________________
ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
૩૨૩
ઉપનયાર્થ:
મંદ સંવેગથી કરાતા વ્રતનું માહાસ્ય અને તેની અનભિજ્ઞતા વિશેષથી ફરી જે કહેવાયું, જે આ પ્રમાણે – તે ભિખારી સંભ્રમથી તેની દયા વડે ઘણું અપાયેલું તે પરમાત્ર થોડું ખાઈને શેષ અનાદરથી સ્વભાજનમાં નાખે છે. તેના સાંનિધ્યથીeતે પરમાર સાંનિધ્યથી, તે કદત્ત પણ વધે છે. તેથી તેને દિવસરાત ભક્ષણ કરતાં પણ=પરમાત્રથી મિશ્રિત કદત્તને ભક્ષણ કરતાં પણ, નિષ્ઠાને પામતું નથી કદત્ત પૂર્ણ થતું નથી. તેથી આ ભિખારી તોષ પામે છે. અને જાણતો નથી કે કોનું આ માહાત્મ છે અર્થાત્ મારું ભોજનનું પાત્ર ખાલી થતું નથી તેમાં ગુરુએ આપેલા પરમાણનું માહાભ્ય છે કે મારા કદત્તનું માહાત્મ છે એ જાણતો નથી. કેવલ તેમાં વૃદ્ધિ પામેલા કદઘમાં, ગૃદ્ધ થયેલો આત્મા ઔષધત્રયના પરિભોગને શિથિલ કરતોત્રરત્નત્રયીના સેવનને શિથિલ કરતો, કાળ પસાર કરે છે અને તે પ્રમાણે અપથ્થભોજી એવા તેના તે રોગો ઉચ્છેદ પામતા નથી. કેવલ જે જે વચવચમાં તદ્દયાના આગ્રહથી તે પરમાન્ન આદિ આ જીવ થોડુંક ખાય છે, એટલા માત્રથી તે રોગો યાપ્ય અવસ્થાને-મંદ અવસ્થાને, પામેલા રહે છે. જ્યારે વળી, અનાત્મજ્ઞપણાને કારણે પોતે કુપથ્ય સેવીને આત્માનું અહિત કરી રહ્યો છે એવું અજ્ઞાન હોવાને કારણે, અત્યંત અપથ્ય સેવે છે ત્યારે તે રોગો આત્મીય વિકારને બતાવતા શૂલ, દાહ, મૂચ્છ અરોચકાદિને ઉત્પન્ન કરે છે. તેથી તેઓ વડે આ દ્રમક બાધા પામે છે. તે=જે કથાનકમાં કહ્યું કે, આ પણ જીવમાં સમાન જાણવું. તે આ પ્રમાણે જ્યારે કોઈક અવસરરૂપ ચાતુર્માસ આદિમાં દયા પરીતચિત્તવાળા ગુરુઓ આ જીવતી આગળ વિશિષ્ટતર વિરતિને ગ્રહણ કરવા માટે અણુવ્રતની વિધિને વિસ્ફારિત કરે છે. અર્થાત્ અણુવ્રતો કઈ રીતે ગુણવૃદ્ધિને કરીને જીવને વર્તમાનમાં સુખ આપે છે, ભાવિની સુખ પરંપરાને કરે છે અને સર્વવિરતિને અનુકૂલ બલાધાન કરે છે ઈત્યાદિ વિસ્તારથી કહે છે.
ત્યારે આ પણ જીવ પ્રબલ ચારિત્રઆવરણપણાને કારણે મંદવીર્ય ઉલ્લાસવાળો તીવ્રસંવેગથી કેટલાંક જ વ્રતોને ગ્રહણ કરે છે તે આ ઘણા અપાયેલામાંથી તેનું સ્તોક ભક્ષણ કહેવાય છે. કેટલાંક વ્રતો દયાપરીતગુરુના ઉપરોધથી મનને અભિપ્રેત પણ સ્વીકાર કરે છે. તે આ ગુરુના આગ્રહથી સ્વીકારાયેલાં વ્રતો, શેષને ભાજતમાં વિક્ષેપ જાણવો જે તીવ્ર સંવેગપૂર્વક વ્રતો સ્વીકારાયાં તેના સિવાયનાં શેષ વ્રતોને ભાજતમાં વિક્ષેપ જાણવો, અને મંદ સંવેગથી પણ કરાતું તે વ્રતઅંગીકાર અનુષંગથી જ વિષયધતાદિને આ ભવમાં અને ભવાંતરમાં વૃદ્ધિ કરે છે. તે આ પરમાત્રના સંવિધાનથી ઈતરનું કદનું, અભિવર્ધન કહેવાયું અને તપ્રભાવસંપન્ન તે વિષયાદિ=પરમાવના કદ સાથે પ્રક્ષેપને કારણે તેના પ્રભાવથી સંપન્ન તે વિષયાદિ, દઢ કારણપણું હોવાને કારણે ધનાદિ રૂપ કદની પ્રાપ્તિ પ્રત્યે તીવ્ર અથવા મંદ સંવેગપૂર્વક સેવાયેલાં વ્રતોનું દઢ કારણપણું હોવાને કારણે, સતત ભોગવતા પણ આ જીવની નિષ્ઠાને પ્રાપ્ત કરતા નથી તે કદત્તરૂપ વિષયાદિ નાશ પામતા નથી, તેથી આ જીવ દેવ, મનુષ્યભવમાં વર્તતો તેવા પ્રકારની આત્મવિભૂતિરૂપ તેને મારા પુણ્યથી ઉત્તમ ભોગસામગ્રી મને