________________
૨૯૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
विरतिः परमो धर्मः, सा चेन्मत्तोऽस्य जायते । ततः प्रयत्नसाफल्यं, किं न लब्धं मया भवेत् ? ।।३।।
अन्यच्च
महान्तमर्थमाश्रित्य, यो विधत्ते परिश्रमम् । तत्सिद्धौ तस्य तोषः स्यादसिद्धौ वीरचेष्टितम् ॥४॥
तस्मात्सर्वप्रयत्नेन, पुनः प्रत्याय्य पेशलैः । वचनैर्बोधयाम्येनं, गुरुश्चित्तेऽवधारयेत् ।।५।।
ઉપનયાર્થ :
ધર્મબોધકરના પુનઃ ચિંતનનો ઉપનય અર્થાત્ ધર્મગુરુનું ભાવકારુણ્ય
અને તેથી=પ્રસ્તુત જીવે ધર્મગુરુને ઉપર પ્રમાણે કહ્યું તેથી, આ પ્રમાણે આ જીવ બોલે છતે જે રીતે તે રસોઈયા વડે તે ભિખારીને પરમાન્નગ્રહણમાં પરામુખ જોઈને વિચારાયું, શું વિચારાયું ? તે ‘વદ્યુત’થી બતાવે છે – જુઓ આ મોહનું સામર્થ્ય, જે કારણથી આ રાંકડો સર્વવ્યાધિને કરનારા આ કદન્નમાં સક્તબુદ્ધિવાળો મારા પરમાન્નની અવગણના કરે છે અર્થાત્ ધર્મગુરુ વિચારે છે કે તુચ્છ બાહ્યભોગોનું આ જીવને જે આકર્ષણ છે તે અદ્ભુત છે જેથી તે ભોગવિલાસની પ્રવૃત્તિ રાગાદિની વૃદ્ધિ કરનારી છે તેવું જાણવા છતાં તેમાં આસક્તબુદ્ધિવાળો એવો આ જીવ સંયમના પરિણામ માટે તત્પર થતો નથી અર્થાત્ ચિત્તમાં રુચિકર લાગવા છતાં ગ્રહણ કરવા માટે ઉપેક્ષાવાળો થાય છે. અને પૂર્વમાં જ મારા વડે નિશ્ચિત કરાયું છે જે આ પ્રમાણે આ વરાકનો આ દોષ નથી=કર્મ પરવશ એવા આ જીવનો આ દોષ નથી. તો શું છે ? ચિત્તમાં વૈર્યને કરનારા રોગોનો આ દોષ છે. આથી ફરી પણ આ વરાકને વિશેષથી બોધ કરાવું, જો પ્રત્યાગતચિત્તવાળો આ જીવ આ પરમાન્નતે ગ્રહણ કરે તો આતો મહાન ઉપકાર પ્રાપ્ત થાય તે પ્રમાણે સદ્ધર્મગુરુઓ પણ વિચારે છે. તે ‘વદ્યુત’થી બતાવે છે આશ્ચર્ય છે કે આ જીવનો અપૂર્વ મહામોહ છે. જે કારણથી અનંત દુઃખના હેતુ રાગાદિ ભાવરોગને કરનારા આ વિષયરૂપી ધનાદિમાં વિશેષ રીતે નિવિષ્ટ બુદ્ધિવાળો આ જીવ અર્થાત્ ગાઢ મૂર્છાવાળો આ જીવ ભગવાનના વચનને જાણવા છતાં પણ નહીં જાણનારાની જેમ, જીવાદિ તત્ત્વની શ્રદ્ધા કરવા છતાં પણ અશ્રદ્ધાવાળા જીવની જેમ મારા વડે ઉપદેશ અપાતી સર્વક્લેશના વિચ્છેદને કરનારી વિરતિને સ્વીકારતો નથી. અથવા આ તપસ્વીનો આ દોષ નથી. તો શું છે ? તેથી કહે છે. કર્મોનો આ દોષ છે. અર્થાત્ મૂર્છા આપાદક તીવ્ર અવિરતિના ઉદયના કારણભૂત કષાયોનો આ દોષ છે. તે જ=કષાય આપાદક કર્મો જ, આ જીવને વિસંસ્થૂલ કરે છે-ધનાદિ અનર્થકારી છે ધનાદિ પ્રત્યેની વૃદ્ધિ કર્મબંધનું કારણ છે નિર્લેપચિત્ત વર્તમાનમાં સુખનું કારણ છે બાહ્યસુખની પરંપરાનું કારણ છે તેવું સ્પષ્ટ બોધ હોવા છતાં અનર્થકારી એવી ભોગની લાલસાને છોડવા માટે
=
1