________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
૩૦૯
ગુણોનું વર્ણન સાંભળ્યા પછી તારે પ્રતિદિન શું કરવું જોઈએ જેથી ભાવઆરોગ્યની વૃદ્ધિ થાય તે વિષયમાં કર્તવ્યપણારૂપે કંઈક કહેવાયું, તે તારા વડે કંઈક અવધારણ કરાયું કે નહીં ? એ પ્રમાણે સદ્ગુરુઓ તેને કહે છે. તે પ્રમાણે ધર્મગુરુઓ પણ આ સર્વ ચિંતવન કરે છે અને કહે છે. અને તે સ્પષ્ટતર છે એથી સ્વબુદ્ધિથી યોજન કરવું.
પૂર્વમાં જે ગ્રંથકારશ્રીએ કહ્યું કે આ જીવને કદક્ષના ત્યાગના ભયથી ગુરુના વચનના પરમાર્થને જાણવાને બદલે વિહ્વળતા થઈ અને તેથી વિહ્વળ થઈને કહે છે કે આ કદશને ત્યાગ કરી શકીશ નહીં. તે સાંભળીને ગુરુએ જે કંઈ કહ્યું તે સર્વ ધર્મગુરુ પણ શ્રોતાના વિષયમાં વિચારે છે અને ચિંતવન કરે છે. અને તે પૂર્વના કથનથી સ્પષ્ટતર છે માટે ગ્રંથકારશ્રીએ વિસ્તાર કર્યો નથી. પરંતુ શ્રોતાએ સ્વબુદ્ધિથી યોજન ક૨વું એમ સૂચન કરે છે.
ઉપનય :
स्थैर्यभावाभिमुख्यम्
ततो यथा 'असौ वनीपकोऽवादीत् यथा नाथ ! न मया किञ्चिदत्र भवत्कथितमुपलक्षितं, तथापि तावकैः कोमलालापैरुल्लसितो मनाग् मनसि प्रमोदः, निवेदितश्च तेन वनीपकेन 'नाधुना किञ्चित्त्याजयामीदं भवन्तं भोजनमिति, सूदवचनश्रवणान्नष्टभयाकूतेन सता स्वचेतसो वैधुर्यकारणभूतस्तस्य सूदस्य समक्षमादितः प्रभृति समस्तोऽप्यात्मवृत्तान्तः । अभिहितश्चासौ सूपकारो यदुत एवं स्थिते यन्मया विधेयं तदाज्ञापयन्तु नाथाः, येनाधुनाऽवधारयामीति । तथाऽत्रापि विदिततच्चित्ता यदा गुरवो वदन्ति यदुत न वयं भवन्तमशक्नुवन्तं सर्वसङ्गत्यागं कारयामः, केवलं यदिदं भवतः स्थिरीकरणार्थमनेकशो भगवद्गुणवर्णनादिकं वयं कुर्मः यच्च सम्यग्ज्ञानदर्शनचारित्राणामङ्गीकृतानामेव भवता सातत्यमनुपालनादिकमुपदिशामः, तदत्र भवान् किञ्चिदवधारयति वा न वेति ?
ઉપનયાર્થ --
સ્વૈર્યભાવનું અભિમુખપણું
ત્યારપછી જે પ્રમાણે આ વતીપકે કહ્યું=આ દ્રમકે કહ્યું. શું કહ્યું ? તે ‘યથા’થી બતાવે છે હે નાથ ! મારા વડે અહીં તમારા વડે કહેવાયેલું કંઈક જણાયું નથી તોપણ તમારા કોમલ આલાપો વડે મનમાં થોડોક પ્રમોદ ઉલ્લસિત થયો. અને “તે વનીપક વડે હમણાં આ ભોજન કંઈ અમે ત્યાગ કરાવશું નહીં.” એ પ્રકારના રસોઈયાના વચનના શ્રવણથી નષ્ટ થયેલા ભયના આકૂતવાળા છતાં સ્વચિત્તના વૈધુર્યના કારણભૂત તે રસોઈયાની સમક્ષ આદિથી માંડીને સમસ્ત પણ આત્માનો વૃત્તાન્ત નિવેદન કરાયો, અને આ સૂપકાર=ગુરુ, કહેવાયા. શું કહેવાયા ? તે ‘વદ્યુત'થી બતાવે છે આ પ્રમાણે સ્થિત હોતે છતે-પૂર્વમાં તમે મને કદન્ન છોડાવીને સંયમગ્રહણ કરાવવા અર્થે કહો છો એ
-