________________
૩૦૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
વળી, પ્રથમ દેશવિરતિની પ્રરૂપણા કરાયે છતે ઉપદેશક યોગ્ય જીવ સમ્યક્ત પામે ત્યારપછી તેને સર્વવિરતિનો યથાર્થ બોધ થાય તેવી પ્રરૂપણા કર્યા વગર કોઈ ઉપદેશકથી પ્રથમ જ દેશવિરતિની પ્રરૂપણા કરાયે છતે, આ જીવ તેમાં જ પ્રતિબંધને ધારણ કરે અર્થાત્ આ દેશવિરતિ જ સુંદર છે, સર્વવિરતિ કષ્ટ સાધ્ય છે તેમ વિચારીને સર્વવિરતિને ગ્રહણ કરવાને અભિમુખ શક્તિ હોવા છતાં યત્ન કરે નહીં. અને સાધુને સૂક્ષ્મ પ્રાણાતિપાત આદિમાં અનુમતિ પ્રાપ્ત થાય સર્વવિરતિની શક્તિ હોવા છતાં તે જીવ દેશવિરતિ સ્વીકારે ત્યારે જે સૂક્ષ્મ પ્રાણાતિપાતની તે જીવે વિરતિ કરી નથી તે અંશમાં સાધુને અનુમતિની પ્રાપ્તિ થાય. એથી ત્યારપછી સર્વવિરતિની શક્તિ નથી એમ જાણીને દેશવિરતિ આપે ત્યારપછી, તે દેશવિરતિનું પાલન પરમાવલેશભક્ષણ તુલ્ય જાણવું તે જીવ સર્વવિરતિ સાથે દેશવિરતિ કઈ રીતે કારણભાવ રૂપે જોડાયેલી છે અને સર્વવિરતિની પરિણતિ કઈ રીતે ત્રણ ગુપ્તિસ્વરૂપ છે તેના પરમાર્થને જાણીને તે સર્વવિરતિના પરિણામરૂપ જે ત્રણ ગુપ્તિ છે તેના અંશથી ગુપ્તિસ્વરૂપ દેશવિરતિનું પાલન જો તે જીવ કરે તો પરમાત્રલેશભક્ષણ તુલ્ય તેનું દેશવિરતિનું પાલન જાણવું. તેના ઉપયોગ દ્વારા જ-પરમાત્રલેશના ઉપયોગ દ્વારા જ, આ જીવની વિષયની આકાંક્ષારૂપ બુભક્ષા થોડીક શાંત થાય છે અર્થાત્ જે જે અંશથી ગુપ્તિનો અંશ દેશવિરતિના પાલનથી પ્રગટ થાય છે તે તે અંશથી ચિત્ત વિષયોમાં અસંશ્લેષવાળું બને છે તેથી વિષયોના સેવનની મનોવૃત્તિ કંઈક અલ્પ થવા રૂપ ઇચ્છાનું શમન થવાથી ચિત્ત શાંત થાય છે. રાગાદિ ભાવરોગો અલ્પ થાય છે પૂર્વમાં જે ભોગાદિમાં સંશ્લેષતો પરિણામ હતો તે સંશ્લેષતો પરિણામ અલ્પ થાય છે. જ્ઞાનદર્શનના સંપાદિતથી અધિકતર સ્વાભાવિક સ્વાથ્ય ૩૫ પ્રશમસુખ પ્રવર્તમાન થાય છે=જ્ઞાનદર્શનકાળમાં અનંતાનુબંધીના શમનને કારણે જે પ્રશમસુખ હતું તેનાથી અનંતર અપ્રત્યાખ્યાન કષાયના શમનને કારણે આત્માની નિરાકુળ અવસ્થા રૂપ સ્વાભાવિક સ્વાથ્ય તે રૂપ પ્રશમસુખ પ્રવિદ્ધમાન થાય છે. સદ્ભાવનાથી મનપ્રસાદ થાય છે દેશવિરતિ સ્વીકાર્યા પછી સ્વશક્તિ અનુસાર તે મહાત્મા બાર ભાવનાઓથી, મૈત્રીઆદિ ચાર ભાવનાઓથી આત્માને ભાવિત કરે છે તેથી મનમાં પ્રસાદ થાય છે. તેના દાયક એવા ગુરુમાં દેશવિરતિના સૂક્ષ્મબોધ કરાવનારા ગુરુમાં, આ મારા પરમોપકારી છે એ પ્રકારની ભાવનાથી ભક્તિ પ્રાદુર્ભાવ થાય છે અને તેઓને આ જીવ ત્યારે કહે છે. શું કહે છે તે યહુતીથી બતાવે છે – તમે મારા નાથ છો મારા ગુણોનું રક્ષણ કરનારા અને અપૂર્વગુણોનો યોગ કરનારા હોવાથી સાથ છો. જેઓ વડે હું આ રીતે દુરુકલ્પપણું હોવાને કારણે દુઃખે કરીને ઘડી શકાય એવું સ્વરૂપ હોવાને કારણે, ગાઢ અકર્મયવાળો પણ=અત્યંત પ્રયત્ન વગર ન ઘડી શકાય એવો પણ, સ્વસામર્થ્યથી કર્મણ્યતાને પ્રાપ્ત કરાવીનેeઘડી શકાય એવી અવસ્થાને પ્રાપ્ત કરાવીને, ગુણભાજનતાને પ્રાપ્ત કરાવાયો.
આ જીવ પોતાની નિર્મલબુદ્ધિથી વિચારીને ગુરુને કહે છે કે જેમ કોઈ લાકડું પ્રતિમા રૂપે ઘડવા માટે અત્યંત અયોગ્ય હોય એવો મારો જીવ પણ ધર્મક્ષેત્રમાં ઘડાવા માટે અત્યંત અયોગ્ય હતો. આથી જ ઘણા પ્રયત્ન દ્વારા તમે મારામાં ઘડાવાની યોગ્યતા પ્રગટ કરી અને જેના કારણે અત્યારે સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન