________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
૩૧૧
ભગવાન સાંભળો. તેથી=તે જીવ આ પ્રમાણે કહે છે તેથી, સંજાત પશ્ચાત્તાપવાળો=જ્યારે ગુરુએ સૂક્ષ્મ તત્ત્વો કહ્યાં તે વખતે શૂન્યની જેમ પોતે મૂર્ખ ચેષ્ટા કરી તેના પ્રત્યે પશ્ચાત્તાપવાળો થયેલો, આ જીવ ગુરુ સમક્ષ પોતાના દુશ્ચરિતની ગહ કરે છે. સ્વદુષ્ટ ભાષિતની જુગુપ્સા કરે છે. પૂર્વકાલભાવી બધા પણ કુવિકલ્પોને પ્રગટ કરે છે. પ્રથમથી માંડી નિઃશેષ આત્મવૃત્તાંત ગુરુને નિવેદન કરે છે.
જ્યારે પોતે પ્રમાદ કરે છે તેનો પશ્ચાત્તાપ થાય તેના માટે ગુરુ સંયમનું સૂક્ષ્મસ્વરૂપ બતાવતા હતા ત્યારે પણ મને કદન્ન ત્યાગ કરાવે છે, એ પ્રકારના કુવિકલ્પથી પોતે ધ્યાનપૂર્વક તત્ત્વનું શ્રવણ કર્યું નહીં. તેનો પશ્ચાત્તાપ થાય છે ત્યારે જીવ પોતાના તે પ્રકારના પ્રમાદની ગર્હા કરે છે. અને ઉપદેશને ધ્યાનપૂર્વક નહીં સાંભળવવાને કારણે મોહને વશ તે સ્વીકારાયેલા દેશવિરતિને અતિશય કરવામાં પ્રમાદ કર્યો હોય, લીધેલાં વ્રતોમાં અતિચારો સેવ્યા હોય તે સર્વદુષ્ટ ચરિત્રની ગુરુ આગળ ગહ કરે છે. અને પ્રમાદને વશ સંસારમાં જે દુષ્ટભાષણો કર્યાં છે. તે સર્વને સ્મૃતિમાં લાવીને તેના મલિન સંસ્કારો નાશ કરવાને અર્થે ગુરુ આગળ પ્રગટ કરીને જુગુપ્સા કરે છે. વળી, પૂર્વકાળમાં જે સમસ્ત કુવિકલ્પો કર્યા તે સર્વ ગુરુને નિવેદન કરે છે. આ રીતે કાયિક, વાચિક અને માનસિક પોતાની સમસ્ત પ્રવૃત્તિ જીવનના પ્રારંભથી માંડીને અત્યાર સુધી પોતે જે કુવિકલ્પો કર્યા છે તે સર્વ ગુરુને નિવેદન કરે છે. જેથી ગુણવાન ગુરુ તેની પરિણતિનો નિર્ણય કરીને શું ઉચિત કરવું જોઈએ તેના માટે ઉચિત ઉપદેશ આપે.
गुरोरुपर्यास्था
वदति च-जानाम्यहं भगवन्तो मम हितकरणलालसाः सन्तो बहुशो निन्दन्ति विषयादिकं, वर्णयन्ति सङ्गत्यागं, प्रशंसन्ति तत्रस्थानां प्रशमसुखातिरेकं, श्लाघन्ते तत्कार्यभूतं परमपदं, तथापि कर्मपरतन्त्रतयाऽहं भक्षितबहुमाहिषदधिवृन्ताकसंघात इव निद्रां पीतामन्त्रपूततीव्रविष इव विह्वलतां, धनविषयादिष्वनादिभवाभ्यासवशेन भवन्तीं मूर्च्छा न कथञ्चिन्निवारयितुं पारयामि । तया च विह्वलीभूतचेतसो मे भगवतां सम्बन्धिनीं धर्मदेशनां महानिद्राऽवष्टब्धहृदयस्येव पुरुषस्य प्रतिबोधकनरोच्चारितां शब्दपरम्परां समाकर्णयतोऽपि गाढमुद्वेगकारिणीव प्रतिभासते । अथ च तस्या माधुर्यं, गाम्भीर्यमुदारतां, परिणामसुन्दरतां च पर्यालोचयतः पुनरन्तराऽन्तरा चित्ताह्लादोऽपि संपद्यते । एतदपि पूर्वोक्तं यद् भगवद्भिरभ्यधायि यदुत नाशक्नुवन्तं वयं सङ्गत्यागं कारयाम इति, ततो मया नष्टभयवैधुर्येण भगवतां पुरतः कथयितुं शकितं, इतरथा यदा यदा भगवन्तो देशनायां प्रवर्त्तन्ते स्म तदा तदा मम चेतसि विकल्पः प्रादुरभूत्-अये ! स्वयं निःस्पृहास्तावदेते, केवलं मां धनविषयादिकं त्याजयन्ति, न चाहं हातुं शक्नोमि तदेष व्यर्थकः प्रयासोऽमीषामित्येवं चिन्तयन्नपि भयातिरेकान्न स्वाकूतमपि प्रकटयितुं पारितवानिति । तदेवं स्थिते यन्मया विधेयमेवंविधशक्तिना तत्र तत्र भगवन्तः श्रीसूरय एव प्रमाणमिति ।