________________
૨૬૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
સમ્યગ્દર્શનનું સ્વરૂપ તેથી પૂર્વમાં ગુરુએ કહ્યું કે આ ધર્મ અનુમાન દ્વારા આપણે પણ જોઈ શકીએ છીએ તે ધર્મ ત્રણ પ્રકારનો છે તેથી, ફરી આ જીવ કહે છે– હે ભગવન્! આ ત્રણ પ્રકારના ધર્મમાં કયો ધર્મ પુરુષ વડે ઉપાદેય છે? તેથી ધર્મગુરુ કહે છે– હે ભદ્ર ! સદ્અનુષ્ઠાન જ–ત્રણ પ્રકારના ધર્મમાંથી સદ્અનુષ્ઠાનમાં જ, જીવે પ્રયત્ન કરવો જોઈએ; કેમ કે તેનું જ=સઅનુષ્ઠાનનું જ, ઇતરદ્રયનું સંપાદકપણું છે.
માત્ર બાહ્ય ક્રિયાને નહીં, પરંતુ દઢપ્રણિધાનપૂર્વક ભાવધર્મ નિષ્પન્ન થાય તે પ્રકારના અંતરંગ પ્રયત્નપૂર્વક સેવાયેલું અનુષ્ઠાન જ અનુષ્ઠાન છે અને તે અનુષ્ઠાન જ ઉપાદેય છે; કેમ કે તે સદ્અનુષ્ઠાનના સેવનથી અવશ્ય અંતરંગ નિર્મળ પ્રકારનું ચિત્ત ઉત્પન્ન થાય છે અને તે ચિત્ત પુણ્ય, ઉપચય અને નિર્જરારૂપ ધર્મને પ્રગટ કરે છે, જેનાથી કાર્યધર્મ અવશ્ય પ્રાપ્ત થાય છે. તેથી કારણધર્મરૂપ સદ્ધનુષ્ઠાન સ્વભાવધર્મ અને કાર્યધર્મનું અવશ્ય સંપાદક છે.
તે કહે છે પ્રસ્તુત જીવ ગુરુનાં એ વચન સાંભળીને કહે છે – વળી તે સઅનુષ્ઠાન શું છે? તેથી સદ્ધર્મસૂરીશ્વર કહે છે – હે સૌમ્ય ! સાધુધર્મ અને ગૃહસ્થ ધર્મ રૂપ સઅનુષ્ઠાન છે. વળી, બે પ્રકારના પણ તેનું સઅનુષ્ઠાનનું, મૂલ સમ્યગ્દર્શન છે. તેથી આ જીવ કહે છે – ભગવન્! પૂર્વમાં તમારા વડે આ સમ્યગ્દર્શન બતાવાયેલું હતું, પરંતુ ત્યારે મારા વડે અવધારણ કરાયું ન હતું તે કારણથી હવે કહો આનું=સમ્યગ્દર્શનનું, સ્વરૂપ શું છે? તેથી સંક્ષેપથી પ્રથમ અવસ્થાને ઉચિત આવી આગળ ધર્મગુરુઓ સમ્યગ્દર્શનનું સ્વરૂપ વર્ણન કરે છે.
પૂર્વમાં ધર્મગુરુએ સમ્યગ્દર્શનનું સ્વરૂપ બતાવ્યું હતું છતાં પ્રસ્તુત જીવ કોઈક રીતે કુવિકલ્પમાં ચઢેલ હોવાથી તેના પારમાર્થિક સ્વરૂપને સ્પર્શે તે રીતે સાંભળવા તત્પર થયેલો નહીં, એ હવે સદ્ધર્મગુરુએ ચાર પ્રકારના પુરુષાર્થનું વર્ણન કર્યું. તેથી પોતાની રુચિ અનુસાર અર્થ-કામનું વર્ણન સાંભળીને તત્ત્વને અભિમુખ થયેલો જીવ ધર્મનું સ્વરૂપ સાંભળીને ધર્મના સ્વરૂપના વિષયમાં જિજ્ઞાસાવાળો બને છે. તેથી પ્રયત્નના વિષયભૂત અનુષ્ઠાનરૂપ ધર્મના સ્વરૂપની પૃચ્છા કરે છે. તે ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે તેમ સાંભળીને પૂર્વના વર્ણન કરાયેલા સમ્યગ્દર્શનનું સ્મરણ થયું, પરંતુ તેના પરમાર્થનો બોધ ત્યારે થયો નહીં. હવે જિજ્ઞાસાપૂર્વક પૃચ્છા કરે છે તેથી તેને સમ્યગ્દર્શનનો પારમાર્થિક બોધ થાય તેને માટે સંક્ષેપથી પ્રથમ અવસ્થાને ઉચિત સમ્યગ્દર્શનનું સ્વરૂપ ગુરુઓ બતાવે છે.
તે આ પ્રમાણે- હે ભદ્ર! જે રાગ, દ્વેષ, મોહાદિ રહિત અનંતજ્ઞાન, દર્શન, વીર્ય, આનંદઆત્મક, સમસ્ત જગતના અનુગ્રહમાં તત્પર, સકલ કલાવગરના સ્વરૂપવાળા=સંસારી જીવોની જે પ્રકારની મોહને કારણે થતી જે પ્રવૃત્તિ છે તેવી સર્વકલાથી રહિત પ્રવૃત્તિવાળા, પરમાત્મા તે જ પરમાર્થથી દેવ છે એ પ્રકારની બુદ્ધિથી તેમના ઉપર જે ભક્તિનું કરવું તેમના પ્રત્યે ભક્તિ થાય તે પ્રકારે પૂજાદિ ક્રિયા કરવી, અને તેમના વડે જ કહેવાયેલા જે જીવ, અજીવ, પુષ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષ નામના નવ પદાર્થો તે અવિતથ જ છે યથાર્થ જ છે, એવા પ્રકારે પ્રતિપત્તિ=સ્વીકાર, અને