________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
૩૧૩
વસ્તુતઃ વિષયોની અનર્થકારિતા જાણું છું છતાં તત્ત્વને જોવામાં નિદ્રાની અવસ્થા હોવાને કારણે વિષયોને અભિમુખ જતું ચિત્ત રોકી શકતો નથી. તેથી પ્રતિબોધક પુરુષથી ઉચ્ચારિત શબ્દપરંપરા જેવી તમા૨ા સંબંધી ધર્મદેશનાને હું સાંભળું છું તેથી ૫૨માર્થથી પ્રીતિ થવી જોઈએ છતાં વિષયોની મૂર્ચ્છથી વિહ્વલિત થયેલો હોવાને કારણે હું વિષયોનો ત્યાગ કરી શકીશ નહીં એ પ્રમાણે વિચાર થવાથી સુંદર પણ તમારી ધર્મદેશના મને ગાઢ ઉદ્વેગ ક૨ના૨ીની જેવી પ્રતિભાસ થાય છે અર્થાત્ પરમાર્થથી ઉદ્વેગ કરનારી ભાસતી નથી તોપણ તેના પરમાર્થને જાણવાને અભિમુખ હું થઈ શકતો નથી.
અને વળી, તેના=ધર્મદેશનાના, માધુર્યનું, ગામ્ભીર્યનું, ઉદારતાનું, પરિણામ સુંદરતાનું પર્યાલોચન કરતા એવા મને વચવચમાં ચિત્તનો આહ્લાદ પણ થાય છે.
ગુણવાન ગુરુ જીવની યોગ્યતા જોઈને તેને તત્ત્વની પ્રાપ્તિ થાય તદ્ અર્થે જે મધુર ભાષામાં કહે છે તે માધુર્યને કારણે પ્રસ્તુત જીવને ચિત્તમાં આહ્લાદ થાય છે. વળી, ગુણવાન ગુરુ મોક્ષનું સ્વરૂપ એ રીતે સમજાવે છે કે જેથી જીવને સાક્ષાત્ નહીં દેખાતું પણ મોક્ષનું સ્વરૂપ શ્રુતના બળથી કંઈક દેખાય તે મોક્ષનું કારણ યોગમાર્ગનું સેવન કઈ રીતે અને પ્રકર્ષથી યોગમાર્ગ મુનિઓ સેવે છે તે કઈ રીતે વીતરાગતાને વિશ્રાંત થાય છે તેનું ગંભીર રહસ્ય બતાવે છે. તે ગાંભીર્યને જોઈને જીવને ચિત્તમાં આનંદ થાય છે. વળી, નિઃસ્પૃહી મુનિ શ્રોતા પાસેથી કોઈ અપેક્ષા વગર કેવળ યોગ્ય જીવના કલ્યાણ અર્થે મોક્ષમાર્ગનો યોગ્ય ઉપદેશ આપે છે તે રૂપ ઉદારતાને જોઈને ચિત્તમાં આનંદ થાય છે. વળી, મહાત્મા દ્વારા અપાયેલો ઉપદેશ જો સમ્યગ્ પરિણમન પામે તો તેમાં પરિણામ સુંદરતા છે. તે સર્વ દેખાવાથી પ્રસ્તુત જીવને વચવચમાં આનંદ થાય છે. અને મહાત્મા સુસાધુની જેમ ત્રણગુપ્તિમાં ઉદ્યમ કરવાનો ઉપદેશ આપે છે તેવું પોતાનું સામર્થ્ય નથી એ વિચારીને કંઈક ગાઢ ઉદ્વેગ પણ થાય છે.
અસમર્થ આ પણ પૂર્વમાં કહેલું જે ભગવાન વડે કહેવાયું – શું કહેવાયું તે ‘વદ્યુત’થી બતાવે છે એવા તને અમે સંગત્યાગ કરાવતા નથી. તેથી નષ્ટભયના વૈધુર્યવાળા મારા વડે તમારી આગળ કહેવા માટે સમર્થ થવાયું. ઇતરથા=જો તને હું સંગત્યાગ કરાવતો નથી એમ ન કીધું ત્યારે, જ્યારે જ્યારે ભગવાન એવા ગુરુ દેશનાને પ્રવર્તાવે છે, ત્યારે ત્યારે મારા ચિત્તમાં વિકલ્પ થયેલ, શું વિકલ્પ થયેલ ? તે બતાવે છે
ખરેખર સ્વયં આ મહાત્મા નિઃસ્પૃહી છે કેવલ ધન, વિષયાદિ મને ત્યાગ કરાવે છે અને હું છોડવા માટે સમર્થ નથી. તે કારણથી આમનો=આ મહાત્માતો, આ વ્યર્થ પ્રયાસ છે. એ પ્રમાણે ચિંતવન કરતા પણ ભયના અતિરેકને કારણે=તમે ત્યાગ કરાવવા ઇચ્છો છો અને હું ત્યાગ કરવા સમર્થ નથી એ પ્રકારના ભયના અતિરેકને કારણે, પોતાનો ઇરાદો પણ હું પ્રગટ કરવા સમર્થ થયો નહીં, આ પ્રમાણે સ્થિત હોતે છતે=તમને મારી સ્થિતિ શું છે એમ મેં કહ્યું એ પ્રમાણે સ્થિત હોતે છતે, જે આવા પ્રકારની શક્તિવાળા મારા વડે કરાવું જોઈએ=ભોગનો ત્યાગ કરાવા સિવાય જે શક્ય હોય તેવા પ્રકારના શક્તિવાળા એવા મારા વડે જે કર્તવ્ય છે, તેમાં=તે કર્તવ્યમાં, ભગવાન સૂરિ જ પ્રમાણ છે=ભગવાન સૂરીશ્વર જ આજ્ઞા આપે તે પ્રમાણે હું કરીશ,
=
-