________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
ઉપનયાર્થ :
૩૨૫
મૂર્છાથી પરિગ્રહ આદિમાં જીવની પ્રવૃત્તિ
વળી, જ્યારે આ જીવ અનાત્મજ્ઞપણાથી=દેહથી ભિન્ન મારો આત્મા છે, શાશ્વત છે, તેનું હિત ધનાદિ નથી પરંતુ નિરાકુલચેતના છે તે પ્રકારનો કંઈક બોધ હોવા છતાં તેની અસ્પષ્ટતા થવાને કારણે અનાત્મજ્ઞપણાથી, ગાઢતર વિષય-ધનાદિમાં વૃદ્ધિને કરે છે અને તેથી ઘણું પરિગ્રહ ગ્રહણ કરે છે, મહાજાલ જેવું વાણિજ્ય કરે છે, કૃષ્યાદિ આચરણ કરે છે એવા પ્રકારના અન્ય આરંભોને સદા કરે છે ત્યારે તે રાગાદિ ભાવરોગો પ્રબળ સહકારિકારણકલાપને પામીને=તે પ્રકારના આરંભસમારંભરૂપ પ્રબલ સહકારીકારણરૂપ સમૂહને પામીને, નાના=વિવિધ, પ્રકારના વિકારોને બતાવે છે. અનાદરથી કરાયેલું અનુષ્ઠાનમાત્ર ત્યાં ત્રાણ થતું નથી=ગુરુના ઉપરોધથી સ્વીકારાયેલ દેશવિરતિનું અનુષ્ઠાન તીવ્ર સંવેગપૂર્વક કરવાના અયત્નરૂપ આદર રહિત સેવાયેલું અનુષ્ઠાનમાત્ર ભાવરોગોના વિકારોથી રક્ષણ કરનાર બનતું નથી, અને તેથી આ જીવ ક્યારેક અકાંડ શૂલકલ્પ ધનવ્યયની ચિંતાથી પીડાય છે.
મંદસંવેગથી સેવાયેલું સઅનુષ્ઠાન હોવાને કારણે ચિત્તવૃત્તિમાં ધનાદિનો પ્રતિબંધ અલ્પ થયેલો નહીં હોવાને કા૨ણે કોઈક નિમિત્તે ધનવ્યય થાય તે જોઈને તે જીવ વિહ્વળ થાય છે અર્થાત્ જો તીવ્રસંવેગથી સનુષ્ઠાન સેવ્યાં હોત તો તુચ્છ ધનાદિનો રાગ ક્ષીણ થયો હોવાથી ધનાદિના નાશમાં પણ તે જીવને પીડા થાય નહીં. પરંતુ માત્ર ક્રિયારૂપ અનુષ્ઠાન સેવાયેલાં હોવાને કા૨ણે ધનાદિના નાશમાં તત્કાલ જ જીવ દુ:ખી થાય છે.
ક્વચિત્ પરની ઇર્ષ્યાના દાહથી અત્યંત બળે છે, ક્યારેક મરવાની ઇચ્છાવાળાની જેમ સર્વસ્વહરણથી મૂર્છાને અનુભવે છે.
પોતાના ગૃહઆદિમાં કોઈ ચોરી આદિ થઈ હોય અને સર્વસ્વ હરણ થયું હોય ત્યારે જાણે મરવાની ઇચ્છાવાળો ન હોય તેમ ધનની ઇચ્છાથી વ્યાકુળ થયા કરે છે.
ક્યારેક કામજ્વરના સંતાપથી બાધા પામે છે, ક્યારેક માગનારાઓ વડે બળથી ગ્રહણ કરાયેલા ધનની નિર્યાતતાને શર્દીની જેમ કરાવાય છે, ક્યારેક જાડ્યની જેમ જાણવા છતાં પણ આવા પ્રકારની પ્રવૃત્તિ=કષાયોને પરવશ મૂઢતાથી થાય તેવી પ્રવૃત્તિ, કરે છે. એથી પ્રવાદથી લોકમાં મૂર્ખપણાને પ્રાપ્ત કરે છે, ક્વચિત્ બે પાર્શ્વના વેદનાતુલ્યપણાથી ઇષ્ટવિયોગ અને અનિષ્ટસંપ્રયોગ આદિ પીડાથી પરિતાપને પામે છે. ક્યારેક પ્રમત્ત એવા તેને ફરી પણ મિથ્યાત્વતા ઉત્પાદનો સંતાપ પ્રભવ પામે છે. ક્યારેક સઅનુષ્ઠાનલક્ષણ પથ્યમાં અત્યંત અરોચકવાળો થાય છે. તે કારણથી આવા પ્રકારના વિકારોથી તેટલી કોટિમાં અધ્યારૂઢ પણ=સન્માર્ગની પ્રાપ્તિ થવાને કારણે સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને દેશવિરતિને પામેલો તેટલી કોટિમાં અધ્યારૂઢ પણ, અપથ્યસેવનમાં આસક્ત આ જીવ બાધા પામે છે=પૂર્વમાં વર્ણન કર્યું એવા વિકારો વડે બાધાને પામે છે.