________________
૨૮૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
નથી. તેથી અકલ્યાણના ભાજનમાં અગ્રેસર તું છો એમ ગુરુ કહે છે.
જે કારણથી તું ભગવાનના વચનને જાણવા છતાં પણ જીવાદિ પદાર્થોના સમુદાયની શ્રદ્ધાવાળો છતાં પણ મારા જેવા પ્રોત્સાહક વિદ્યમાન હોવા છતાં પણ, આવા પ્રકારની સામગ્રીની સુદુર્લભતાને જાણતો પણ મોક્ષને અનુકૂલ સર્વ ઉત્તમ સામગ્રીનો યોગ સુદુર્લભ છે તેમ જાણવા છતાં પણ, સંસારની દુરંતતાને ભાવન કરતો પણ, કર્મની દારુણતાને જાણતો પણ, રાગાદિની રૌદ્રતાને જાણતો પણ એવો તું સમસ્ત અનર્થતા સમુદાયના પ્રવર્તક, કેટલાક દિવસ રહેનારા, તુષમુષ્ઠિના જેવા નિઃસાર ફોતરાની મુષ્ટિ જેવા નિઃસાર, એવા વિષયોમાં સતત રાગ કરે છે. વળી, અનર્થના ગર્તામાં પાતને પામતા એવા તેને જોઈને અમારા વડે દયાથી ઉપદેશ અપાતી સકલ ક્લેશદોષતા લાશને કરનારી આ ભાગવતી સમસ્ત પાપની વિરતિને અનાદિકાળથી વિષયોને સેવીને આત્માએ જે કષાયોના ક્લેશના સંસ્કારોનું આધાર કર્યું છે તે સકલ ક્લેશના દોષને આત્મામાંથી દૂર કરનારી ત્રણગુપ્તિના સામ્રાજ્ય રૂપ ભગવાનની બતાવેલી સમસ્ત પાપની વિરતિને, તું અવહેલનાથી પણ અવલોકન કરતો નથી=સામાન્ય દૃષ્ટિથી પણ તેના સ્વરૂપને જોવા તત્પર થતો નથી. માત્ર મારાથી અશક્ય છે તેમ માનીને વિષયોમાં જ રાગ કરે છે. અને અન્ય મહાત્મા તે જીવને બીજું, કહે છે. આ પણ તારા વડે લક્ષમાં લેવાયું નથી. જેના માટે અમારો તારા પ્રત્યે આ મહાન આદર છે. અહીં પણ તારા પ્રત્યે આદરમાં પણ, જે કારણ છે કે તું સાંભળ, જે કારણથી સમ્યજ્ઞાન અને દર્શનયુક્તપણાથી સર્વજ્ઞના શાસનની અત્યંતરભૂત અંદર રહેલો તું છે અને જે કારણથી પ્રથમ અવસરમાં પણ સમ્યજ્ઞાન, દર્શનની પ્રાપ્તિના પૂર્વના અવસરમાં પણ, ભગવાનના મતને જોઈને તમે પ્રમોદ થયેલો અને તેના દર્શનથી=ભગવાનના મતને જોઈને તને પ્રમોદ થયેલો તેના દર્શનથી, અમારા વડે તારે વિશે પડતી પરમાત્માની અવલોકના જોવાઈ, તેથી ભગવાનથી અનુગૃહીત આ છે એથી કરીને તારા ઉપર અમે આદરવાળા છીએ અને ભગવાનના અનુચરોને તેમના અભિમત જીવોમાં પક્ષપાત કરવો યોગ્ય છે=ભગવાનની આજ્ઞાને અનુસરનારા એવા સુસાધુઓને ભગવાનના અભિમત એવો યોગ્ય જીવોમાં પક્ષપાત કરવો એ યોગ્ય છે. માટે અમે તારા ઉપર આદરવાળા છીએ. વળી જે જીવો સર્વજ્ઞતા શાસનના મંદિરને હજી પણ અવગાહન કરતા નથી તેના વિષયમાં પારમાર્થિક જિજ્ઞાસાવાળા થયા નથી. કોઈક રીતે પ્રવિષ્ટ પણ કોઈકની પ્રેરણાથી કે તેવા પ્રકારના સંયોગથી બાહ્યછાયાથી પ્રવેશ થયેલા પણ ત્યાં ભગવાનના શાસનમાં, તેના દર્શનથી હર્ષિત થતા નથી. અને આથી જ= ભગવાનના શાસનને જોઈને હર્ષિત થતા નથી આથી જ, પરમાત્માની અવલોકતાથી બહિર્ભત જણાય છે, તેવા પ્રકારના અનંત પણ જીવોને જોતા પણ અમે જે કારણથી ઉદાસીનભાવને ભજીએ છીએ તેઓ પ્રત્યે ઉદાસીન રહીએ છીએ. પરંતુ ઉપકાર કરવા અર્થે કોઈ પ્રયત્ન અમે કરતા નથી. ખરેખર તેઓ આદર કરવાને ઉચિત નથી અર્થાત્ ઉપેક્ષાને ઉચિત છે અને આટલા કાળ સુધી અમને આ વિશ્વાસ હતો ખરેખર આ ઉપાયથી સન્માર્ગ અવતરણને જે યોગ્ય છે એ પ્રમાણે નિશ્ચય કરાય છે તેઓ ક્યારે પણ વ્યભિચારને પામતા નથી અર્થાત્ તેઓ અમારા આદરને પ્રાપ્ત કરીને અવશ્ય પરમાણને ગ્રહણ