નિર્મળતા જીવમાં પ્રગટ થઈ છે તેથી જ સદ્ગુરુ કહે છે કે તદ્દયાથી અન્ય સર્બુદ્ધિ નામની તારી પરિચારિકા કરાય.
તેના અભાવભાવિ=સબુદ્ધિના અભાવભાવિ, જ જીવોને સર્વ અનર્થો છે. તેને આધીન જ=સદ્ગુદ્ધિને આધીને જ, સકલ કલ્યાણો છે અને તેમાં જ જે મહાત્માઓ યત્ન કરે છે તેઓ જ ભગવાન સર્વજ્ઞની આરાધના કરે છે=સદ્ધિ જે કંઈ સલાહ આપે તેમાં જ તેના વચન અનુસાર જે મહાત્માઓ યત્ન કરે છે. તેઓ જ ભગવાન સર્વજ્ઞની આરાધના કરે છે, ઇતર નહીં=જેઓને સત્બુદ્ધિ મળી નથી. તેઓ