________________
૨૨૦
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ પ્રતિકૂળ વર્તતો નથી. વળી, બધી કળાઓમાં કુશળ હોવાથી સુખપૂર્વક આપત્તિઓમાંથી પોતાનું રક્ષણ કરાવવા સમર્થ છે, તેમ આત્મામાં પ્રગટ થયેલો ધર્મનો પરિણામ આત્મા માટે અત્યંત વિશ્વાસનું સ્થાન છે. આથી જ ધર્મને પામેલા મહાત્માઓને સ્થિર વિશ્વાસ હોય છે કે આ ધર્મરૂપ મિત્ર મારી સાથે હશે તો ક્યારેય પણ મારો દુર્ગતિમાં પાત થશે નહીં, અને મારા દરેક ભવો અધિક અધિક સુખનાં કારણ બનશે તેથી સદા તે ધર્મ મિત્રની સલાહ લઈને સર્વ ઉચિત પ્રવૃત્તિ કરે છે, અને જેઓ ધર્મના મિત્રની સલાહથી સર્વ કૃત્યો કરે છે તેને સંસારમાં ક્યારેય આપત્તિ આવતી નથી.
વળી, ધર્મ જ સુરકુમારના આકારને ધારણ કરનારા, ચિત્તના આતંદના અતિરેકના હેતુ એવા
પુત્રો છે..
કોઈ પુણ્યશાળીના સુંદર આકારવાળા પુત્રો હોય, હંમેશાં પિતાના ચિત્તને અનુસરનારા હોય, એવા પિતાને માટે ચિત્તના આનંદના અતિરેકના હેતુ બને છે, તેમ ક્ષયોપશમભાવ રૂપે પ્રગટ થયેલો ધર્મ આત્મામાં ઉત્તમ સંસ્કારો આધાન કરીને અને તટ્સહવર્તી પુણ્યાનુબંધી પુણ્યનું અર્જન કરીને જીવને હંમેશાં આનંદના અતિશયને આપવાનું કારણ બને છે.
વળી, ધર્મ જ શીલ, સૌંદર્ય અને ગુણથી પ્રાપ્ત કરેલી છે જયપતાકા જેણે એવી કુલની ઉન્નતિના નિમિત્તભૂત પુત્રી છે.
જેમ કોઈક પુત્રી અત્યંત શીલસંપન્ન હોય, સૌંદર્યવાળી હોય, ઔદાર્ય, ગાંભીર્યાદિ ગુણોથી યુક્ત હોય તેવી પુત્રી જે ઉત્તમ ઘરોમાં જાય ત્યાં પણ તેના કુલની ઉન્નતિનું કારણ બને છે, કેમ કે લોકોમાં કહેવાય છે કે ફલાણા શ્રેષ્ઠીની આ પુત્રી છે તેથી આવી ઉત્તમ પ્રકૃતિવાળી છે – તેમ આત્મામાં કરાયેલો ધર્મ જ તમારા કુલની ઉન્નતિનું કારણ બને છે, કેમ કે સમ્યગુ રીતે સેવાયેલો ધર્મ દરેક ભવોમાં ઉત્તરોત્તર અધિક શ્રેષ્ઠ કુળોની પ્રાપ્તિ કરાવે છે.
ધર્મ જ અવ્યભિચારી બંધુ વર્ગ છે.
જેમ સારો બંધુ હંમેશાં જીવના હિતની ચિંતા કરે અને તેવો બન્ધવર્ગ ક્યારેય હિતની ચિંતામાં વ્યભિચારી ન બને તેમ ધર્મ પણ તેવા ગુણવાળો બંધુવર્ગ છે; કેમ કે સમ્યગુ રીતે સેવાયેલો ધર્મ આત્મામાં પુણ્યબંધ રૂપે અને ઉત્તમ સંસ્કાર રૂપે વ્યવસ્થિત રહીને દરેક ભવોમાં અધિક-અધિક હિતની પરંપરાનું સર્જન કરે છે.
ધર્મ જ વિનીત પરિવાર છે; કેમ કે જેમ વિનયસંપન્ન પરિવાર જીવતે હંમેશાં આ@ાદ કરે છે તેમ સમ્યમ્ રીતે સેવાયેલો ધર્મ તત્કાલ જ ક્લેશના અપગમથી આનંદ ઉત્પન્ન કરે છે અને ઉત્તરોત્તર અનુકૂળતાની પ્રાપ્તિ કરાવીને સુખની પરંપરાનું કારણ બને છે. ધર્મ જ નરેશ્વરતા છે; કેમ કે મોટા રાજવીને હંમેશાં હું સુખી છું તેવો સંતોષ હોય છે, તેમ સમ્યમ્ રીતે સેવાયેલા ધર્મથી આત્મામાં પ્રગટેલ ઉત્તમ પરિણતિરૂપ ધર્મ હંમેશાં હું સમૃદ્ધિવાળો છું સુખી છું એ પ્રકારની બુદ્ધિ ઉત્પન્ન કરે છે. ધર્મ જ ચક્રવર્તીપણું છે; કેમ કે હું મહાન સમૃદ્ધિવાળો છું તેવી ચક્રવર્તીને જેમ બુદ્ધિ છે તેમ ધર્માત્માને હું અંતરંગ ઘણી સમૃદ્ધિથી સમૃદ્ધ છું એવી સ્થિર બુદ્ધિ થાય છે. વળી, ધર્મ જ વિબુધભાવ છે દેવનો