________________
૨૬૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ છે. આ પ્રકારે ધર્મપુરુષાર્થને પ્રધાન જોનારા મહાત્માઓ ધર્મનું જ યથાર્થ સ્વરૂપ વિચારે છે જેના બળથી સમ્યગ્ધર્મ સેવવાને અનુકૂળ મહાવીર્યનો સંચય થાય છે.
યદ્યપિ અનંતજ્ઞાન, દર્શન, વીર્ય, આનંદઆત્મક જીવસ્વરૂપતા અવસ્થાનલક્ષણ ચોથો પણ મોક્ષરૂપ પુરુષાર્થ નિઃશેષ ફ્લેશરાશિના વિચ્છેદરૂપપણું હોવાને કારણે સ્વાભાવિક સ્વાધીન આનંદઆત્મકપણું હોવાને કારણે પ્રધાન જ છે, તોપણ તેનું મોક્ષનું ધર્મનું કાર્યપણું હોવાથી=ધર્મથી મોક્ષની પ્રાપ્તિ થાય છે માટે મોક્ષ એ ધર્મનું કાર્ય હોવાથી, તેના પ્રાધાન્યવર્ણન દ્વારા પણ મોક્ષના પ્રાધાન્ય વર્ણન દ્વારા પણ, પરમાર્થથી તસંપાદક-મોક્ષસંપાદક, ધર્મ જ પ્રધાન પુરુષાર્થ છે એ પ્રમાણે દર્શિત થાય છે.
જીવને માટે જે અત્યંત સુખકારક હોય તે પ્રધાન કહેવાય અને જીવને માટે અત્યંત સુખકારક મોક્ષ છે તેથી મોક્ષપ્રાપ્તિરૂપ પુરુષાર્થ જ પ્રધાન છે તોપણ મોક્ષપ્રાપ્તિમાં સાક્ષાત્ યત્ન થતો નથી. સાક્ષાત્ યત્ન ધર્મમાં થાય છે. અને તે યત્નથી આત્મામાં ધર્મરૂપ પુરુષાર્થ પ્રગટે છે. અને તે પ્રકર્ષને પામીને મુક્તઅવસ્થાનું કારણ છે. તેથી મોક્ષપુરુષાર્થના કારણરૂપ ધર્મપુરુષાર્થ પણ પ્રધાન પુરુષાર્થ કહી શકાય; કેમ કે કારણમાં કાર્યનો ઉપચાર કરીને કારણને જ પ્રધાન કહી શકાય.
અને તે પ્રકારે ભગવાન વડે કહેવાયું છે ચારેય પુરુષાર્થમાં ધર્મ જ પ્રધાન પુરુષાર્થ છે એ પ્રકારે ભગવાન વડે કહેવાયું છે – “ધર્મ ધનાર્થી જીવોને ધન દેનારો છે. કામાર્થી જીવોને સર્વ કામને દેવારો છે ધર્મ સર્વ કામના સુખ દેનારો છે, ધર્મ જ પરંપરાથી=ધનાર્થી જીવોને અને કામાર્થી જીવોને ધન અને કામને આપીને ઉત્તરોત્તર વૃદ્ધિ પામતો એવો ધર્મ જ અપવર્ગનું સાધક છે=મોક્ષપુરુષાર્થનું સાધક છે.' એથી આનાથી પ્રધાનતર=ધર્મથી વિશેષ પ્રધાન, કોઈ વસ્તુ નથી એ પ્રમાણે કહેવાય છે.
धर्मस्वरूपवर्णनम् धर्माख्यः पुरुषार्थोऽयं, प्रधान इति गीयते । पापग्रस्तं पशोस्तुल्यं, धिग् धर्मरहितं नरम् ।।१।।
ઘર્મના સ્વરૂપનું વર્ણન ધર્મ નામનો આ પુરુષાર્થ પ્રધાન છે એ પ્રમાણે જણાય છે. પાપગ્રસ્ત પશુતુલ્ય ધર્મરહિત મનુષ્યને ધિક્કાર થાઓ.
ઉપનય :
तदिदमाकर्ण्य स जीवोऽभिदधीत-भगवन् ! एतौ तावदर्थकामौ साक्षादुपलभ्येते, योऽयं पुनर्भवद्भिः धर्मो वर्णितः स नास्माभिः क्वचिद् दृष्टः, ततो निदर्श्यतामस्य यत्स्वरूपमिति। ततो धर्मसूरिराचक्षीतभद्र ! मोहान्धाः खल्वेनं न पश्यन्ति, विवेकिनां पुनः प्रत्यक्ष एव धर्मः, तथाहि-सामान्येन