________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
૨૬૫
तावद्धर्मस्य त्रीण्येव रूपाणि द्रष्टव्यानि भवन्ति, तद्यथा - कारणं, स्वभावः, कार्यं च, तत्र सदनुष्ठानं धर्मस्य कारणं, तद् दृश्यत एव, स्वभावः पुनर्द्विविधः - साश्रवोऽनाश्रवश्च तत्र साश्रवो जीवे शुभपरमाणूपचयरूपः, अनाश्रवस्तु पूर्वोपचितकर्मपरमाणुविलयमात्रलक्षणः, स एष द्विविधोऽपि धर्मस्वभावो योगिभिर्दृश्यते, अस्मादृशैरप्यनुमानेन दृश्यत एव । कार्यं पुनर्धर्मस्य यावन्तो जीवगताः सुन्दरविशेषाः तेऽपि प्रतिप्राणिप्रसिद्धतया परिस्फुटतरं दृश्यन्त एव, तदिदं कारणस्वभावकार्यरूपत्रयं पश्यता धर्मस्य किं न दृष्टं भवता ? येनोच्यते न दृष्टो मया धर्म इति यस्मादेतदेव त्रितयं धर्मध्वनिनाऽभिधीयते, केवलमेष विशेषो यदुत - सदनुष्ठानं कारणे कार्योपचाराद्धर्म इत्युच्यते, यथा तन्दुलान् वर्षति पर्जन्य इति, स्वभावस्तु यः साश्रवो निगदितः स पुण्यानुबन्धिपुण्यरूपो विज्ञेयः, यः पुनरनाश्रवः स निर्जरात्मको मन्तव्यः । स एष द्विविधोऽपि स्वभावो निरुपचरितः साक्षाद्धर्म एवाभिधीयते, ये त्वमी जीववर्त्तिनः समस्ता अपि सुन्दरविशेषाः ते कार्ये कारणोपचाराद्धर्मशब्देन गीयन्ते यथा ममेदं शरीरं पुराणं कर्मेति' ।
ઉપનયાર્થ :
તે આ સાંભળીને=પૂર્વમાં વર્ણન કર્યું તે આ સાંભળીને, તે જીવ કહે છે હે ભગવન ! આ અર્થકામ સાક્ષાત્ દેખાય છે, ભગવાન તમારા વડે જે આ ધર્મવર્ણન કરાયું તે અમારા વડે કયાંય દેખાતો નથી. તેથી આવું જે સ્વરૂપ છે તે બતાવો. તેથી=આ જીવને ધર્મ દેખાતો નથી માટે તેનું સ્વરૂપ બતાવો તેમ કહે છે તેથી, ધર્મસૂરિ કહે છે હે ભદ્ર ! મોહાન્ધ જીવો આને જોતા નથી. વળી, વિવેકીઓને ધર્મ પ્રત્યક્ષ જ છે.
જે જીવો માત્ર બાહ્યપદાર્થને જોનારા છે તેઓને અર્થકામ ચર્મચક્ષુથી દેખાય છે. અંતરંગ જીવની ધર્મરૂપ પરિણિત જોઈ શકે તેવો જેને ક્ષયોપશમ નથી તેઓને માત્ર અર્થકામ પ્રત્યક્ષ છે, ધર્મ પ્રત્યક્ષ નથી. પરંતુ ઉચિત ક્રિયાઓ દ્વારા આત્મામાં પ્રગટ થતી સ્વસ્થતાની પરિણતિ રૂપ ધર્મ જોવાની વિવેકદૃષ્ટિ પ્રગટી છે તેવા મહાત્માઓને ધર્મ પ્રત્યક્ષ જ છે. અર્થાત્ સ્વસંવેદનથી પ્રતીત છે.
સ્પષ્ટ કરવા અર્થે ‘તથાન્તિ'થી કહે છે. સામાન્યથી ધર્મનાં ત્રણ જ સ્વરૂપ જાણવાં=વિશેષથી ધર્મના અનેક ભેદ હોવા છતાં સામાન્યથી ધર્મનાં ત્રણ સ્વરૂપો દૃષ્ટવ્ય થાય છે. આ પ્રમાણે – કારણધર્મ, સ્વભાવધર્મ અને કાર્યધર્મ, ત્યાં=ત્રણ પ્રકારના ધર્મમાં, સઅનુષ્ઠાન ધર્મનું કારણ છે=અંતરંગ ધર્મની નિષ્પત્તિનું કારણ બને તે રીતે સમ્યગ્ સેવાયેલું ઉચિત અનુષ્ઠાન ધર્મનું કારણ છે, તે=કારણ ધર્મ, દેખાય જ છે. વળી, તે સ્વભાવધર્મ બે પ્રકારનો છે સાશ્રવ અને અનાશ્રવ. ત્યાં=સ્વભાવધર્મમાં સાશ્રવ ધર્મ જીવમાં, શુભ પરમાણુના ઉપચયરૂપ છે=મોક્ષના અપ્રતિપંથી એવા પુણ્યના ઉપચય સ્વરૂપ છે. વળી, અનાશ્રવ ધર્મ પૂર્વ ઉપચિત કર્મપરમાણુના વિલય માત્ર સ્વરૂપ છે=સાશ્રવ ધર્મ પુણ્યના ઉપચય સ્વરૂપ અને અનાશ્રવ ધર્મ ઘાતિકર્મના વિગમથી થયેલી જીવતી નિર્મળપરિણતિ