________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
૨૮૯ તોપણ તે કદઘતા ત્યાજનના વચનથી વિવલ થયેલો દેચનું આલંબન કરીને આ પ્રમાણે બોલ્યોમહાત્માએ સર્વવિરતિ ગ્રહણ કરવાનું કહ્યું અને ભોગવિલાસને સર્વથા ત્યાગ કરવાનું કહ્યું, તે સાંભળીને પોતે શાતાનો અર્થ છે અને આના ત્યાગ દ્વારા સમભાવતના પરિણામને સાધવા અસમર્થ છે, તેમ જાણીને ત્યાગના વચનથી વિક્વલ થયેલો દીનતાનું આલંબન લઈને ગુરુને આ પ્રમાણે કહ્યું, જે “યહુતથી બતાવે છે – જે આ હાથ વડે કહેવાયું તે સમસ્ત મારા ચિત્તમાં યથાર્થ પ્રતિભાસે છે.
આ વિરતિ પરલોકની સુખપરંપરાનું કારણ છે વર્તમાનની ઉત્તમ સુખપરંપરાનું કારણ છે. અંતરંગ ગુણસમૃદ્ધિરૂપ છે. તેથી જગતમાં મહાત્માઓ વંદનીય છે. અને મોક્ષ તેઓને હસ્તાવલંબન દેખાય છે એ વસ્તુ મને પણ એમ જ ભાસે છે.
કેવલ એક વચન હું વિજ્ઞાપન કરું છું તે તમે સાંભળો- જે આ મારું ભોજન તમે ત્યાગ કરાવો છો તે પ્રાણથી પણ મને અભીષ્ટતમ છે અત્યંત પ્રિય છે, હું આના વિરહમાં ક્ષણ પણ જીવી શકું તેમ નથી. અને મોટા ક્લેશથી મારા વડે આ ઉપાર્જિત છે=સંસારમાં ભોગસામગ્રી ઉપાર્જિત છે, અને કાલાન્તરમાં પણ મારું આ જ તિર્વાહક છે ક્ષણભર પણ પરમાત્રનું ભોજન કરું તોપણ તે પરમાત્રથી મારો નિર્વાહ થાય તેમ નથી, પરંતુ ઈન્દ્રિયોને અનુકૂળ એવા બાહ્યભાવોથી જ હું સ્વસ્થ રીતે જીવી શકું તેમ છું. વળી, તમારા ભોજનનું હું સ્વરૂપ જાણતો નથી અર્થાત્ પરમાત્તજન્ય આસ્વાદ મેં લીધેલ નથી. તેથી આ ભોજનના ત્યાગરૂપ વિરતિને કર્યા પછી ભગવાનના વચનથી ભાવિત થઈને સતત તિર્લેપચિત્તને પ્રગટ કરે તેવા ભોજનના સ્વરૂપને હું જાણતો નથી. અને મને એક દિવસ નિર્વાહક થાય તેવા તમારા ભોજન વડે શું? અર્થાત્ એક દિવસ ભોગાદિ ત્યાગ કરીને પૌષધ આદિ કરું ત્યારે સમભાવમાં યત્ન કરી શકું તેવું મારું સામર્થ્ય હોવાથી અને અધિક દિવસો સુધી સમભાવમાં રહી શકું તેવું સામર્થ્ય નહીં હોવાથી આ પરમાત્ત વડે શું? તે કારણથી=પરમાત્રથી મારો નિર્વાહ થાય તેમ નથી તે કારણથી, અહીં પરમાન્નના ગ્રહણના વિષયમાં વધારે કહેવાથી શું ? આ મારો નિશ્ચય છે. આ ભોજન=મારું ભોગવિલાસરૂપ ભોજન, ત્યાગ કરવો જોઈએ નહીં. જો આ વિદ્યમાન હોતે છતે પણ ભોગાદિની સામગ્રી વિદ્યમાન હોતે છતે પણ, તમારા વડે આત્મીય ભોજન દેવા માટે યુક્ત હોય અર્થાત્ સર્વસંગના ત્યાગ વગર વિરતિરૂપ પરમાન્ન આપી શકાય તેમ હોય તો આપો ઈતરથા પરમાત્ર નહીં આપો તો, તેના વગર જ=પરમાત્ર વગર જ, સરશે. એ પ્રમાણે આ પણ જીવ કર્મના પરતંત્રપણાને કારણે અવિદ્યમાન ચારિત્રના પરિણામવાળો=ભોગ અસાર છે તેવી બુદ્ધિ હોવા છતાં ભોગ વગર નિરાકુળ સ્વભાવમાં ન રહી શકે તેવાં બલવાન કર્મોની પરતંત્રતાને કારણે અવિદ્યમાન ચારિત્રના પરિણામવાળો, સદ્ધર્મગુરુની આગળ સમસ્ત પણ આવું પૂર્વમાં કહ્યું એવું, બોલે છે અર્થાત્ હું આ કદ છોડી શકું તેમ નથી તેના ત્યાગ વગર પરમાત્ર આપી શકાય તો આપો એ પ્રમાણે બોલે છે. ત્યારે આજે આ જીવ, ગુરુમાં વિશ્વાસ છે અર્થાત્ ગુરુ એકાંતે મારા હિત માટે જ કહે છે તેવો સ્થિર વિશ્વાસ છે.