________________
૨૯૦
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
જ્ઞાનદર્શનના લાભથી સંપ્રત્યય થયેલો છે નિરાકુળ ચેતનારૂપ ચારિત્ર મહાસુખરૂપ છે તેવો નિર્ણય થયેલો છે તોપણ ધનાદિથી ગાઢમૂચ્છ વિવર્તન પામતી નથી. ચારિત્રને ગ્રહણ કરાવતા ધર્મગુરુઓ તેનું ત્યાજનને કરાવે છે=ધનાદિનો ત્યાગ કરાવે છે તેથી આ જીવને દીનતા થાય છે અર્થાત્ આ ભોગવી લાલસા શાંત થઈ નથી અને તેના વગર હું સંયમજીવનમાં જીવી શકીશ નહીં તેથી ત્યાગ નહીં કરવાનો પરિણામ થાય છે. તેથી આ બોલે છે=ભોગત્યાગ પ્રત્યે અસામર્થ્ય જણાવાથી આ જીવ બોલે છે, આ સર્વ ધર્મગુરુએ જે કહ્યું તે સર્વ, સત્ય છે. જે ભગવાન આજ્ઞા કરે છે તમે કહો છો કે આ ભોગોનો ત્યાગ કરીને વર્તમાનમાં સુખની પરંપરાનું કારણ અને પરલોકમાં સુખની પરંપરાનું કારણ એવી વિરતિને તું ગ્રહણ કર તે સર્વ સત્ય છે કે ભગવાન આજ્ઞા કરે છે. ફક્ત મારી એક વિજ્ઞપ્તિ તમે સાંભળો. મારો આ આત્મા ધનવિષયાદિમાં ગાઢ ગૃદ્ધ છે. તેનાથી કોઈ રીતે વિવર્તન કરવા માટે શક્ય નથી. આમના ત્યાગમાંધતાદિના ત્યાગમાં, ખરેખર હું મરી જઈશ.
સમ્યક્ત પ્રગટેલ છે. નિર્મળ તત્ત્વની પ્રજ્ઞા પ્રગટેલ છે. પોતાની સ્થિતિનું અવલોકન કરીને તે જીવને જણાય છે કે આ ભોગોનો હું ત્યાગ કરું તોપણ ભોગની ઇચ્છા મારી વિરામ પામે તેમ નથી; કેમ કે બાહ્યનિમિત્તોના અવલંબન વગર આત્માની સ્વસ્થ અવસ્થામાં પોતે રહી શકે તેમ નથી અને બાહ્યનિમિત્તોની હૂંફથી કંઈક સ્વસ્થ થઈને ભગવદ્ ભક્તિ આદિમાં પોતે યત્ન કરી શકે તેમ છે. અને સુસાધુઓ સંસારી જીવોની સાથે કોઈ સ્નેહ વગર માત્ર આત્માના નિરાકુળ સ્વભાવમાં પ્રતિબંધને ધારણ કરીને તેને સ્થિર કરવા અર્થે સ્વાધ્યાયાદિ સર્વ ઉચિત ક્રિયાઓ કરે છે તે પ્રકારે કરીને હું સ્વસ્થ રહી શકું તેમ નથી માટે જો હું ભોગાદિનો ત્યાગ કરીને સંયમનો વેશ ગ્રહણ કરું તો ચિત્ત અસ્વસ્થ થવાથી મારો જન્મ નિષ્ફળ થાય તેમ છે. તે પ્રકારે ધર્મગુરુને તે જીવ વિજ્ઞપ્તિ કરે છે.
અને મોટા ક્લેશોથી મારા વડે આ ઉપાર્જન કરાયા છે ભોગસામગ્રી એકઠી કરાઈ છે અર્થાત્ સુખના અર્થી એવા મારા વડે સુખના આધારભૂત ધનાદિ વિષયો ઘણા શ્રમથી ઉપાર્જિત કરાયા છે. તેથી કેમ હું આ વિષયોને અકાંડ જ ત્યાગ કરું અર્થાત્ જ્યાં સુધી ચિત વિષયોની ગૃદ્ધિવાળું ન હોય ત્યાં સુધી તેનો ત્યાગ કરવાનો અવસર નથી, તેવા અનવસરે જ હું કેવી રીતે તેનો ત્યાગ કરું? વળી, ગુરુને તે જીવ કહે છે મારા જેવો પ્રમાદી તમારાથી ઉપદેશ કરાયેલી વિરતિના સ્વરૂપને જાણતો નથી અર્થાત્ તમારા ઉપદેશના બળથી વિરતિના નિર્લેપ પરિણતિના સંવેદનને પ્રાપ્ત કરી શકતો નથી. તો શું? તેથી કહે છે મારા જેવાને આ જ ધનવિષયાદિ કાલાન્તરમાં પણ ચિત્તની સ્વસ્થતાનું કારણ છે અર્થાત્ તેના સાંનિધ્યથી જ હું કંઈક સ્વસ્થ રીતે જીવી શકું એમ છું. તમારું વળી, આ અનુષ્ઠાન રાધાવેધ જેવું છે. તમે જે વિરતિનું સ્વરૂપ બતાવો છો તેવા ભાવની નિષ્પત્તિ માટે ઉદ્યમ કરવાની શક્તિ રાધાવેધને સાધવામાં કુશળ પુરુષ જેવા દઢપ્રણિધાનવાળા જીવો જ કરી શકે છે. અને તેઓને જ તેમાંથી સુખનું વેદના થાય છે અને તેવો અપ્રમાદ મારામાં નથી તે કારણથી મારા જેવાને તેનાથી શું ? રાધાવેધ જેવા અનુષ્ઠાન સ્વીકારવાથી શું ? તમારો પણ અસ્થાનમાં જ આ આગ્રહ છે. અર્થાત્ ભોગોનો ત્યાગ કરીને આ મહાત્માઓની જેમ તું વિરતિ સ્વીકાર એ પ્રકારનો જે તમારો