________________
૩૧૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ એવા સુસાધુને તેઓ જાણી શકતા નથી. પરંતુ માત્ર બાહ્ય આચરણપ્રધાન ત્યાગીઓને જ ધર્મપરાયણ જાણી શકે છે. તેથી, તેલપાત્રધારક પુરુષની જેમ મોહના ઉન્મેલનમાં તત્પર સુસાધુઓની તેઓ ઉપેક્ષા કરે છે. અને માત્ર બાહ્ય ત્યાગપ્રધાન જીવોને જ ખરા આરાધક માને છે. અને સદ્ગુરુના કરાયેલા મહાપ્રયત્નથી તેઓ સૂક્ષ્મબોધને પ્રાપ્ત કરે છે ત્યારે તેઓને મોહના ઉન્મેલનને અનુકૂળ શુભ અનુષ્ઠાનો જે પ્રકારે સેવવાં જોઈએ તે પ્રકારે જ યથાવતું ભાસે છે. તેથી, સદ્ગુરુના મહાપ્રયત્નથી તેઓ બોધ પામેલા થાય છે છતાં પણ કોઈક રીતે ઉત્સાહિત થઈને તેઓ સંયમ ગ્રહણ કરે કે દેશવિરતિગ્રહણ કરે અને દેશવિરતિનાં કે સર્વવિરતિનાં અનુષ્ઠાનો અંતરંગભાવનાં કારણ બને તે રીતે આસેવન કરે તો પણ તેઓને તે અનુષ્ઠાનો શીધ્ર ગુણવિશેષને પ્રાપ્ત કરાવતાં નથી. પરંતુ ઘણાકાળ સુધી તે અનુષ્ઠાન સેવે ત્યારે કંઈક ગુણો પ્રગટે છે; કેમ કે ફરી ફરી અતિચારોને સેવનારા તે જીવો હોય છે તેથી નિશ્ચય થાય છે કે તેઓ ગુરુકર્મવાળા છે. અર્થાત્ ભારે કર્મવાળા છે, ઘણા પ્રયત્નથી મોક્ષ સાધી શકે તેવા છે. અને જેમ, મધ્યમ યોગ્યતાવાળા લાકડામાંથી જેમ પ્રતિમાનું નિર્માણ સુકર નથી તેમ આ જીવોને ગુણસ્થાનકની વૃદ્ધિ શીધ્ર થતી નથી. પરંતુ ગુરુના ઘણા પ્રયત્નથી થાય છે. માટે તે જીવો ભાવ રોગોના નાશ પ્રત્યે કૃછુસાધ્ય છે.
વળી, જેઓને આ જ્ઞાન, દર્શન, ચારિત્ર નિવેદન કરતાં પણ કોઈ રીતે રુચતાં નથી, સેંકડો પ્રયત્નથી પણ સંપાદન કરાતાં જ્ઞાન, દર્શન, ચારિત્ર તેઓમાં સંક્રમણ પામતાં નથી=પ્રગટ થતાં નથી, ઊલટું જેઓ તેના ઉપદેશ દેતારા પ્રત્યે પણ દ્વેષ કરે છે તે મહાપાપી અભવ્ય છે અર્થાત્ અયોગ્ય છે. આથી જ એકાંતથી તેઓ અયોગ્ય છે કૃચ્છુસાધ્ય જીવો કંઈક અયોગ્ય હોવા છતાં એકાંતે અયોગ્ય તથી પરંતુ ધર્મને અત્યંત વિમુખ એવા ભવ્યજીવો કે અભવ્યજીવો એકાંતથી અયોગ્ય છે. અને ભાવવ્યાધિના દૂર કરવા પ્રત્યે તેઓ અસાધ્ય જાણવા.
સૂક્ષ્મ તત્ત્વને બતાવનારા મહાત્માઓ સંસારનું જેવું સ્વરૂપ છે તેવું રૌદ્રસ્વરૂપ બતાવે છે. તેના નાશનો ઉપાય રત્નત્રયી છે તેમ બતાવે છે છતાં જેઓને સંસારના ભોગોમાં જ અત્યંત સારબુદ્ધિ છે તેઓને રત્નત્રયીની પરિણતિમાં રુચિ થતી નથી. અને ઉપદેશક પ્રત્યે જ તેઓ દ્વેષ કરે છે. અને વિચારે છે કે આ મહાત્મા નિષ્કારણ યોગ્ય જીવોને ભોગવિલાસનાં સુખોથી ભ્રષ્ટ કરીને દુઃખી કરે છે. તેથી તેઓને ઉપદેશક પ્રત્યે જ દ્વેષ થાય છે. તે ભાવરોગને મટાડવા માટે અસાધ્ય રોગવાળા છે; કેમ કે ઉત્કટ ભોગનો રાગ તેઓને મૂઢ બનાવે છે.
તે કારણથી તે સૌમ્ય ! આ જે ભગવાનના પાદપ્રસાદથી અમારા વડે લક્ષણ અવધારણ કરાયું છે સુસાધ્ય, કૃચ્છુસાધ્ય, અને અસાધ્ય જીવોનું લક્ષણ અવધારણ કરાયું છે, આ લક્ષણ દ્વારા જે પ્રમાણે તું પોતાનું સ્વરૂપ કહે છે અને જે પ્રમાણે અમે તારું સ્વરૂપ જોઈએ છીએ તે પ્રમાણે તું પરિશીલનથી ગમ્ય=ઘણા પ્રયત્નથી માર્ગને પામે એવો કૃચ્છુસાધ્ય વર્તે છે અને આ પ્રમાણે સ્થિતિ હોતે છતે, મહાપ્રયત્ન વગર તારા રાગાદિ રોગોનું ઉપશમ અમે પ્રાપ્ત કરશું નહીં.