________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
२५७
હોવાથી બાહ્યથી દેખાતા વિવેકપૂર્વકના સઅનુષ્ઠાનને ધર્મ કહેવાય છે અને વિવેક વગરના બાહ્યથી સઅનુષ્ઠાનતુલ્ય સેવાતા તે અનુષ્ઠાનને ભ્રમથી ધર્મ કહેવાય છે; કેમ કે તે સનુષ્ઠાન નથી તોપણ બાહ્ય સાદશ્યને કા૨ણે તેમાં સઅનુષ્ઠાનનો ભ્રમ થાય છે.
વળી, જે સાશ્રવસ્વભાવ કહેવાયો તે પુણ્યાનુબંધી પુણ્ય રૂપ જાણવો, વળી જે અનાશ્રવ છે= અનાશ્રવ રૂપ સ્વભાવ છે તે નિર્જરાત્મક જાણવો=વીતરાગતાને સ્પર્શનારા ઉપયોગથી વીતરાગતાને બાધક કર્મોની જે નિર્જરા થાય છે તેનાથી પ્રગટ થયેલો આત્માનો નિર્મળ સ્વભાવ જાણવો, તે આ બંને પણ સ્વભાવ=સાશ્રવ અને નિરાશ્રવ રૂપ બંને પણ સ્વભાવ, નિરુપચરિત સાક્ષા ્ ધર્મ જ કહેવાય છે=આત્મામાં સંચિત થયેલા પુણ્ય પરમાણુ અને ઘાતિકર્મના ક્ષયથી થયેલ નિર્મળતારૂપ ધર્મ જ કહેવાય છે, વળી, જે આ જીવવર્તી સમસ્ત પણ સુંદરવિશેષો=ઉત્તમકુળ, ઉત્તમરૂપ, ઉત્તમસંઘયણાદિ રૂપ સુંદરવિશેષો તે કાર્યમાં કારણના ઉપચારથી=ધર્મના કાર્યમાં ધર્મરૂપ કારણના ઉપચારથી ધર્મ શબ્દથી કહેવાય છે. જે પ્રમાણે મારું આ શરીર પૂર્વનું કર્મ છે.
सम्यग्दर्शनस्वरूपम्
ततः पुनरेष जीवो ब्रूयात् - भगवन् ! अत्र त्रये कतमत्पुनः पुरुषेणोपादेयं भवति ? ततो धर्मगुरुरभिदधीत-भद्र ! सदनुष्ठानमेव, तस्यैवेतरद्वयसम्पादकत्वात् । स ब्रूयात् - किं पुनस्तत्सदनुष्ठानम् ? ततः सद्धर्मसूरयोऽभिदधीरन् - सौम्य ! साधुधर्मो गृहिधर्मश्च, तस्य पुनर्द्विविधस्यापि मूलं सम्यग्दर्शनं, ततोऽयं जीवो वदेत्-भगवन् ! उपदिष्टमासीदेतत्सम्यग्दर्शनं प्राग्भवता, किन्तु तदा मया नावधारितं, तदधुना कथयत किमस्य स्वरूपमिति ? ततः सङ्क्षेपेण प्रथमावस्थोचितमस्य पुरतो धर्मगुरवः सम्यग्दर्शनस्वरूपं वर्णयेयुः, यथा - 'भद्र ! यो रागद्वेषमोहादिरहितोऽनन्तज्ञानदर्शनवीर्यानन्दात्मकः समस्तजगदनुग्रहप्रवणः सकलनिष्कलरूपः परमात्मा स एव परमार्थतो देव इति बुद्ध्या तस्योपरि यद्भक्तिकरणं, तथा तेनैव भाषिता ये जीवाजीवपुण्यपापाश्रवसंवरनिर्जराबन्धमोक्षाख्या नव पदार्थाः
अवितथा एवेति या प्रतिपत्तिः, तथा तदुपदिष्टे ज्ञानदर्शनचारित्रात्मके मोक्षमार्गे ये प्रवर्त्तन्ते साधवः त एव गुरवो वन्दनीया इति या बुद्धिस्तत्सम्यग्दर्शनं, तत्पुनर्जीवे वर्त्तमानं प्रशमसंवेगनिर्वेदानुकम्पा - स्तिक्याभिव्यक्तिलक्षणैर्बाह्यलिङ्गैर्लक्ष्यते, तथा तदङ्गीकृत्य जीवेन सत्त्वगुणाधिकक्लिश्यमानाविनेयेषु मैत्रीप्रमोदकारुण्यमाध्यस्थ्यानि समाचरणीयानि भवन्ति, तथा स्थिरता, भगवदायतनसेवा, आगमकुशलता, भक्तिः, प्रवचनप्रभावना इत्येते पञ्च भावाः सम्यग्दर्शनं दीपयन्ति । तथा शङ्काः, काङ्क्षा, विचिकित्सा, परपाषण्डिप्रशंसासंस्तवश्चैते तु तदेव दूषयन्ति । तदेष सकलकल्याणावहो दर्शनमोहनीयकर्मक्षयोपशमादिनाऽऽविर्भूतः खल्वात्मपरिणाम एव विशुद्धसम्यग्दर्शनमभिधीयते ।