________________
૨૯૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
જાલનું ઉમૂલન કરે છે ચારિત્રમોહનીયતા ઉદયજન્ય કર્મોનો સમૂહ પૂર્વમાં પ્રાપ્ત થયેલો તે ચારિત્રના પરિણામથી જ વિનાશ પામે છે. સંસારસાગરને તરે છે અર્થાત્ જે કરાતું હોય તે કરાયું એ ન્યાયથી કર્મના નાશ દ્વારા સંસારસાગરથી તરતા હોવાને કારણે સંસારસાગરથી તરે છે. એમ કહેવાય છે. સતત આનંદરૂ૫ મોક્ષસ્થાનમાં અનંતકાળ રહે છે કર્મોનો નાશ થવાથી સંસારથી પર અવસ્થારૂપ મોક્ષને પામ્યા પછી સર્વ ઉપદ્રવ રહિત એવી મોક્ષ અવસ્થામાં સદા રહે છે. વળી, મારા વડે સંપાદન કરાયેલા જ્ઞાનથી તારો અજ્ઞાન રૂપી અંધકાર શું ગયો નથી ? અથવા દર્શન વડે મારા વડે સંપાદિત એવા દર્શન વડે, વિપર્યાસરૂપી વેતાલ શું દૂર કરાયો નથી ? જે કારણથી મારા વચનમાં પણ ચારિત્ર જ પરમાર્થથી નિર્વાહક છે, ધનાદિ નિર્વાહક નથી એ પ્રમાણે મારા વચનમાં પણ, અવિશ્રબ્ધબુદ્ધિવાળાની જેમ વિકલ્પ કરે છે=ધનાદિ નિર્વાહક થશે, ચારિત્ર નિર્વાહક થશે કે નહીં એ પ્રકારના વિકલ્પ કરે છે. તે કારણથી જેમ જ્ઞાન-દર્શનના બળથી તને વિશ્ર્વાસ થયો છે કે મારું અજ્ઞાન ગયું મારો વિપર્યાસ ગયો તેમ ચારિત્ર પણ મારો નિર્વાહક થશે તેવો વિશ્વાસ કરે જેથી તારું હિત થાય તે કારણથી, હે ભદ્ર ! ભવતા વર્ધન રૂપ આ ધનાદિને છોડીને=ધનાદિ પ્રત્યેની મૂચ્છથી ભવનું વર્ધન થાય છે તેથી મૂચ્છનું કારણભૂત ધનાદિનું વર્જન કરીને, મારી દયાથી અપાતું આ ચારિત્ર તું સ્વીકાર કર=વિસંગભાવમાં જવાને અનુકૂળ ઉચિત એવી આચરણાને તું સ્વીકાર, જેથી તારી વિશેષ ક્લેશરાશિનો વિચ્છેદ પ્રાપ્ત થાય. અને શાસ્વત સ્થાનને તું પ્રાપ્ત કર. ભાવાર્થ :
સઉપદેશકના અત્યંત પ્રયાસથી જ્યારે વિવક્ષિત જીવને સંસારના વાસ્તવિક સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થાય છે, જેથી તે જીવને સંસાર અત્યંત રૌદ્ર છે તેવો સ્થિર નિર્ણય થાય છે અને કર્મરહિત અવસ્થા જ જીવની સુંદર અવસ્થા છે તેવો સ્થિરબોધ થાય છે. તેથી તે જીવને સર્વ કર્મરહિત અવસ્થા પ્રત્યે અત્યંત રુચિરૂપ સમ્યગ્દર્શનનો પરિણામ થાય છે. તેથી તે જીવને જણાય છે કે સદ્ગુરુ તદ્દન નિઃસ્પૃહી છે ફક્ત પોતાની તુચ્છ મતિને કારણે તેઓ મારા ધનાદિ હરણ કરે છે ઇત્યાદિ કુવિકલ્પો પોતાને થયા હતા અને પોતાની એવી કુવિચારણા પ્રત્યે જુગુપ્સા થાય છે. વળી ગુરુના ઉપદેશથી તેને સ્થિર નિર્ણય થાય છે કે આત્મા અનાદિનો છે, ચારગતિઓમાં કર્મને કારણે ભમે છે. તેથી એકાંતવાદના જે કુસંસ્કારો હતા તે દૂર થાય છે. અને બા ભોગમાંથી સુખ થાય છે અન્ય કોઈ સુખ નથી એ પ્રકારની સહજ વાસનાને કારણે જે મિથ્યાત્વ વર્તતું તે પણ નિવર્તન થાય છે. આમ છતાં કેટલાક જીવોનું ચારિત્રમોહનીય અત્યંત શિથિલ હોય છે. તેઓને તત્કાલ જ ભોગાદિ પ્રત્યેની ઇચ્છા નિવર્તન પામે છે. જેમ નંદિષેણ મુનિ પાસે આવનારા જીવોને તે મહાત્મા સંસારનું વાસ્તવિક સ્વરૂપ અત્યંત સંવેગપૂર્વક બતાવે છે, મોક્ષનું પારમાર્થિક સ્વરૂપ બતાવે છે, તેની પ્રાપ્તિનો ઉપાય અપ્રમાદથી સેવાયેલું ચારિત્ર છે તેમ બતાવે છે ત્યારે તે જીવોમાં ભોગની લાલસા તત્કાલ શાંત થાય છે, ચારિત્રનો વીર્ય ઉલ્લસિત થાય છે. તેથી તે સર્વ મહાત્માઓ ભગવાન પાસે જઈને ચારિત્ર સ્વીકારીને ચારિત્રના મહાપરાક્રમ દ્વારા આત્મહિત સાધી શક્યા. પરંતુ કેટલાક જીવોનું ચારિત્રમોહનીય અત્યંત બળવાન હોય છે તેથી, સમ્યગ્દર્શન પ્રાપ્ત થવા છતાં ભોગની લેશ પણ વિરતિ કરવાને અભિમુખ