________________
૩૦૬
ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
તારતમ્યના ભેદથી=ભગવાનના સેવકભાવને સ્વીકારવાના તારતમ્યના ભેદથી, સંખ્યાતીત તેનાં પ્રતિપત્તિ સ્થાનો છે=ભગવાનના સેવકભાવને સ્વીકારવામાં સંખ્યાતીત સ્થાનો છે, તે કારણથી ભાવથી સેવકભાવ સ્વીકાર્યો છે તોપણ ઉપરના સેવકભાવની પ્રાપ્તિ તને થઈ નથી તે કારણથી, વિશેષ પ્રતિપત્તિ નિમિત્ત આ અમારો યત્ન છે તું ભગવાનના સેવકભાવને જે પામ્યો છે તેનાથી વિશેષ સેવકભાવને પામે તે નિમિતે આ અમારો ઉપદેશ આપવાનો યત્ન છે, જે કારણથી જીવો આ ભગવાનને સામાન્યથી જાણે છે, પણ સદ્ગુરુના સંપ્રદાય વગર વિશેષથી જાણતા નથી=જેઓ સંસારથી ભય પામ્યા છે અને જિતવચનાનુસાર સંસારનું સ્વરૂપ જાણીને તેના વિસ્તારનો ઉપાય સર્વજ્ઞનું વચન છે તેવી સ્થિરબુદ્ધિવાળા છે તેથી સર્વજ્ઞની ઉપાસના કરે છે. અને સર્વજ્ઞતા વચનને જાણવા કંઈક થત કરે છે એવા જીવો આ ભગવાનને સામાન્યથી જાણે છે છતાં સુગુરુના સંપર્ક વગર પરમાત્માના સ્વરૂપને વિશેષથી જાણતા નથી. તે કારણથી ભગવાનના વિશેષ સ્વરૂપને જાણતા નથી તે કારણથી, આ પ્રમાણે-પૂર્વમાં વર્ણન કર્યું એ પ્રમાણે, તે ગુરુઓ તે જીવની આગળ ભગવાનના ગુણોનું વર્ણન કરે છે=ભગવાન કેવી નિષ્કલ અવસ્થાવાળા છે તેવા ગુણોનું વર્ણન કરે છે, સંસારી જીવ મોહકીકલાવાળા હોવાથી ભગવાનના નિષ્કલ સ્વરૂપને ચર્મચક્ષુથી જોઈ શકતા નથી પરંતુ શ્રુતપરિકર્મિતમતિથી કંઈક જોઈ શકે છે. તેવા જીવોને ગુરુઓ જ્યારે પોતાની વિશેષ પ્રકારની શ્રુતપરિકર્મિતમતિના બળથી ભગવાનના ગુણોનું વર્ણન કરે છે તેનાથી તે જીવને પણ ભગવાનનું નિષ્કલ સ્વરૂપ વિશેષ વિશેષતર દેખાય છે. તે વિશેષ-વિશેષતર બોધ કરાવવા અર્થે સુગુરુઓ તે જીવતી આગળ ભગવાનના ગુણોનું વર્ણન કરે છે અને પોતાને પણ તેમના કિંકર બતાવે છે. અને તે જીવને વિશેષથી નાથપણારૂપે ભગવાનને ગ્રહણ કરાવે છે.
ઉપદેશક ભગવાનના વિશેષગુણોનું વર્ણન કર્યા પછી કહે છે કે અમે પણ ભગવાન જેવા નિષ્કલ થવા અર્થે તેમના વચનનું જ સદા અવલંબન લઈને તેમના સેવકભાવને ધારણ કરીએ છીએ. વળી પ્રસ્તુત જીવ પણ ભગવાનના માર્ગને પામેલા હોવાથી ભગવાનના કિંકરભાવને પામેલ છે તોપણ જેમ જેમ ભગવાનના ગુણોથી રંજિત થઈને ઉપર ઉપરની ભૂમિકાને પામશે તેમ તેમ વિશેષ કિંકરભાવ પામશે તેથી ધર્મગુરુઓ તે જીવને ભગવાનનું સૂક્ષ્મસ્વરૂપ બતાવીને વિશેષથી નાથપણા રૂપે ગ્રહણ કરાવે છે.
ભગવાનના વિશેષ ગુણોમાં તેને કૌતુક ઉત્પાદન કરાવે છે=ભગવાનના વિશેષ ગુણોને જાણવા માટેની ઉત્કટ જિજ્ઞાસા ઉત્પન્ન કરાવે છે, તેના જ્ઞાનના ઉપાયભૂત ભગવાનના વિશેષ ગુણોના જ્ઞાનના ઉપાયભૂત, રાગાદિ ભાવરોગોની અલ્પતાને કહે છે=જેમ જેમ રાગાદિ ભાવરોગ અલ્પ થશે તેમ તેમ ભગવાનના નિરાકુલ સ્વરૂપનું વિશેષ વિશેષ જ્ઞાન થશે, તેનું પણ કારણ=રાગાદિ ભાવ રોગની અલ્પતાનું પણ કારણ, જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ ત્રણ પ્રકારને બતાવે છે જેમ જેમ શ્રુતપરિકર્મિતમતિથી સૂક્ષ્મબોધ કરવામાં આવશે જેના કારણે સૂક્ષ્મરુચિ પ્રગટ થશે અને જેનાથી કષાયોની વિહ્વળતા ઘટશે એવી ચારિત્રની પરિણતિ પ્રગટ થશે તે રત્નત્રયી જ રાગાદિ ભાવરોગની અલ્પતાનું કારણ છે તેમ બતાવે છે, અને પ્રતિક્ષણ તેના રત્નત્રયીના, આસેવાનો ઉપદેશ આપે છે, તેના આસેવન