________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ કેવલ સતત આ જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ ત્રય ઉત્તરોત્તર ક્રમથી વિશિષ્ટ-વિશિષ્ટતર, વિશિષ્ટતમ તારા વડે યત્નથી સેવન કરવું જોઈએ. આ રીતે=પૂર્વમાં ગુરુએ કહ્યું એ રીતે, આચરતા તને રાગાદિ રોગો ઉપશમ થશે અર્થાત્ સર્વવિરતિના પાલનને અનુકૂળ મહાબલસંચયમાં વિઘ્નકારી એવા રાગાદિ રોગોનો ઉપશમ થશે, અન્યથા નહીં થાય=જો પૂર્વમાં કહ્યું એ પ્રમાણે યત્ન કરીશ નહીં અને મને જ્ઞાન, દર્શન, મળ્યું છે તેમ માનીને સ્વભૂમિકાનુસાર સ્વીકારાયેલા દેશવિરતિના સેવનમાત્રમાં સંતોષથી રહીશ તો રાગાદિ રોગનો ઉપશમ થશે નહીં, અને જે આ આવા પ્રકારની સઉપદેશના દાનના વિષયમાં પ્રવર્તતા ભગવાન એવા સદ્ધર્મગુરુઓની આ જીવ ઉપર દયા છે તે જ પરમાર્થથી આની દેશવિરતિને પાળનાર શ્રાવકની, પરિપાલનમાં સમર્થ પરિચારિકા જાણવી. ત્યારપછી આ જીવ તે ગુરુનું વચન સ્વીકારે છે= ગુરુએ જે કહ્યું તે સ્વીકાર કરે છે, યાવજ્જીવ મારા વડે આ=ગુરુએ કહ્યું એ, એ પ્રમાણે કરવું જોઈએ એમ નિશ્ચય કરે છે. દેશવિરતિવાળો કેટલોક કાલ આ ભગવંતના મતરૂપી મંદિરમાં રહે છે. ધન, વિષય, કુટુંબઆદિના આધારભૂત ભિક્ષાના પાત્ર જેવું જીવિતવ્યનું પાલન કરે છે.
धर्मोत्साहमान्द्यम्
૩૨૦
तस्मिन्नवसरे एवं च तिष्ठतस्तस्य यो वृत्तान्तः संपन्नः सोऽधुना प्रतिपाद्यते । तत्र यदुक्तं यदुतसा तद्दया ददाति तस्मै तत्त्रितयमहर्निशं केवलं तत्र कदन्नेऽतिमूर्च्छितस्य वनीपकस्य न तस्मिन्नादर इति तदिहापि तुल्यमेवावसेयं, तथाहि - गुरोः सम्बन्धिनी दया सम्पादयत्येवास्य जीवस्यानारतं विशेषतो ज्ञानादीनि, तथापि कर्मपरतन्त्रतया धनादिषु मूर्च्छितचित्तोऽयं न तानि सम्यग् बहुमन्यते, अन्यच्च यथा 'असौ कथानकोक्तो मोहवशेन तत् कुभोजनं भूरि भुङ्क्ते, तद्दयादत्तं पुनः परमान्नमुपदंशकल्पं कल्पयति तथाऽयमपि जीवो महामोहाध्यातमानसो धनोपार्जनविषयोपभोगादिषु गाढमाद्रियते, गुरुदययोपनीतं तु व्रतनियमादिकमनादरेणाऽन्तराऽन्तरा सेवते वा न वा । यथा - असौ तद्दयोपरोधेन तदञ्जनं क्वचिदेव नेत्रयोर्निधत्ते तथाऽयमपि जीवः सद्गुरुभिरनुकम्पया प्रेर्यमाणोऽपि यदि परं तदनुरोधेनैव प्रवर्त्तते तथा ज्ञानमभ्यस्यति तदपि क्वचिदेव, न सर्वदा, यथा च- 'असौ तत्तीर्थोदकं पातुं तद्वचनेनैव प्रवर्त्तते' तथाऽयमपि जीवः प्रमादपरायत्ततयाऽनुकम्पापरगुरुचोदनयैव सम्यग्दर्शनमुत्तरोत्तरविशेषैरुद्दीपयति न स्वोत्साहेनेति ।
ધર્મના ઉત્સાહની મંદતા
અને તે અવસરમાં=સદ્ગુરુના હિતચિંતાના ઉપદેશને સાંભળીને તેમના વચનાનુસાર યાવવ મારે કરવું જોઈએ એમ સંકલ્પ કરીને આ જીવ તે રાજમંદિરમાં રહે છે તે અવસરમાં, અને આ રીતે રહેતા=પૂર્વમાં કહ્યા પ્રમાણે ગુરુના વચનાનુસાર ઉચિત પ્રવૃત્તિ કરતા, એવા તેનો વૃત્તાંત પ્રાપ્ત થયો તે હવે કહેવાય છે=કથાનકમાં કહેવાય છે. ત્યાં=કથાનકમાં, જે કહેવાયું, શું કહેવાયું ? તે