________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
૨૮૩
ધર્મબોધકર દ્વારા પ્રયુક્ત પરુષવચનના ઉપદેશનો ઉપનય
અને આ પ્રમાણે સ્થિત હોતે છતે=આ પ્રસ્તુત જીવ સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન પ્રાપ્ત કરે છે છતાં, ધનાદિમાં ગાઢ મૂર્છા નિવર્તન પામી નથી તેથી લેશ પણ ત્યાગ કરવા સમર્થ બનતો નથી. આથી જ કાગડાના માંસભક્ષણની નિવૃત્તિ પણ કરવા સમર્થ બનતો નથી આ પ્રમાણે સ્થિત હોતે છતે, જે તે કહેવાયું=કથાનકમાં કહેવાયું, શું કહેવાયું તે ‘યદ્યુત’થી બતાવે છે – તે રાંકડાને મૂર્છાના અતિરેકના કારણે ફરી ફરી સ્વભોજનતા ભાજનમાં દૃષ્ટિને પાડતા જોઈને–તે ભિખારીને પોતાના કદન્નમાં અતિમૂર્છા હોવાને કારણે તેને છોડવા તત્પર નથી તેથી વારંવાર તેને જોવા માટે યત્ન કરતો હતો તેને જોઈને, તે ધર્મબોધક નામનો રસોઈયો તેના અભિપ્રાયને જાણીને=પોતાનું ભોજન છોડવા માટે તત્પર નથી તે પ્રકારના અભિપ્રાયને જાણીને, કંઈક સપરુષ આ પ્રમાણે કહ્યું - હે દ્રમક, હે દુર્બુદ્ધિ ! તારી આ કઈ વિપરીત ચારિતા છે ? કન્યા વડે=તદ્દયા નામની કન્યા વડે, આ પરમાન્ન પ્રયત્નથી પણ અપાતું તું કેમ જાણતો નથી ? અન્ય પણ પાપી રાંકડાઓ આ જગતમાં છે. પરંતુ તારા જેવો અન્ય નિર્ભાગ્યશેખર નથી એ પ્રમાણે મને વિતર્ક છે. વળી, જે તું આ તુચ્છ કદન્નમાં પ્રતિબદ્ધ ચિત્તવાળો છતો અમૃતના આસ્વાદન જેવું આ મારા વડે અપાતું પણ પરમાન્ન ગ્રહણ કરતો નથી=ચારિત્રની પરિણતિ નિષ્પન્ન થાય એવી ઉચિત પ્રવૃત્તિરૂપ પરમાન્નને ગ્રહણ કરતો નથી. એ તારી દુર્બુદ્ધિ છે એમ અન્વય છે, વળી, બીજું જે કારણથી તું આ ભવનમાં પ્રવિષ્ટ છો અને આને જોઈને=આ ભવને જોઈને, થોડો આહ્લાદિક થયેલો અને પરમેશ્વર વડે અવલોકન કરાયેલો છે. તે કારણથી તારા પ્રત્યે અમને આદર છે. જે વળી, જીવો આ મંદિરથી બહિર્ વર્તે છે અને જે આ મંદિરને જોઈને=ભગવાનના શાસનને જોઈને, આનંદ પામતા નથી અને જે રાજરાજેશ્વર વડે જોવાયા નથી, તેઓની અમે વાર્તા પણ પૂછતા નથી, સેવકધર્મને અનુસરનારા અમે=મહારાજા એવા તીર્થંકરના સેવકધર્મને અનુસરનારા અમે, જે કોઈ મહાનૃપતિને વલ્લભ છે=જે કોઈ જીવ તીર્થંકરને પ્રિય છે, તેમાં જ વાલ્લભ્યને આચરીએ છીએ=તે જીવમાં જ અમને પ્રીતિ થાય છે, અને અમારો આ અવષ્ટમ્ હતો=અમને આ નિર્ણય હતો. ખરેખર અમૂઢલક્ષવાળા આ રાજા=ક્યારે પણ લક્ષ્યમાં ભ્રમ ન થાય તેવા કેવલજ્ઞાનથી યુક્ત એવા આ તીર્થંકરો, ક્યારે પણ અપાત્રમાં મતિ કરતા નથી. તે અમારો વિશ્વાસ હમણાં વિપરીત આચરણા કરનારા એવા તારા વડે વિતથની જેમ=નિષ્ફળની જેમ, સંપાદન કરાયો. તે આ જાણીને આ વૈપરીત્યનો ત્યાગ કર=પરમાન્નને ગ્રહણ કરવાનો યત્ન કર, આ કદન્નને છોડીને પરમાને ગ્રહણ કર, જેના માહાત્મ્યથી=પરમાન્નના ભોજનના માહાત્મ્યથી, આ મંદિરમાં વર્તતા સર્વજીવો તું જો અમૃતની તૃપ્તિની જેમ આનંદિત છે. આ પણ સમસ્ત આ જીવરૂપ વ્યતિકરમાં=પ્રસ્તુત જીવના પ્રસંગમાં, સુગુરુ આચરે જ છે–જેમ તે કથાનકમાં રાંકડાને તે રસોઈ કરનારાએ કહ્યું તે પ્રમાણે જ પ્રસ્તુત જીવમાં પણ સદ્ગુરુઓ આચરણા કરે છે.
ઉપનય :
तथाहि – यदाऽयं जन्तुराविर्भूतज्ञानदर्शनोऽपि कर्मपरतन्त्रतया न स्तोकमात्रामपि विरतिं प्रतिपद्यते,