________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
‘વસ્તુત’થી બતાવે છે તે તદ્દયા=ગુરુની દયા, તેને−તે જીવને, તે ત્રિતયને=જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ ત્રિતયને, પ્રતિદિન આપે છે. કેવલ તે કદન્નમાં અતિ મૂચ્છિત એવા તે રાંકડાને તેમાં આદર નથી=પરમાન્નને ગ્રહણ કરવામાં આદર નથી. તે=કથાનકમાં કહ્યું તે, અહીં પણ=જીવના વિષયમાં પણ, તુલ્ય જ જાણવું, તે આ પ્રમાણે ગુરુસંબંધી દયા આ જીવને સતત વિશેષથી જ્ઞાનાદિ સંપાદિત કરે છે=સતત તે જીવને શ્રુતજ્ઞાન, શ્રુતજ્ઞાન દ્વારા સમ્યક્ રુચિ થાય તે પ્રકારે કથન અને તેના ચારિત્રની અનુસાર પરિણતિ પ્રગટ થાય તેવો મર્મસ્પર્શી બોધ સતત સંપાદન કરે છે. તોપણ કર્મનું પરતંત્રપણું હોવાથી=પ્રસ્તુત જીવનું બલિષ્ઠ એવા ચારિત્રમોહનીય કર્મનું પરતંત્રપણું હોવાથી ધનાદિમાં મૂચ્છિત ચિત્તવાળો આ જીવ તેને=ગુરુ દ્વારા બતાવાયેલા રત્નત્રયીના સૂક્ષ્મસ્વરૂપને, સમ્યગ્ બહુમાન કરતો નથી=અત્યંત આત્મામાં પરિણમત પામેલ તે પ્રકારે ઉપયુક્ત થઈને ગ્રહણ કરતો નથી; કેમ કે ધનાદિની મૂર્છા અત્યંત ઉપયુક્ત થવામાં સ્ખલના કરે છે. અને બીજું, જે પ્રમાણે આ કથાનકમાં કહેવાયેલો આ જીવ મોહના વશથી તે કુભોજનને ખૂબ ખાય છે. વળી, તેની દયાથી અપાયેલું પરમાન્ન ઉપદંશકલ્પ=કુભોજન કર્યા પછી થોડુંક તેનું આસ્વાદન કરવાતુલ્ય, માને છે. તે પ્રમાણે આ પણ જીવ મહામોહથી આધ્યાત માનસવાળો=ઉપદેશકના વચનોને સાંભળીને તેના વચનથી ચિત્તને વાસિત કરવાને બદલે ધનાદિની મૂર્છાને કારણે મારાથી આ ત્યાગ અશક્ય એ પ્રકારના માનસવાળો, ધનઉપાર્જન વિષયઉપભોગ આદિમાં ગાઢ યત્ન કરે છે. વળી, ગુરુની દયાથી અપાતું વ્રતનિયમ આદિને અનાદરથી જ વચવચમાં સેવે છે. અથવા સેવતો નથી=ગુરુના ઉપદેશને સાંભળીને કંઈક ગુરુના વચનને કારણે વ્રતનિયમાદિ વચવચમાં સેવે છે તો ક્યારેક તેની ઉપેક્ષા કરીને સુખનો અર્થી જીવ સુખના ઉપાયભૂત ધનાદિમાં જ પ્રયત્નશીલ રહે છે. જે પ્રમાણે આ તદ્દયાના ઉપરોધથી=ગુરુની દયાના આગ્રહથી, તે અંજનને=વિમલાલોક અંજનને, ક્યારેક જ નેત્રમાં આંજે છે તે પ્રમાણે આ પણ જીવ સદ્ગુરુ વડે અનુકંપાથી પ્રેરણા કરાતો પણ જો વળી તેમના અનુરોધથી જ પ્રવર્તે છે=ગુરુની પ્રેરણાથી જ પ્રવર્તે છે ત્યારે જ્ઞાનનો અભ્યાસ કરે છે. પણ ક્યારેક જ કરે છે, સર્વદા કરતો નથી=પોતાના સંયોગ અનુસાર જે શક્તિ છે તે પ્રમાણે સદા કરતો નથી. અને જે પ્રમાણે આ દ્રમક તે તીર્થોદકને પીવા માટે તેમના વચનથી જ પ્રવર્તે છે. તે પ્રમાણે આ પણ જીવ પ્રમાદપરાયણપણું હોવાથી અનુકંપામાં તત્પર ગુરુની પ્રેરણાથી જ સમ્યગ્દર્શનને ઉત્તરોત્તર વિશેષથી ઉપિન કરે છે, સ્વ-ઉત્સાહથી નહીં.
૩૨૧
-
પ્રસ્તુત જીવ સંસારના યથાર્થ સ્વરૂપને જાણનાર છે. મોક્ષનો અર્થી છે. તેનો ઉપાય રત્નત્રયીની વૃદ્ધિ છે. તેવો સ્થિર નિર્ણય છે તોપણ મોહને વશ ગૃહકાર્યમાં અત્યંત વ્યગ્ર રહે છે. તેથી પોતાના સંયોગ અનુસાર અને શક્તિ અનુસાર સંસારના ઉચ્છેદના કારણીભૂત નવા નવા જ્ઞાન-અધ્યયન માટે સ્વયં ઉત્સાહિત થતો નથી. પરંતુ જ્યારે જ્યારે ગુરુ પ્રેરણા કરે છે ત્યારે ત્યારે પણ કોઈક વખત નવું નવું શ્રુતઅધ્યયન કરવા પ્રયત્ન કરે છે. અને વિચારે છે કે મારાં અન્ય ગૃહકાર્ય સીદાય છે. તેથી સંયોગ અને શક્તિ અનુસાર પણ જ્ઞાનઅધ્યયનમાં ક્યારેક જ વર્તે છે. વળી, સંસારના વાસ્તવિક સ્વરૂપનું ભાવન કરીને અને મુક્ત અવસ્થાની સારભૂતતાનું ભાવન કરીને અને તેની પ્રાપ્તિ માટે જિનવચનાનુસાર અપ્રમાદથી કરાયેલો યત્ન જ કારણ છે તે પ્રકારના સત્ તીર્થોદકતુલ્ય સમ્યગ્દર્શનને વિશુદ્ધ-વિશુદ્ધતર કરવા માટે સ્વયં ઉત્સાહિત થતો નથી.