________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
૩૦૫
નાથ કહે તે ઉચિત છે. પરંતુ વીતરાગ સર્વજ્ઞ જ સામાન્યથી સન્માર્ગ બતાવીને જીવોના ગુણોનું રક્ષણ કરનાર અને ગુણોની વૃદ્ધિને ક૨ના૨ હોવાથી નાથ છે અન્ય કોઈ નાથ નથી. અન્ય ગુરુ પણ જિનવચનનું જ કથન કરીને યોગ્ય જીવોને જિનવચનના સેવકભાવ પ્રાપ્ત કરાવે છે અને જેઓ જિનવચનના સેવકભાવને પ્રાપ્ત કરે છે તેઓના ભગવાન નાથ છે.
દ્દિ=જે કારણથી, તે જ=પરમાત્મા સર્વજ્ઞ જ, ચરાચર એવા આ ત્રિભુવનના પાલક હોવાથી નાથ થવા માટે યોગ્ય છે. વિશેષથી વળી, જે જીવો ભગવાનથી પ્રણીત જ્ઞાન, દર્શન, ચારિત્રપ્રધાન એવા દર્શનમાં=શાસનમાં, વર્તે છે તેઓના=તે જીવોના, આ નાથ છે=ભગવાન જગતના જીવોને સન્માર્ગ બતાવીને સર્વત્ર ઉચિત પ્રવૃત્તિ કરવાનો ઉપદેશ આપે છે જેનાથી મહાત્માઓ છકાયનું પાલન કરે છે તેથી સંસારવર્તી પૃથ્વીકાયાદિ અચર જીવોનું અને ત્રસ એવા ચર જીવોનું પણ રક્ષણ થાય છે તેથી ચરાચર જીવોનું પાલન કરનારા હોવાથી ભગવાન સર્વજીવોના નાથ છે. વિશેષથી વળી જેઓ ભગવાનના વચનાનુસાર રત્નત્રયીમાં યત્ન કરે છે તેઓમાં ભગવાન અપૂર્વ ગુણોનો યોગ કરાવે છે અને પૂર્વમાં પ્રગટેલા ગુણોનું રક્ષણ કરે છે તેથી તે જીવોના વિશેષથી નાથ છે. આવા જ=સર્વજ્ઞ ભગવાનના જ, કિંકરભાવને સ્વીકારીને મહાત્માઓ કેવલરાજ્યની પ્રાપ્તિ દ્વારા ભુવનને પણ પોતાનું કિંકર કરે છે.
જેઓ નિત્ય ભગવાનની આજ્ઞાનું સ્મરણ કરીને=ભગવાને શક્ય અનુષ્ઠાનમાં અપ્રમાદ કરીને આત્માને ગુણોની સમૃદ્ધિવાળો કરવા યત્ન કરવો જોઈએ અને અશક્ય અનુષ્ઠાનમાં ચિત્તથી રાગ ધારણ કરવો જોઈએ અને ભાવન કરવો જોઈએ કે ક્યારે તેવું બળસંચય થાય કે હું તે ઉત્તમ અનુષ્ઠાન સેવીને વિશેષ પ્રકારની ગુણસમૃદ્ધિને પામીશ આ પ્રકારે જેઓ ભગવાનની આજ્ઞાનું નિત્ય સ્મરણ કરીને, ઉચિત પ્રયત્ન કરે છે, તેઓ ભગવાનના કિંકરભાવને પામેલા છે અને તેના બળથી જ ઉત્તરોત્તર ભૂમિકાના સત્ત્વના સંચયને કરીને તે મહાત્માઓ કેવલજ્ઞાન રૂપી રાજ્યને પ્રાપ્ત કરે છે. જેથી જગતના સર્વભાવો પ્રત્યે અસંગભાવવાળા થવાથી ભુવનને પણ પોતાનો કિંકર કરે છે.
જે વળી પાપિષ્ઠ પ્રાણીઓ છે તેઓ આ ભગવાનના નામને પણ જાણતા નથી. ભાવિભદ્ર જીવો સ્વકર્મવિવરથી આમના દર્શનને પ્રાપ્ત કરે છે=જે જીવોમાં ગાઢમોહનો ઉદય છે તેઓ સંસારના આરંભ સમારંભ જ કરે છે, ક્વચિત્ બાહ્યથી ધર્માનુષ્ઠાન કરતા હોય તોપણ પરમાર્થથી ભગવાનના સ્વરૂપનો બોધ કરાવે તે રૂપે ભગવાનના નામને પણ જાણતા નથી. વળી, જેઓ ભાવિભદ્ર જીવો છે, તેઓ તત્ત્વને જોવામાં બાધક એવા પોતાનાં કર્મોના ક્ષયોપશમભાવરૂપ વિવરથી કંઈક અંશથી વીતરાગને વીતરાગરૂપે જાણે છે તેઓ તેટલા અંશમાં ભગવાનના દર્શનને પ્રાપ્ત કરે છે, અને જે કારણથી તું આટલી ભૂમિકામાં અધ્યારૂઢ છો=સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને કંઈક અંશથી વિરતિને પ્રાપ્ત કરીને પરમાત્માના પારમાર્થિક સ્વરૂપને સૂક્ષ્મ જોઈ શકે એવી ભૂમિકામાં સ્થિત છો, આથી તારા વડે ભાવથી ભગવાન સ્વીકારાયેલા જ છે=ભગવાનના વચનનું અવલંબન લઈને એ જ મારા માટે શ્રેય છે એ પ્રકારની પરિણતિ વર્તતી હોવાથી પરમાત્માને જ નાથરૂપે તેં સ્વીકાર્યા છે, ફક્ત