________________
૨૭૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ પૂર્વમાં સદ્ધર્મગુરુએ અર્થકથા અને કામકથા કરીને જીવને ઉપયોગપૂર્વક સાંભળવાને અભિમુખ કર્યો તેથી ધર્મનું સ્વરૂપ એ જીવ વિવેકપૂર્વક સાંભળે છે અને તે ધર્મને અભિમુખ થયેલું ચિત્ત ગુરુએ બળાત્કારે કર્યું છે. અને તે પ્રકારે ધર્મને અભિમુખ ચિત્ત કર્યા પછી સમ્યગ્દર્શનનું સ્વરૂપ તેને બતાવીને જેનાથી તે જીવને તે પ્રકારે તત્ત્વ પ્રત્યે પ્રીતિ થઈ તે સમ્યગ્દર્શન સ્વરૂપ છે અને સમ્યગ્દર્શન થાય છે ત્યારે તત્ત્વ પ્રત્યેનો રાગ સતત વર્તે છે. તેથી અન્ય પણ સર્વાતિકર્મ અલ્પતાને પામે છે. તેથી કષાયોની પીડા અલ્પ થવાને કારણે સમ્યગ્દષ્ટિ જીવ સ્વસ્થ માનસવાળો જણાય છે. ભાવાર્થ :
મહાપુરુષો વીતરાગતાના અત્યંત અર્થી હોય છે. સંસારી જીવો પાસેથી કોઈ અપેક્ષાવાળા નથી. તોપણ તેઓ ભગવાનના શાસનને પામીને આત્મહિત સાધે તેવા એક અભિલાષથી યોગ્ય જીવોની ક્યારેય ઉપેક્ષા કરતા નથી. તેથી ભગવાનના શાસનને પામીને પ્રસ્તુત જીવ કંઈક તત્ત્વજિજ્ઞાસાથી સન્મુખભાવવાળો થાય છે ત્યારે તેઓ સંસારનું વાસ્તવિક સ્વરૂપ શું છે. પોતાના આત્મા અનાદિનો છે અને અનાદિથી કર્મનો સંયોગ છે. અને કર્મને કારણે જ સંસારની અવસ્થાની પ્રાપ્તિ છે. ઇત્યાદિ અનુભવ અનુસાર કહે છે. તે સર્વ સમ્યક્તને અભિમુખ જીવને કરવા માટેના યત્ન સ્વરૂપ છે અને કેટલાક યોગ્ય જીવો તત્ત્વનો નિર્ણય કરીને સમ્યક્તને પામે પણ છે, તો કેટલાક યોગ્ય જીવોને કુવિકલ્પો પણ ઊઠે છે. આથી જ આ પ્રકારનું સ્વરૂપ બતાવ્યા પછી પ્રસ્તુત જીવને ધર્મનું સ્વરૂપ બતાવતાં દાન, શીલ, તપ, ભાવનામય ધર્મ છે તેમ બતાવ્યું. તે સાંભળીને જીવને શંકા ઉત્પન્ન થઈ કે જેમ અન્યદર્શનના સંન્યાસીઓ કે સ્વદર્શનના પણ પાસત્થા આદિ સાધુઓ દાનધર્મનો ઉપદેશ આપીને તેની પાસેથી ધનની અપેક્ષા રાખે છે તેમ આ મહાત્મા પણ ધન અર્થે જ દાન, શીલ આદિ ધર્મનો ઉપદેશ આપે છે તેવો ભ્રમ થાય છે. તેથી દાન, શીલ આદિના પારમાર્થિક સ્વરૂપને જાણવા અભિમુખ ચિત્ત જતું નથી. પરંતુ તે જીવને વિપર્યાસબુદ્ધિ થાય છે. અને જેઓને તે પ્રકારે વિપર્યાસબુદ્ધિ ન થાય તેઓ દાન, શીલ, તપ અને ભાવનામય ધર્મના સ્વરૂપને જાણીને તેના સૂક્ષ્મ-સૂક્ષ્મતર પરમાર્થને જાણવા યત્ન કરે છે અને સ્વભૂમિકાનુસાર સેવીને આત્મકલ્યાણના અર્થી થાય છે તેઓ અવશ્ય સમ્યગ્દર્શનને પ્રાપ્ત કરે છે; કેમ કે સમ્યગ્દર્શન તત્ત્વની રુચિરૂપ છે. અને દાન, શીલ, તપ અને ભાવ એ તત્ત્વ છે. વળી જેઓ આ ચાર પ્રકારના ધર્મના સ્વરૂપને યથાર્થ જાણે છે તેઓ સ્વભૂમિકાનુસાર તે ધર્મને સેવીને સર્વકર્મથી મુક્ત થવાને અનુકૂળ બળસંચય કરે છે. અને સમ્યક્ત તે શુદ્ધ આત્માની પ્રાપ્તિમાં પ્રબળ કારણ એવું યથાર્થ દર્શન છે. આમ છતાં પ્રસ્તુત દ્રમક દાનાદિના પરમાર્થને જાણવાની ઉપેક્ષા કરીને જે કુવિકલ્પ કરે છે તેથી સ્થૂલબોધને કારણે કર્મવિવર દ્વારપાળથી જૈન શાસનમાં તે જીવનો ચૂલથી પ્રવેશ થયેલો હોવા છતાં તેનો સમ્યક્તને અભિમુખભાવ નાશ પામે છે. તે જોઈને તે મહાત્મા વિચારે છે કે સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રનું સૂક્ષ્મસ્વરૂપ જો આને પ્રાપ્ત થશે તો જ આ જીવ હિત સાધી શકશે. તેથી સમ્યજ્ઞાનની પ્રાપ્તિ અર્થે શલાકા ઉપર અંજન લઈને તેની ચક્ષુમાં આંજે છે જેથી તે કુવિકલ્પો કરવાને બદલે તત્ત્વને અભિમુખ બને છે. આથી જ રસ્તામાં ક્યાંક અકસ્માત્ તે જીવ મહાત્માને ભેગો થાય છે ત્યારે