________________
૨૮૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવના પણ-સમ્યગ્દર્શન પ્રગટ થયેલો હોવાથી આત્માનું હિત શું છે ? અહિત શું છે ? તેના વિષયમાં પટ્પ્રજ્ઞાવાળો પણ, જડબુદ્ધિની જેમ ચેષ્ટા કરે છે અર્થાત્ ભોગાદિના અતિ આકર્ષણથી જડબુદ્ધિની જેમ ભોગાદિમાં પ્રયત્ન કરે છે. સમસ્ત શાસ્ત્રાર્થમાં વિશારદ પણ મહામૂર્ખ ચૂડામણિની જેમ વર્તન કરે છે સમ્યગ્દર્શન થવાને કારણે સુદેવ-સુગુરુ અને સર્વજ્ઞકથિત ધર્મ વીતરાગતા સાથે એકવાક્યતાથી જોડાયેલા હોવાને કારણે તેમાં જ સારબુદ્ધિ વર્તે છે તેથી જે જે શાસ્ત્રો ભણે છે તે શાસ્ત્રોને વીતરાગગામી ભાવોને જાણવાની પટ્ટપ્રજ્ઞાવાળો હોવાથી સમસ્તશાસ્ત્રાર્થમાં વિશારદ છે તોપણ ભોગાદિમાં ગાઢ મૂર્છાને કારણે મનુષ્યભવને ભોગવિલાસમાં વ્યર્થ પસાર કરે છે તેથી મહામૂર્ખ ચૂડામણિની જેવો વર્તે છે. અને તેથી=મૂર્ખ ચૂડામણિની જેમ વર્તે છે તેથી, આ જીવતી મુત્કલચારિતા ભાસે છે ત્યાગની પ્રતિજ્ઞા વગર જે જે ઈચ્છાઓ ઊઠે તે પ્રમાણે મુક્તપણે ભોગવિલાસ કરવાની પરિણતિ તે જીવમાં વર્તે છે. તેને યથેચેષ્ટા ગમે છે જે જે અંદરમાં ઈચ્છાઓ થાય છે તે પ્રમાણે ભોગાદિમાં પ્રવૃત્તિ કરવાની ઈચ્છા થાય છે આ આ જીવ, વ્રતનિયમના નિયંત્રણથી ડરે છે અર્થાત્ કોઈ પ્રકારના વ્રતનિયમમાં લેશ પણ યત્ન કરતો નથી. વધારે કહેવાથી શું? આ જીવ ત્યારે અવિરતિના ઉદયકાળમાં, કાગડાના માંસભક્ષણથી પણ નિવૃત્તિને કરવા માટે સમર્થ થતો નથી=એને ભય પણ લાગે છે કે એવા પ્રકારના રોગકાળમાં કાગડાના માંસભક્ષણ વગર તેનું નિવારણ અશક્ય હશે ત્યારે હું કાગડાના માંસભક્ષણ વગર રહી શકીશ નહીં તેથી તેની પ્રતિજ્ઞા લેવા તત્પર થતો નથી.
धर्मबोधकरप्रयुक्तपरुषवचनोपदेशोपनयः एवं च स्थिते यत्तदुक्तं यदुत-तं रोरं मूर्छातिरेकेण पुनः पुनः स्वभोजनभाजने दृष्टिं पातयन्तमुपलभ्य स धर्मबोधकराभिधानो रसवतीपतिस्तस्याभिप्रायमवगम्य मनाक् सपरुषमित्थमभिहितवान् अरे द्रमक ! दुर्बुद्धे । केयं भवतो विपरीतचारिता? किमितीदं परमानं कन्यकया प्रयत्नेनापि दीयमानं त्वं नावबुद्ध्यसे? भवन्त्यन्येऽपि पापिनो रोराः, केवलं भवता सदृशोऽन्यो निर्भाग्यो नास्तीति मे वितर्कः, यस्त्वमत्र तुच्छे कदन्नके प्रतिबद्धचित्तः सन्नमृतास्वादमेतन्मया दाप्यमानमपि परमान्नं न गृह्णासि, अन्यच्च यतस्त्वमत्र भवने प्रविष्टस्तथेदं दृष्ट्वा मनागाह्लादितः परमेश्वरेण चावलोकितः, तेन कारणेन भवन्तं प्रत्यादरोऽस्माकं, ये पुनरस्मात्सद्मनो बहिर्वर्त्तन्ते जन्तवो ये चेदं विलोक्य न मोदन्ते ये च राजराजेन न निरीक्षितास्तेषां वयं न वार्तामपि पृच्छामो, वयं हि सेवकधर्ममनुवर्तमाना य एव कश्चिन्महानृपतेर्वल्लभस्तत्रैव वाल्लभ्यमाचरामः, अयं चास्माकमवष्टम्भोऽभूत्किलामूढलक्ष्योऽयं राजा न कदाचनाऽपात्रे मतिं कुरुते, यावता सोऽप्यस्मदवष्टम्भोऽधुना भवता विपरीतचारिणा वितथ इव सम्पादितः, तदिदमवगम्य त्यजेदं वैपरीत्यं, हित्वेदं कदनं गृहाणेदं परमानं, यन्माहात्म्येनैते पश्य सर्वेऽत्र सद्मनि वर्तमाना जन्तवोऽमृततृप्ता इव मोदन्त इति एतदपि समस्तमत्र जीवव्यतिकरे सुगुरुराचरत्येव।