________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
૨૯૯ પરિણામ થતો નથી. એવા જીવને આશ્રયીને પ્રસ્તુતમાં કહે છે કે આ જીવને ધનવિષયાદિ રૂપ કદન્નમાં ગાઢ મૂચ્છ વર્તે છે. વળી, કેટલાક જીવોને સર્વવિરતિનો પરિણામ થતો નથી. તોપણ ધનાદિમાં એવી ગાઢ મૂચ્છ નથી તેવો સમ્યક્ત પામ્યા પછી દેશવિરતિમાં ઉદ્યમ કરનારા હોય છે. વળી કેટલાક જીવોનાં કર્મો બલવાન હોવાથી તેઓને સતત માર્ગાનુસારી ઉપદેશ આપનારા મહાત્મા મળે, વળી તેઓ પ્રતિદિન ધર્મદેશના સાંભળે. વળી સાંભળતી વખતે ચારિત્રના પરિણામ પ્રત્યે અત્યંત રાગ થાય તોપણ ચારિત્રનાં બાધક કર્મો પ્રચુર હોવાથી તેઓનું સર્વવિરતિને અભિમુખ સત્ત્વ ઉલ્લસિત થતું નથી. જેમ મલ્લીનાથ ભગવાને દીક્ષા ગ્રહણ કરી તત્કાલ જ ક્ષપકશેણીનું વીર્ય ઉલ્લસિત થયું; કેમ કે ક્ષપકશેણીના બાધક કર્મ શિથિલ હતાં, જ્યારે વીરભગવાને સંયમ ગ્રહણ કર્યું, ઘોર ઉપસર્ગો, પરિષહોની ઉપેક્ષા કરીને સમભાવમાં યત્ન કરતા હતા તોપણ વિશિષ્ટ સમભાવનાં બાધક કર્મો પ્રચુર હોવાથી સમાધિની વૃદ્ધિ અર્થે જ અનાર્યદેશમાં જાય છે
જ્યાં ઘણા ઉપસર્ગોને કારણે અંતરંગ દઢ યત્ન થવાથી વિશિષ્ટ સમભાવનાં બાધક કર્મો ક્ષીણ થાય છે. તેમ જે જીવોનાં ચારિત્રમોહનીયકર્મો પ્રચુર છે તેઓને સુગુરુ તેની બુદ્ધિ અનુસાર પ્રતિદિન ચારિત્રનું સૂક્ષ્મસૂક્ષ્મતર સ્વરૂપ બતાવે, ધનાદિ સામગ્રી કઈ રીતે ક્લેશઆપાદક કરીને જીવનો વિનાશ કરનાર છે તેનું સૂક્ષ્મ સ્વરૂપ બતાવે ત્યારે અસંગભાવના પરિણતિ રૂપ ચારિત્રના સ્વરૂપને સાંભળીને કે તીર્થકરઆદિની ભક્તિકાળમાં તીર્થકરોની યોગમુદ્રાના દર્શન કરીને ઉલ્લસિત વીર્યવાળા થાય છે. તેના બળથી તેઓનું ચારિત્રમોહનીયકર્મ પ્રતિક્ષણ ક્ષીણ ક્ષીણતર થાય છે. વળી જેઓ સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન પામ્યા પછી પણ પ્રમાદબહુલ સ્વભાવવાળા છે તેથી ઉપદેશની સામગ્રી વિદ્યમાન હોવા છતાં તેમાં અત્યંત પ્રયત્ન કરતા નથી. ભગવાનની ભક્તિકાળમાં ભગવાનના ગુણોથી ભાવિત થઈને ભગવાનના નિર્મલ ગુણોથી આત્માને ભાવિત કરતા નથી. તેઓ સમ્યગ્દર્શન પામેલા હોય તોપણ પ્રમાદને વશ સમ્યક્તથી પાતને પામે છે. જ્યારે
લાક યોગ્ય જીવો સદ્ગુરુ પાસે આવે છે. ગુરુ પાસેથી તત્ત્વને સાંભળે છે. અને સદ્ગુરુ પણ વારંવાર ચારિત્રનું જેવું સ્વરૂપ છે તેવું સૂક્ષ્મ સૂક્ષ્મતર તેની ભૂમિકા અનુસાર બતાવે છે અને ભોગાદિનું જેવું અસાર સ્વરૂપ છે તેવું જ સૂક્ષ્મ-સૂક્ષ્મતર બતાવે છે જેના બળથી તે જીવોનું સમ્યગ્દર્શન કંઈક નિર્મળ-નિર્મળતર થાય છે. આથી જ સદ્ગુરુ તેવા જીવોના હિતની ઉપેક્ષા કર્યા વગર વારંવાર તેને થયેલા સમ્યગ્દર્શનાદિના લાભનું સ્મરણ કરાવે છે અને ચારિત્ર જે પરમાર્થથી જીવ માટે નિર્વાહક છે, તેમ બતાવીને તત્ત્વને અભિમુખ એવી તેની દૃષ્ટિને નિર્મળ કરવા યત્ન કરે છે. ઉપનય :
द्रमककृतमिश्रभोजनाग्रहोपनयः (देशविरतिदानम्) ततो यथा महाप्रयत्नेनापि ब्रुवाणे तस्मिन रसवतीपतावितरेणाभिहितं, यदुत-न मयेदं स्वभोजनं मोक्तव्यं, यद्यत्र सत्येव दीयते ततो दीयतामात्मभोजनमिति। तथाऽयमपि जीवः सद्धर्मगुरुभिरेवं भूयो भूयोऽभिधीयमानोऽपि गलिरिव बलीवर्दः पादप्रसारिकामवलम्ब्येत्थमाचक्षीत, भगवन् ! नाहं