________________
૨૩૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ च वर्णपुष्टिधृतिबलमनःप्रसादौर्जित्यवयःस्तम्भसवीर्यतातुल्यानात्मगुणान् समस्तानाविर्भावयति, तथाहितज्जीवे वर्तमानं प्रभवो धैर्यस्य कारणमौदार्यस्याऽऽकरो गाम्भीर्यस्य, शरीरं प्रशमस्य, स्वरूपं वैराग्यस्यातुलहेतुर्योत्कर्षस्य आश्रयो निर्द्वन्द्वतायाः कुलमन्दिरं चित्तनिर्वाणस्य उत्पत्तिभूमिर्दयादिगुणरत्नानां, किं चानेन? यत्तदनन्तज्ञानदर्शनवीर्यानन्दपरिपूर्णमक्षयमव्ययमव्याबाधं धाम तदपि तत्सम्पाद्यमेवेत्यतोऽजरामरत्वमपि तज्जनयतीत्युच्यते, तस्मादेनमनेन ज्ञानदर्शनचारित्रत्रयेण सम्यगुपक्रम्य जीवं क्लिष्टकर्मकलाजालान् मोचयामीति सद्धर्मगुरुरपि चित्तेऽवधारयति। ઉપનયાર્થ :
ભેષજત્રયીની ઉપમાવાળી રત્નત્રયીનું માહાભ્ય અને તે મહાતસનિયુક્ત વડે જે વિચાર કરાયો, શું વિચાર કરાયો ? તે “યથા'થી બતાવે છે. કેવી રીતે આ રાંકડો વીરોગી થાય ? ત્યારપછી મનમાં વિચારતા એવા તેમના વડે ફરી વિચારણા કરાઈ. અરે ! આવા રોગના નિરાકરણનો ઉપાય વિદ્યમાન છે, જે કારણથી મારી પાસે સુંદર ત્રણ ઔષધિઓ વિદ્યમાન છે તે આ પ્રમાણે – એક વિમલાલોક નામનું પરમ અંજન છે, વિધાનથી વિધિપૂર્વક પ્રયોગ કરાતું તે અંજન સમસ્ત નેત્રરોગોનો નાશ કરે છે. સૂક્ષ્મ-વ્યવહિત અતીત-અનાગત ભાવના વિલોકનમાં દક્ષ ચક્ષુ ઉત્પન્ન કરે છે.
વિમલ આલોકન છે જેનાથી એવું જે ઔષધ તે વિમલાલોક અંજન અને જેઓમાં ગુણવાન ગુરુ તેની યોગ્યતાનો ખ્યાલ રાખીને તે પ્રકારે વિધિપૂર્વક તે અંજનનો પ્રયોગ કરે અર્થાત્ જે જીવની જે પ્રકારની યોગ્યતા હોય તે યોગ્યતા અનુસાર તેને આત્મહિતને અનુકૂળ સૂક્ષ્મપદાર્થો દેખાય તે પ્રકારે ઉચિત ઉપદેશ આપીને તે યોગ્ય જીવના અંતરંગ ચક્ષુના રોગોનો નાશ કરે તો ગુણવાન ગુરુના વચનના બળથી જીવને પરલોક, પુણ્ય, પાપકર્મની વ્યવસ્થા ઇત્યાદિ સાક્ષાત્ ચક્ષુથી જે દેખાતા નથી, તેવા સર્વ ભાવોને જોવા માટે સમર્થ બને તેવી અંતરંગ ચક્ષની પ્રાપ્તિ થાય છે જે વિમલાલોક અંજનનું કાર્ય છે અને તે શ્રુતજ્ઞાનથી પરિસ્કૃતમતિજ્ઞાનના ઉપયોગ રૂપ છે.
અને બીજું તત્વપ્રીતિકર નામનું સતીર્થનું પાણી છે. તે વળી, વિધિપૂર્વક સ્વાદ કરાતા બધા રોગતા સમૂહની અલ્પતાને કરે છે. અને દૃષ્ટિની અવિપરીત અર્થગ્રહણમાં ચતુરતાને કરે છે. વળી, વિશેષથી ઉત્પાદનું ઉદ્દલન કરે છે.
યોગ્ય ઉપદેશક ગુરુ મોહની આકુલતા રહિત પોતાના આત્માનું પારમાર્થિક સ્વરૂપ યોગ્ય શ્રોતાને તેના ક્ષયોપશમ અનુસાર સ્પર્શી શકે તે રીતે બોધ કરાવે છે અને જીવનું તે પારમાર્થિક સ્વરૂપ જ જીવ માટે એકાંતે હિત છે અને તેની પ્રાપ્તિનો ઉપાય જિનવચન કઈ રીતે છે તે સૂક્ષ્મયુક્તિપૂર્વક બતાવે છે. જેથી યોગ્ય શ્રોતાને ભગવાનનાં સર્વ વચનો આત્મામાં વીતરાગભાવને અનુકૂળ ઉત્તમ પરિણતિ પ્રગટ કરીને ક્લેશનાશ દ્વારા સુખની પરંપરાનું કારણ છે તેવો બોધ થાય છે. તેવો બોધ થવાને કારણે તે શ્રોતા