________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
૩૧૭
સેવનારા અન્ય પ્રતિભાસ થાય છે રત્નત્રયીના સેવનારા તેઓ જાણી શકે છે. અને જેઓ સુખથી જ તેઓને સ્વીકારે છે–રત્નત્રયીને જેઓ સુખથી જ સ્વીકારે છે, અને જેઓના સેવન કરાતા જ્ઞાન, દર્શન, ચારિત્ર શીધ્ર વિશેષને બતાવે છે. તે લઘુકર્મવાળા પ્રત્યાસન્ન મોક્ષવાળા, રૂપનિર્માણ માટે સુંદર દારુની જેમ પ્રતિમા ઘડવા માટે સુંદર લાકડાની જેમ, તેઓને યોગ્ય છે-રત્નત્રયીને યોગ્ય છે. અને ભાવરોગના ઉચ્છેદ પ્રત્યે તે સુસાધ્ય જાણવા.
મહાત્માઓ સૂક્ષ્મબુદ્ધિપૂર્વક રત્નત્રયીનું સ્વરૂપ કોઈ યોગ્ય શ્રોતા પાસે કહે અને તે યોગ્યશ્રોતા ધર્મની આદ્ય અવસ્થામાં જ હોય તો પણ તે રત્નત્રયીના સ્વરૂપને સાંભળીને તેના પ્રત્યે તેને અત્યંત પ્રીતિ થાય છે અને તેવું જ સ્વરૂપ તેને અત્યંત પ્રીતિકર થવાને કારણે તેવા જ સ્વરૂપવાળી રત્નત્રયી સેવનારા, નિર્લેપચિત્તવાળા, મહાત્માઓને જોઈને આ મહાત્માઓ રત્નત્રયીને સેવનારા છે તેમ પ્રતિભાસ થાય છે. અને સુખપૂર્વક તેઓ રત્નત્રયીને સ્વીકારે છે અર્થાત્ અત્યંત પ્રીતિકર એવી રત્નત્રયી ઘણા ઉપદેશ આદિના પ્રયાસ વગર તેઓ રત્નત્રયીને સ્વીકારે છે. અને રત્નત્રયીને સ્વીકાર્યા પછી તેના સેવનથી શીધ્ર જ નિર્લેપ ચિત્તને પ્રાપ્ત કરે છે. જેમ ગૌતમસ્વામીને પ્રાપ્ત કરીને પંદરસો તાપસોએ ગૌતમસ્વામી પાસેથી રત્નત્રયીનું સ્વરૂપ સાંભળીને સુખપૂર્વક તેઓનો સ્વીકાર કર્યો અને રત્નત્રયીના સેવનથી શીધ્ર અસંગભાવને પામીને કેવલજ્ઞાનને પામ્યા તેવા જીવો લઘુકર્મવાળા, અતિઆસન્ન મોક્ષવાળા છે અને જેમ કોઈ લાકડું મૂર્તિ ઘડવા માટે અતિસુંદર હોય તેમ તેઓ ધર્મની પ્રાપ્તિ અર્થે અત્યંત યોગ્ય છે. અને ભાવરોગના છેદ પ્રત્યે તેઓ સુસાધ્ય જાણવા.
વળી, જેઓને આદ્ય અવસરમાં=ધર્મસાંભળવાના પ્રથમ અવસરમાં, પ્રતિપાદન કરાતા તે=જ્ઞાન, દર્શન, ચારિત્ર, પ્રતિભાસ થતાં નથી, તદ્અનુષ્ઠાનમાં પરાયણ જીવોની જે અવગણના કરે છે રત્નત્રયી અનુષ્ઠાન કરનારા એવા સુસાધુઓના આચારોને જોઈએ તેના પ્રત્યે આદર થતો નથી, પરંતુ ઉપેક્ષા થાય છે, અને સદ્ગુરુથી વિહિત મહાપ્રયત્નથી જેઓ પ્રતિબોધ પામે છે. અને સેવન કરતા એવા તેગ જ્ઞાન, દર્શન, ચારિત્ર, જેઓને કાલક્ષેપથી વિશેષ=ઘણા કાળના સેવનથી કંઈક ગુણસંપત્તિને પ્રગટ કરે છે. ફરી ફરી અતિચાર કરનારા સ્વીકારાયેલા રત્નત્રયીના સેવનમાં અતિચાર કરનારા, નિશ્ચયથી તેઓ ગુરુકર્મવાળા=ભારે કર્મવાળા, વ્યવધાનથી મોક્ષને પામનારા, રૂપનિર્માણ માટે મધ્યમ યોગ્યતાવાળા લાકડાની જેમ, સરુના પરિશીલનથી તેઓની યોગ્યતાને-રત્નત્રયીની યોગ્યતાને પ્રાપ્ત કરે છે. અને ભાવરોગના ઉપશમ પ્રત્યે તેઓ કુચ્છસાધ્ય જાણવા-ઘણા કષ્ટથી ભાવઆરોગ્યને પ્રાપ્ત કરાવી શકાય એવા જાણવા.
જે જીવો કંઈક તત્ત્વને અભિમુખ થયા છે તેથી યોગ્ય ઉપદેશકની પાસે સંસારના વાસ્તવિક સ્વરૂપને જાણીને સંસારના ઉચ્છેદના ઉપાયના અર્થી થયા છે, છતાં મહાત્મા જ્યારે રત્નત્રયીનું સ્વરૂપ બતાવીને સંસારના ઉચ્છેદનો ઉપાય જીવની પરિણતિરૂપ આ રત્નત્રયી છે એમ કહે છે ત્યારે તેઓને રત્નત્રયીનું પારમાર્થિક સ્વરૂપ પ્રતિભાસન થતું નથી. પરંતુ સ્થૂલથી બાહ્ય ધર્મનાં અનુષ્ઠાનો જ સંસારના ઉચ્છેદનું કારણ છે તે પ્રમાણે પ્રતિભાસ થાય છે. તેથી તેલપાત્રધારક પુરુષની જેમ રત્નત્રયીના અનુષ્ઠાનમાં તત્પર