________________
૩૧૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
ઉપનય :
गुरोविशेषतः सूचनम् ततो यथा असौ पौरोगवस्तस्मै वनीपकाय पुनः प्रपञ्चतो निवेद्य प्राचीनमशेषमर्थं ततः स्वकीयभेषजत्रयस्य योग्यायोग्यविभागं पूर्वं महानरेन्द्रसंप्रदायितमाचचक्षे, तं चोवाच यथा 'भद्र ! कृच्छ्रसाध्यत्वमतो महायत्नमन्तरेण न रोगोपशमस्ते दृश्यते, तस्मादत्रैव राजमन्दिरे प्रयतो भूत्वा ध्यायन्ननवरतमेनं समस्तगदोद्दलनक्षमवीर्यातिशयं महाराजेन्द्र भेषजत्रयोपभोगं चाहर्निशं कुर्वाणस्तिष्ठेति। इयं च तद्दया तव परिचारिका, ततः प्रतिपन्नं समस्तं तेन, स्थितः कियन्तमपि कालं विधायैकदेशे तद्भिक्षाभाजनमनारतं तदेव पालयनिति'। तदिदमत्रैवं योजनीयम्-यदाऽयं जीवः प्रागुक्तन्यायेन निवेद्य स्वाभिप्रायं गुरुभ्यः पुनरुपदेशं याचते तदा ते तदनुकम्पया पूर्वोक्तं पुनरपि समस्तं प्रतिपाद्य पश्चात्तस्य व्युत्पादनार्थं येनायं कालान्तरेणापि न व्यभिचरतीति धर्मसामग्र्याः सुदुर्लभतां दर्शयन्तो रागादीनां भावरोगाणां चातिप्रबलतां ख्यापयन्तः स्वातन्त्र्यपरिजिहीर्षया चात्मनः साञ्जसमित्थमाचक्षते। ઉપનયાર્થ:
દ્રમકને ગુરુનું વિશેષતાથી સૂચન ત્યારપછી=જ્યારે આ જીવે કહ્યું કે તમે કહો તે જ પ્રમાણે છે ત્યારપછી, જે પ્રમાણે આ રસોઈયાએ=આવા આચાર્યએ, તે ભિખારીને તે શ્રાવકને, ફરી પણ વિસ્તારથી પ્રાચીન અશેષ અર્થને નિવેદન કરીને ત્યારપછી પૂર્વમાં મહાનરેન્દ્રથી સંપ્રદાયિત એવા સ્વકીયભેષજત્રયના યોગ્ય અયોગ્ય વિભાગને કહે છે તે ધર્માચાર્ય કહે છે કે પૂર્વમાં મહાનરેન્દ્ર વડે મને પ્રાપ્ત થયેલું છે એવો પોતાના ભેષજત્રયનો યોગ્ય અયોગ્યનો વિભાગ છે તે હું તને કહું છું. અને તેને તે શ્રાવકને, આચાર્ય કહે છે, જે વથા'થી બતાવે છે – હે ભદ્ર ! તું છુસાધ્ય છો. આથી મહાપ્રયત્ન વગર તારા રોગનો ઉપશમ દેખાતો નથી. તે કારણથી આ જ રાજમંદિરમાં પ્રયત્નથી રહીને સમસ્તરોગના ઉદ્દલનમાં સમર્થ વીર્યાતિશયવાળા આ મહાનરેન્દ્રનું સતત ધ્યાન કરતો અને પ્રતિદિન ભેષજત્રયના ઉપભોગને કરતો તું રહે,
મહાત્મા પ્રસ્તુત જીવને કહે છે કે તું ફસાધ્ય છો. તેથી તારું ચારિત્રમોહનીયકર્મ ઘણા પ્રયત્નથી તૂટે તેમ છે. આથી જ આટલો ઉપદેશ સાંભળવા છતાં પણ ભોગને અભિમુખભાવ ક્ષીણ થતો નથી. માટે ભોગની ઇચ્છારૂપ રોગનો ઉપશમ મહાપ્રયત્ન વગર તને થાય તેમ નથી તેથી ભગવાનના શાસનમાં સતત પ્રયત્નવાળો થા. અર્થાત્ ભગવાનના શાસનમાં સ્વરૂપને વારંવાર તે રીતે ભાવન કર કે જેથી તારક એવું ભગવાનનું શાસન તને સદા સ્મૃતિમાં રહે અને આ ભગવાનના શાસનમાં તીર્થકરોનું ધ્યાન કરવાથી બધા રોગોનો નાશ શીધ્ર થાય છે. માટે સતત ભગવાનની યોગનિરોધ અવસ્થાનું, તત્ત્વકાય અવસ્થાનું સદા