________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
૩૦૧ આપો. તેથી=પ્રસ્તુત જીવે ધર્મગુરુને આ પ્રમાણે કહ્યું તેથી, જે પ્રમાણે તે રાંકડાના આગ્રહવિશેષને જાણીને તે સૂરિએ વિચાર કર્યો, હમણાં આના શિક્ષણનો ઉપાય અન્ય નથી તેને કદન્ન છોડાવા માટેનો અન્ય ઉપાય નથી, તેથી આ હોતે છતે જ=ધન, વિષયાદિરૂપ ભોગસામગ્રી હોતે છતે જ, અપાવો–પરમાત્તરૂપ ચારિત્ર અપાવો, પાછળથી જ્ઞાત મારા અન્નના ગુણવાળો–પરમાત્તના ગુણો જાગ્યા છે એવો આ જીવ સ્વયમ્ આ કદન્નનો ત્યાગ કરશે, અને આ રીતે વિચારીને તેમના વડે= સદ્ગુરુ વડે, તે= પરમાન્ન, અપાયું. ઈતર વડે–તે ભિખારી વડે, ખવાયું. તેના ઉપયોગથી ભૂખ શાંત થઈ=પરમાન્નના સેવનથી ચિત્ત શાંત વૃત્તિવાળું થવાથી ભોગોની લાલસા શાંત થઈ, અને ગૃદ્ધિરૂપ રોગો અલ્પ થયા, અંજન અને સલિલજનિત સુખથી અધિકતર સુખ પ્રવદ્ધિત થયું. મનનો પ્રસાદ થયો=વિષયોની લાલસા અલ્પ થવાને કારણે સુખની વૃદ્ધિ થઈ અને સુખનો અતિશય થવાથી મત અધિક આનંદિત થયું, તેના દાયક તે પુરુષમાં પરમાત્તના દાયક તે પુરુષમાં, ભક્તિ પ્રાદુર્ભત થઈ. અને આeગુરુ, તેના વડે કહેવાયા, જે પ્રમાણે તમે જ મારા નાથ છો અર્થાત્ મારું યોગ ક્ષેમ કરનારા છો અર્થાત્ મારા દોષોથી રક્ષણ કરનારા છો અને મારામાં ગુણોનું યોગ કરનારા છો માટે સાથ છો, જે કારણથી ભાગ્યવિકલ પણ એવો હું આ રીતે પૂર્વમાં ગુરુએ જે અત્યંત સંવેગપૂર્વક પરમાત્ર આપવા માટે યત્ન કર્યો એ રીતે, અનુકંપિત કરાયો તે પ્રમાણે ધર્મગુરુઓ પણ આ રીતે પૂર્વમાં કહ્યું કે પ્રસ્તુત જીવ ધર્મગુરુને કહે છે કે આ ધન-વિષયાદિ હું છોડી શકું તેમ નથી તે હોતે છતે જ તમે યત્કિંચિત્ ચારિત્ર આપો એ રીતે, બદ્ધ આગ્રહપણાથી ધન-વિષયાદિકને નહીં છોડતા એવા આ જીવતા વિષયમાં કલ્પના કરે છે – હમણાં આ જીવ સર્વવિરતિ ગ્રહણ કરાવવા માટે શક્ય નથી. આ પ્રમાણે સ્થિતિ હોતે છતે દેશવિરતિ આને અપાવો તેના પાલનથી પ્રાપ્ત થયેલા ગુણવિશેષવાળો આ જીવ સ્વયં જ સર્વસંગનો પરિત્યાગ કરશે એ પ્રમાણે જાણીને તે પ્રમાણે જ કરે છે અર્થાત્ દેશવિરતિનું સૂક્ષ્મ સ્વરૂપ તે રીતે બતાવે છે કે જેથી દેશવિરતિના આચારના બળથી મોહની આકુળતા અલ્પઅલ્પતર થાય, સર્વવિરતિને અભિમુખ થાય તેવું નિર્મળચિત્ત પ્રગટે, તે પ્રમાણે કરે છે. તે કારણથી આતા દ્વારા=સદ્ગુરુએ પ્રસ્તુત જીવમાં જે વિચાર્યું એના દ્વારા, આ કહેવાયેલું થાય છે – અહીં આ ક્રમ છે.
પ્રથમ પ્રયત્નથી સર્વવિરતિની પ્રરૂપણા કરીને=જીવને સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન પ્રાપ્ત થયા પછી પ્રથમ જે રીતે સર્વવિરતિનું સૂક્ષ્મ-સૂક્ષ્મતર બોધ થાય અને સર્વવિરતિ જીવ માટે વર્તમાનમાં કઈ રીતે સુખના કારણભૂત છે, ભાવિ સુખની પરંપરાનું કઈ રીતે કારણ છે ઈત્યાદિ શ્રોતાની બુદ્ધિ અનુસાર પ્રયત્નથી પ્રથમ સર્વવિરતિની પ્રરૂપણા કરીને, ત્યારપછી સર્વથા તત્ કરણ પરાક્ષુખ જીવને જાણીને જો તે જીવને સર્વવિરતિને અભિમુખ યત્ન કરવાનો કંઈક પરિણામ છે છતાં કષ્ટ સાધ્યતાના જ્ઞાનના કારણે ગ્રહણ કરવા માટે ક્ષોભ પામે છે તો વારંવાર સર્વવિરતિનો સૂક્ષ્મબોધ કરાવીને તે જીવને સર્વવિરતિ પ્રાપ્ત થાય તેવો યત્ન કરવો જોઈએ અને જો તે જીવ સર્વથા સર્વવિરતિને સ્વીકારવા માટે પરાક્ખ છે તેમ જાણીને, તે જીવને દેશવિરતિની પ્રરૂપણા કરવી જોઈએ અને આપવી જોઈએ,