________________
૩૧૫
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ સ્મૃતિમાં રહે તે રીતે ભાવન કર અને પ્રતિદિન નવા નવા સૂક્ષ્મબોધ રૂપ સમ્યજ્ઞાનમાં, સૂક્ષ્મબોધપૂર્વક તત્ત્વની રુચિમાં અને શક્તિ અનુસાર અપ્રમાદથી ઉચિત ક્રિયા કરીને અસંગભાવ પ્રગટે તે રીતે ચારિત્રમાં યત્ન કર. જેથી કષ્ટથી નિવર્તન પામે તેવાં પણ કર્મ તારું અનર્થ કરી શકે નહીં.
અને આ તયાસદ્ગુરુની દયા, તારી પરિચારિકા છે અર્થાત્ હંમેશાં તારો રોગ ઉપશમ થાય તેની ચિંતા કરનારી છે. તેથી સંયોગ અનુસાર તને નિત્ય નવો નવો સૂક્ષ્મ તત્વનો બોધ કરાવશે. જેથી, રોગની વૃદ્ધિ થાય નહીં તેથી તું કૃચ્છુસાધ્ય છો ઇત્યાદિ સદ્ગુરુએ તેને કહ્યું તેથી, સમસ્ત રાજમંદિરમાં રહીને જે કરવાનું કહ્યું તે સમસ્ત, તેના વડે સ્વીકારાયું. એકદેશમાં તે ભિક્ષા ભાજનને કરીને સતત જ તેનું પાલન કરતો કેટલોક પણ કાળ ત્યાં રહ્યો=તે રાજમંદિરમાં રહ્યો, તે આ પણ અહીં પ્રસ્તુત જીવમાં, આ રીતે યોજવું આગળ બતાવે છે તે રીતે જોડવું. જ્યારે આ જીવ પૂર્વમાં કહેલા વ્યાયથી પોતાના ગુરુને સ્વઅભિપ્રાયનું નિવેદન કરીને ફરી ઉપદેશની યાચના કરે છે ત્યારે તે આચાર્ય તે જીવની અનુકંપાથી પૂર્વમાં કહેલું ફરી પણ સમસ્ત પ્રતિપાદન કરીને પાછળથી તેના વ્યુત્પાદન માટે જે ઉપદેશ આપ્યો તેને જીવનમાં સંપન્ન કરવા અર્થે, જેના કારણે જે ઉપદેશને સાંભળીને તે જીવનમાં ઉતારે જેના કારણે, આ=પ્રસ્તુત જીવ, કાલાંતરમાં પણ વ્યભિચારને પામે નહીં તે ઉપદેશથી વિપરીત પ્રવૃત્તિ કરે નહીં, એથી ધર્મસામગ્રીની સુદુર્લભતાને બતાવતા રાગાદિ ભાવરોગોની અતિપ્રબળતાને ખ્યાપન કરતા તારામાં રાગાદિ ભાવ રોગો અતિપ્રબળ છે માટે તેનાથી આત્માનું રક્ષણ કરવા માટે ઉચિત પ્રયત્નો કરવા જોઈએ એ પ્રમાણે બતાવતા અને આત્માની સ્વતંત્રતાનો પરિહાર કરવાની ઈચ્છાથી સાંજસ સરલપણાથી આ પ્રમાણે કહે છે=આ જીવ પોતાનું સ્વતંત્રપણું ત્યાગ કરીને ગુણવાનને પરતંત્ર થાય તેવી ઇચ્છાથી કંઈક લાગણીથી આ પ્રમાણે કહે છે.
भावरोगाणां साध्यासाध्यत्वविचारः यथा-भद्र ! यादृशी सामग्री भवतः संपन्ना नाधन्यानामीदृशी कथञ्चन संपद्यते न हि वयमपात्रे प्रयासं कुर्मो, यतो भागवतीयमाज्ञा-योगेभ्य एव जीवेभ्यो ज्ञानदर्शनचारित्राणि देयानि, नायोग्येभ्यः, अयोग्यदत्तानि हि तानि न स्वार्थसंसाधकानि संजायन्ते, प्रत्युत वैपरीत्यापत्त्याऽनर्थसन्ततिं वर्द्धयन्ति, तथा चोक्तम्-धर्मानुष्ठानवैतथ्यात्प्रत्यपायो महान् भवेत्। रौद्रदुःखौघजनको, दुष्प्रयुक्तादिवौषधात्।।१।। ज्ञातं चास्माभिर्भगवदादिष्टं सुगुरुपारम्पर्यात् ज्ञातं भगवत्प्रसादादेव तदुचितानुचितानां जीवानां लक्षणम्, एतान्येव हि ज्ञानदर्शनचारित्राणि भगवता तेषां जीवानां सङ्ग्रहपरिच्छेदकारकाणि प्रतिपादितानि। तत्र येषामाद्यावस्थायामपि कथ्यमानानि तानि प्रीतिं जनयन्ति, तत्सेविनश्चान्ये प्रतिभासन्ते, ये च सुखेनैव तानि प्रतिपद्यन्ते, येषां सेव्यमानानि च द्रागेव विशेषं दर्शयन्ति, ते लघुकर्माणः प्रत्यासन्नमोक्षाः सुदारुवद्रूपनिर्माणस्य तेषां योग्याः, तथा भावरोगोच्छेदं प्रति सुसाध्यास्ते विज्ञेयाः। येषां पुनराद्यावसरे प्रतिपाद्यमानानि तानि न प्रतिभान्ति, तदनुष्ठानपरायणांश्चान्यान्