________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
૨૯૭ ગુરુ કહે છે ધનાદિ સર્વ જીવોને રાગાદિ ઉત્પન્ન કરીને વર્તમાનમાં ક્લેશ કરાવે છે. કર્મબંધ કરાવે છે, દુર્ગતિઓની પરંપરા કરાવે છે. તેથી તે ધનાદિમાં નિર્વાહકપણાની બુદ્ધિ સુંદર નથી. જોકે પ્રસ્તુત જીવ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાનવાળો છે. તેથી મોહથી રહિત આત્માની જ અવસ્થા તેને સુંદર લાગે છે અને રાગાદિભાવો જીવની વિડંબના છે તેમ જણાય છે. તોપણ વિષયોની ગાઢ મૂર્છાને કારણે આ વિષયો વગર હું સ્વસ્થ રહી શકીશ નહીં તેવી બુદ્ધિ વર્તે છે. અને વિષયોનો ત્યાગ કરીશ તો ચારિત્રની પરિણતિ હું સ્પર્શી શકીશ નહીં તેવું જણાવવાથી પોતાની સ્વસ્થતાનું નિર્વાહક ધનાદિ છે તેવી બુદ્ધિ વર્તે છે અને જ્યારે ગુણવાન ગુરુ તે પ્રકારે ઉપદેશ આપે છે ત્યારે પૂર્વમાં જે સમ્યજ્ઞાન અને જે સમ્યગ્દર્શન છે તે ગુરુના વચનથી ચારિત્રના પારમાર્થિક સ્વરૂપને અને ભોગાદિમાં રાગાદિની જનકતાના સ્વરૂપને વિશેષથી જોવા પ્રવર્તે છે. જેનાથી વિષયોની અસારતાનો કંઈક સૂક્ષ્મબોધ થાય છે જેનાથી ચારિત્ર અભિમુખ પરિણામ થાય છે આથી ગુરુ તેને યુક્તિપૂર્વક ભોગસામગ્રી નિર્વાહક નથી તેવું સ્પષ્ટ બતાવે છે જેથી તેનું ચારિત્રમોહનીય કંઈક શિથિલ થાય.
વળી, ચારિત્રને અભિમુખ કરવા અર્થે ગુરુ કહે છે. જીવતી આ પ્રકૃતિ નથી=ભોગાદિમાંથી આનંદ લેવો એ જીવની પ્રકૃતિ નથી. જે કારણથી અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતવીર્ય અને અનંત આનંદ રૂપ જીવ છે. વળી, ધનવિષયાદિમાં આ પ્રતિબંધ આ જીવતો કર્મમલજવિત વિભ્રમ છે એ પ્રમાણે તત્વને જાણનારાઓ માને છે અર્થાત્ ગુરુ કહે છે કે જીવતો નિરાકુલ સ્વભાવ એ સુખરૂપ છે, ધનાદિમાં જે રાગનો પરિણામ છે તે સુખરૂપ નથી. પરંતુ કર્મમલજનિત વિભ્રમ છે માટે તે પોતાનું નિર્વાહક છે એમ કહી શકાય નહીં. આથી જ ચારિત્રપરિણામ પણ ત્યાં સુધી કદાચિત છે જ્યાં સુધી જીવવીર્ય ઉલ્લસિત થતું નથી અર્થાત્ જીવનું વાસ્તવિક નિર્વાહક તો ચારિત્રનો સુખાત્મક પરિણામ છે આથી જ જ્યાં સુધી જીવ ચારિત્રના સ્વરૂપના ભાવતથી વિશિષ્ટ ઉલ્લાસવાળો થતો નથી, ત્યાં સુધી તેને ચારિત્રનો પરિણામ કદાચિત્ પ્રાપ્ત થાય છે. આથી જ તને ચારિત્રતો પરિણામ એક દિવસનો નિર્વાહક થશે તેવું ભાસે છે. વળી, તેના ઉલ્લાસમાં=ચારિત્રમોહનીય તોડવાને અનુકૂળ સર્વીર્યના ઉલ્લાસમાં, તે જsઉલ્લસિત થયેલા વીર્યથી ઉત્પન્ન થયેલા નિરાકુલ પરિણામરૂપ ચારિત્રતો પરિણામ જ, નિર્વાહક થવા માટે યોગ્ય છે અર્થાત્ જેઓને ચારિત્રના પરિણામને કારણે સતત સમભાવજન્ય સુખની વૃદ્ધિ થઈ રહી છે તેઓને ચારિત્રનો પરિણામ જ નિર્વાહક ભાસે છે. કંટક જેવી ભોગાદિ સામગ્રી નિર્વાહક ભાસતી નથી. આથી વિદ્વાનોએ તત્વને જાણનાર બુદ્ધિમાન પુરુષોએ, તેમાં જ= ચારિત્રના પરિણામમાં જ યત્ન કરવો જોઈએ. તેના બલથી જ=ચારિત્રના બળથી જ, મહાપુરુષો પરિષહ ઉપસર્ગોને હસી કાઢે છે. અર્થાત્ પરિષહ ઉપસર્ગને ગણકારતા નથી; કેમ કે સમભાવતા સુખમાં મગ્ન હોવાને કારણે પરિષહ ઉપસર્ગ વ્યાકુળ કરતા નથી. પરંતુ સમભાવની વૃદ્ધિના જ અંગ બને છે. ધનાદિની અવગણના કરે છેચારિત્રના સુખમાં મગ્ન હોવાથી ધનાદિક સુખનાં કારણ નહીં જણાવાને કારણે ધનાદિકની ઉપેક્ષા કરે છે. રાગાદિક ગણને નિર્જલન કરે છે ચારિત્રના પરિણામથી જ ક્ષયોપશમભાવથી વૃદ્ધિ થતી હોવાને કારણે ચારિત્રના બાધક રાગાદિનું નિર્ધલન કરે છે. કર્મની