________________
૨૬૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ પ્રકારના વિશેષ જીવોમાં, થનાર કાર્યોનું પરિદષ્ટ કોઈ કારણ જણાતું નથી=સાક્ષાત્ દેખાતું કોઈ કારણ જણાતું નથી. અને અકારણ કંઈક થવું યોગ્ય નથી. જો વળી અકારણ જ આવા પ્રકારના વિશેષો પૂર્વમાં વર્ણન કર્યું એવા બે પુરુષોમાં પરસ્પર વિલક્ષણતારૂપ વિશેષો, થાય તો સર્વથા થવા જોઈએ. જે પ્રમાણે આકાશ અર્થાત્ આકાશનું કોઈ કારણ નથી જેથી આકાશ સદા છે તેમ આવા પ્રકારના ભેદો અકારણ થાય તો સદા પ્રાપ્ત થવા જોઈએ. અથવા ક્યારેય થવા જોઈએ નહીં, જે પ્રમાણે શશશૃંગાદિ કયારેય વિદ્યમાન નથી તેમ આ પ્રકારના ભેદો પણ ક્યારેય થવા જોઈએ નહીં. અને જે કારણથી આ=બે જીવો પૂર્વમાં બતાવ્યા એવા ભેદો, ક્યારે થાય છે અને ક્યારેક થતા નથી. તે કારણથી આરઆ જાતના ભેદો, નિષ્કારણ નથી એ પ્રમાણે જણાય છે. અત્રાન્તરમાં આ પ્રમાણે ધર્માચાર્ય ધર્મપુરુષાર્થ પ્રધાન માનનારા જીવો કઈ રીતે ધર્મના માહાભ્યને જોનારા છે તે બતાવ્યું ત્યારપછી, તે સાંભળીને તેના ગૃહીત અર્થવાળો તે જીવ બોલે છે=ધર્મના માહાભ્યને કંઈક સમજેલો એવો તે જીવ બોલે છે. હે ભગવંત ! વળી, આ બધાનું ઉત્પાદક કારણ શું છે? જીવોમાં આ જાતની પરસ્પર વિલક્ષણતાનું ઉત્પાદક કારણ શું છે? તેથી ધર્મગુરુઓ કહે છે – હે ભદ્ર ! સાંભળ “સમસ્ત પણ જીવગત સુંદર વિશેષોનું અંતરંગ કારણ ધર્મ જ છે, તે જ ભગવાન=સર્વ સુંદર વિશેષોનું અંતરંગ કારણ ભગવાન, આ જીવને કુલોમાં ઉત્પાદન કરે છે ઉત્તમકુળોમાં જન્મ પ્રાપ્ત કરાવે છે. વિશેષગુણમંદિરતાને લાવે છે=સર્વ પ્રકારના ગુણસમૂહોને પ્રાપ્ત કરાવે છે. આનાં જીવતાં સમસ્ત અનુષ્ઠાનોને સફળ કરાવે છે ધર્મ, અર્થ, અને કામને પ્રાપ્ત કરાવવા અર્થે જીવો જે જે પ્રવૃત્તિ કરે છે તે પ્રવૃત્તિઓને ધર્મ જ સફલ કરે છે. પ્રાપ્ત થયેલા ભોગોને સતત જીવોને ભોગવવા સમર્થ બનાવે છે. અને અન્ય સર્વ ગુણવિશેષોને સંપાદન કરે છે.
જીવ વીતરાગના વચનાનુસાર જે શુભ અનુષ્ઠાન કરે છે તે અનુષ્ઠાનમાં વીતરાગના વચનથી નિયંત્રિત જે મતિજ્ઞાનનો ઉપયોગ પ્રવર્તે છે તે પુષ્ટિશુદ્ધિમતચિત્તસ્વરૂપ છે. અર્થાત્ પુણ્યના ઉપચયનું કારણપણું અને ઘાતિકર્મોનો ક્ષય કરે એવું છે અને તે મતિજ્ઞાનના ઉપયોગ રૂ૫ ચિત્ત જ ધર્મ છે અને તે ધર્મના સેવનથી આત્મામાં જે પુણ્ય બંધાય છે તે પુષ્ટિરૂપ છે જેનાથી ઉત્તમકુલો, ઉત્તમભોગસામગ્રી આદિ બાહ્ય સર્વ અનુકૂળતાઓ પ્રાપ્ત થાય છે અને ધર્મના સેવન કારણ ઘાતિકર્મના ક્ષયજન્ય જે નિર્મળતા છે તે શુદ્ધિ છે અને તેનાથી દરેક ભવોમાં ઉત્તમ ગુણસંપત્તિ પ્રગટે છે; કેમ કે ઘાતિકર્મો જ જીવની ગુણસંપત્તિનો નાશ કરનાર છે અને જે જે અંશથી ઘાતકર્મો અલ્પ થાય છે તેમ તેમ ગુણસંપત્તિ પ્રગટે છે તેથી ધર્મ સેવનારા મહાત્મા જે સુંદર કુળોમાં ઉત્પન્ન થાય છે, જે ગુણસંપત્તિ પ્રાપ્ત કરે છે અને પોતાના આલોક અને પરલોકના સુખ અર્થે જે જે અનુષ્ઠાનો સેવે છે તે ધર્મ અર્થ અને કામવિષયક અનુષ્ઠાનોને પૂર્વમાં સેવાયેલો ધર્મ જ સફળ કરે છે અને પ્રાપ્ત થયેલા ભોગોને સતત ભોગવીને ભોગથી આકુળતાઓ શાંત કરે છે એ પણ ઉત્તમ પ્રકારના સેવાયેલા ધર્મનું જ ફળ છે. આથી જ તીર્થકરો પણ ચરમભવમાં ચક્રવર્તી આદિના ભોગોને ભોગવીને ચિત્તની સ્વસ્થતાને પ્રાપ્ત કરે છે અને ભોગકર્મના નાશથી ચિત્તને નિર્મળ કરે છે એ સર્વ વિશુદ્ધ પ્રકારે સેવાયેલા ધર્મનું ફળ છે.