________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
૨૭૩
તે જીવની અનિચ્છા હોવા છતાં દિવસમાં એક વખત ઉપાશ્રયમાં આવવાનો આગ્રહ કરે છે. અને મહાત્માની નિઃસ્પૃહ પ્રવૃત્તિ જોઈને કંઈક તેની ચક્ષુ તત્ત્વને અભિમુખ બને છે તે મિથ્યાત્વ અવસ્થામાં જ સમ્યક્તને અભિમુખ એવું નિર્મળ મતિજ્ઞાન છે. અને જ્યારે ચાર પ્રકારના પુરુષાર્થો કહીને ધર્મપુરુષાર્થને સાંભળવા તેને અત્યંત અભિમુખ કરે છે અને જ્યારે તે જીવ ધર્મપુરુષાર્થના માહાભ્યને કંઈક જાણીને વિશેષ જિજ્ઞાસાથી સમજવા યત્ન કરે છે ત્યારે ધર્મનું સ્વરૂપ બતાવીને જે સમ્યક્તનું વિશિષ્ટ સ્વરૂપ બતાવ્યું તેનાથી તે જીવને જે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઈ તે તત્ત્વપ્રીતિકર પાણી પિવડાવવા તુલ્ય છે. અને જ્યારે જીવને તત્ત્વના સૂક્ષ્મબોધપૂર્વક તત્ત્વની પ્રીતિ થાય છે. ત્યારે તે જીવને આખો ભવપ્રપંચ નિઃસાર જણાય છે. અને કર્મરહિત અવસ્થા જ સાર દેખાય છે. અને કર્મ રહિત અવસ્થાની પ્રાપ્તિનો ઉપાય સુદેવની ઉપાસના, સુગુરુની ભક્તિ અને સર્વજ્ઞકથિત ધર્મનું સેવન દેખાય છે. તેથી શક્તિઅનુસાર તે જીવ દેવગુરુની ભક્તિ કરે છે. અને દાન, શીલ, તપ, ભાવ રૂપ ચાર પ્રકારના ધર્મના સ્વરૂપને જાણવા યત્ન કરે છે અને જાણીને સદા શક્તિઅનુસાર સેવવા યત્ન કરે છે. તેથી તે જીવના રાગાદિ સર્વ ભાવ રોગો અલ્પ-અલ્પતર થાય છે. જેથી વર્તમાનભવમાં સંચિતવીર્યવાળો થાય છે અને તેના કારણે બંધાયેલ શ્રેષ્ઠ પુણ્યના બળથી જન્માંતરમાં ઉત્તમ દેવગતિને પામશે અને જ્યાં અધિક અધિક ધર્મની શક્તિનો સંચય થાય તેવી સર્વસામગ્રી હોવાથી વર્તમાનના ભવ કરતાં પણ અધિક શ્રેષ્ઠ મનુષ્યભવને પામીને મુક્તિને પ્રાપ્ત કરશે અથવા સુદેવત્વના અને સુમાનુષત્વના કેટલાક ભવો પ્રાપ્ત કરીને મોક્ષને પ્રાપ્ત કરશે.
ઉપનય :
सम्यग्दर्शनप्राप्तिमाहात्म्यम् यथा च तेन रोरेण स्वस्थीभूतचेतसा चिन्तितं, यदुत-अयं पुरुषो ममात्यन्तवत्सलो महानुभावस्तथापि मया मोहोपहतेन पूर्वं वञ्चकोऽयं हरिष्यत्यनेन प्रपञ्चेन मामकं भोजनमिति कल्पितः, ततो धिङ्मां दुष्टचिन्तकं, तथाहि-यद्ययं हितोद्यतमतिर्न स्यात् ततः किमित्यञ्जनप्रयोगेण मम पटुदृष्टितां विहितवान् ? किमिति वा तोयपानेन स्वस्थतां संपादितवान् ? न चायं मत्तः कथञ्चिदुपकारमपेक्षते, किं तर्हि ? महानुभावतैवैकाऽस्य प्रवर्तिका इत्युक्तं, तदेतज्जीवोऽपि संजातसम्यग्दर्शनः सन्त्राचार्यगोचरं चिन्तयत्येव, तथाहि-यथावस्थितार्थदर्शितया तदाऽयं जीवो विमुञ्चति रौद्रतां, रहयति मदान्धता, परित्यजति कौटिल्यातिरेकं, विजहाति गाढलोभिष्ठतां, शिथिलयति रागप्रकर्ष, न विधत्ते द्वेषोत्कर्ष, अपक्षिपति महामोहदोषम्, ततोऽस्य जीवस्य प्रसीदति मानसं, विमलीभवत्यन्तरात्मा, विवर्द्धते मतिपाटवं, निवर्त्तते धनकनककलत्रादिभ्यः परमार्थबुद्धिः, संजायते जीवादितत्त्वेष्वभिनिवेशः, तनूभवन्ति निःशेषदोषाः, ततोऽयं जीवो विजानीते परगुणविशेषं, लक्षयति स्वकीयदोषजातं, अनुस्मरति प्राचीनामात्मावस्थां, अवबुध्यते तत्कालभाविनं गुरुविहितप्रयत्नं, अवगच्छति तन्माहात्म्यजनितामात्मयोग्यताम्।