________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ / પ્રથમ પ્રસ્તાવ
૩૨૪
પ્રાપ્ત થઈ છે તેવા પ્રકારની પોતાની આત્મવિભૂતિ રૂપ તે કદન્નને, પ્રાપ્ત કરીને હર્ષ વહન કરે છે અને આ વરાક=પ્રસ્તુત જીવ, જાણતો નથી. શું જાણતો નથી ? તે ‘થા’થી બતાવે છે – આ ધનવિષયાદિ ધર્મના માહાત્મ્યથી મને પ્રાપ્ત થાય છે તે કારણથી આમાં=ધનવિષયાદિમાં, હર્ષ કરવાથી શું ? અર્થાત્ હર્ષ કરવું યુક્ત નથી. તે જ ભગવાન ધર્મ અત્યંત કરવા માટે યુક્ત છે એ પ્રમાણે આ વરાક જાણતો નથી એમ અન્વય છે. તેથી આ જીવ અલક્ષિત સદ્ભાવવાળો=ધનાદિની પ્રાપ્તિનું મુખ્ય કારણ કોણ છે તેના પરમાર્થને નહીં જાણનારો, તે વિષયાદિમાં પ્રતિબદ્ધ ચિત્તવાળો જ્ઞાન, દર્શન, દેશ ચારિત્રને શિથિલ કરે છે. કેવલ જાણવા છતાં પણ=પૂર્વમાં યથાર્થ બોધ કરેલો હોવાથી સ્પષ્ટ નિર્ણય હોવા છતાં પણ, અજાણતાની જેમ=ધનાદિ પ્રત્યેની મૂર્છાને કારણે જે પારમાર્થિક બોધ છે તેને જાણવામાં અપ્રવૃત્તચિત્ત થવાથી અજાણતાની જેમ, મોહદોષને કારણે નિરર્થક કાલ પસાર કરે છે= ઉત્તરોત્તર સંસારની હાનિને અનુકૂળ ઉદ્યમ કરીને મનુષ્યજન્મને સફલ કરવાનું છોડીને પ્રાપ્ત થયેલા મનુષ્યભવનો કાળ નિરર્થક પસાર કરે છે. અને આ રીતે=જાણવા છતાં પણ મૂર્ખની જેમ મનુષ્યભવનો સમય નિરર્થક પસાર કરે છે એ રીતે, દ્રવિણઆદિમાં પ્રતિબદ્ધ માનસવાળા, ધર્માનુષ્ઠાનમાં મંદ આદરવાળા વર્તતા એવા આ જીવને ઘણા પણ કાલથી રાગાદિ ભાવરોગો ઉચ્છેદને પામતા નથી જ, પરંતુ ગુરુના ઉપરોધથી મંદસંવેગપણાથી પણ કરાતા તેટલા પણ સઅનુષ્ઠાનથી આટલો જ ગુણ પ્રાપ્ત થાય છે. જે ‘વસ્તુત’થી બતાવે છે તે ભાવરોગો યાપ્યતાને પ્રાપ્ત કરે છે=કંઈક મંદતાને પ્રાપ્ત કરે છે.
-
ઉપનય :
मूर्च्छया परिग्रहादा जीवस्य प्रवृत्तिः
'यदा पुनरयं जीवोऽनात्मज्ञतया गाढतरं विषयधनादिषु गृद्धिं विधत्ते, ततश्चादत्ते भूरिपरिग्रहं, समारभते महाजालकल्पं वाणिज्यं, समाचरति कृष्यादिकं, विधापयति तथाविधानन्यांश्च सदाऽऽरम्भान्, तदा ते रागादयो भावरोगाः प्रबलसहकारिकारणकलापमासाद्य नानाऽऽकारान् विकारान् दर्शयन्त्येव, नानादरविहितमनुष्ठानमात्रं तत्र त्राणम् । ततश्चायं जीवः क्वचित्पीड्यते अकाण्डशूलकल्पया धनव्ययचिन्तया, क्वचिद्दन्दह्यते परेर्ष्यादाहेन क्वचिन्मुमूर्षुरिव मूर्च्छामनुभवति सर्वस्वहरणेन क्वचिद् बाध्यते कामज्वरसन्तापेन, क्वचित् शर्दिमिव कार्यते बलादुत्तमर्णैर्गृहीतधननिर्यातनां, क्वचिज्जाड्यमिव संपद्यते जानतोऽप्यस्यैवंविधा प्रवृत्तिरिति प्रवादेन लोकमध्ये मूर्खत्वं, क्वचित्ताम्यति हत्पार्श्ववेदनातुल्यया इष्टवियोगानिष्टसम्प्रयोगादिपीडया, क्वचित्प्रभवति प्रमत्तस्य पुनरपि मिथ्यात्वोन्मादसन्तापः क्वचिद् भवति सदनुष्ठानलक्षणे पथ्ये भृशतररमरोचकः, तदेवमेवंविधैर्विकारैस्तावतीं कोटिमध्यारूढोऽपि खल्वेष जीवोsपथ्यसेवनासक्तो बाध्यत' इति ।