________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
૨૬૧ ઉત્પન્ન કરે છે, દુષ્ટચેષ્ટાપણાથી માતા-પિતાને પણ સંતાપ ઉત્પન્ન કરે છે, મૂર્ખશેખરપણાથી પૃથ્વીનો વિજય કરે છેપૃથ્વીમાં તેના જેવો મૂર્ખશેખર પ્રાયઃ પ્રાપ્ત થવો દુર્લભ છે તેવું બતાવે છે, તુચ્છપણાથી અર્કશાલ્મલીના ફૂલને પણ ઓળંગે છે= અત્યંત હલકું હોય છે તેનાથી પણ અત્યંત પ્રકૃતિ હલકી હોય છે. ચપલપણાથી વાનરની લીલાને વિડંબના કરે છે–વાંદરાઓ કરતાં પણ અધિક ચપલતાવાળો છે. કાયરપણાથી ઊંદરના સમૂહને અવગણના કરે છે. અર્થાત્ ઊંદરો કરતાં પણ અત્યંત કાયર છે. નિર્ધતપણાથી ભિખારીના આકારને ધારણ કરે છે. કૃપણપણાથી ટક્કજાતિવાળા લોકોનું અતિલંઘન કરે છે. મહારોગના ભરથી આક્રાંતપણું હોવાને કારણે=પૂર્વના તેવા પ્રકારના અશુભકર્મનો વિપાક હોવાથી અત્યંત રોગિષ્ઠ શરીર હોવાને કારણે, વિક્લવ રૂપે રડતો=અત્યંત દીનપણાથી રડતો, પોતાને વિશે જગતને પણ કારુણ્ય ઉત્પન્ન કરે છે. દૈવ્ય, ઉદ્વેગ, શોકઆદિથી ઉપહતચિત્તપણું હોવાને કારણે ઘોર મહાવરક આકાર એવા સંતાપ સ્વીકાર કરે છે. તેથી આ રીતે પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે, સમસ્ત દોષનું ભાજન હોવાથી લોકો વડે આ પાપિષ્ઠ છે એ પ્રમાણે નિંદા કરાય છે.
એક જ માતાના બે પુત્રોમાં એક જીવને પુણ્યપ્રકૃતિ અને ગુણસંપત્તિ જે પ્રાપ્ત થઈ તે ક્ષયોપશમભાવની ગુણસંપત્તિથી યુક્ત ઉત્તમપુણ્યના ફળ સ્વરૂપ છે. અને અન્યને સર્વપ્રકારની વિષમતાની પ્રાપ્તિ થઈ તે પાપપ્રકૃતિઓથી સહિત મોહનીયકર્મના ક્લિષ્ટ ઉદયજન્ય અધર્મની પરિણતિનું ફળ છે. તેથી ધર્મ જ સર્વ પુરુષાર્થોમાં શ્રેષ્ઠ પુરુષાર્થ છે. એ પ્રકારે ધર્મ જ પુરુષાર્થ માનનારા અન્ય જીવો વિચારે છે, એમ અન્વય છે.
અને અચ=ધર્મપુરુષાર્થને માનનારા અન્ય, વિચારણા કરે છે. અર્થ ઉપાર્જન માટે પ્રવર્તમાન વિશેષ વિશેષ તુલ્ય કક્ષાવાળા અનુપહત સત્ત્વબુદ્ધિપૌરુષ અને પરાક્રમવાળા બે પુરુષોમાં=સર્વપ્રકારની સમાન કુશળતા છે. અર્થ ઉપાર્જનમાં બંને પ્રવર્તમાન છે, વળી, સત્વ, બુદ્ધિ, પુરુષનું પરાક્રમ વગેરે સમાન છે તેવા બે પુરુષોમાં, એક પુરુષ જે જે કૃષિ, પશુપાલ્ય, વાણિજય, રાજાદિ સેવા આરંભ કરે છે અથવા અન્ય તેના માટે ધનઅર્જત માટે, કર્મ કરે છે તે તે સફલતાને પામે છે. વળી, ઇતરનું તે જ કર્મ કેવલ વિફલ થતું નથી. તો શું ? પરંતુ પૂર્વતા પુરુષોથી પણ ઉપાર્જિત ધનલવ વિપરીતતાની પ્રાપ્તિ થવાથી ઊલટું નાશ પામે છે.
આ સર્વ દેખાતો અનુભવ પુણ્ય-પાપનું કાર્ય છે. તેમ ધર્મપુરુષાર્થ પ્રધાન માનનારા જીવો અનુભવ અનુસાર પદાર્થની વ્યવસ્થાનો વિચાર કરે છે જેથી ધર્મ જ સર્વહિતનું કારણ છે તેવી બુદ્ધિસ્થિર થાય છે.
અને અન્ય ધર્મ જ પ્રધાન પુરુષાર્થ છે તેને સ્થિર કરવા અર્થે અત્ય, આ પણ વિચારે છે, શું વિચારે છે? તે “યહુતથી બતાવે છે – બે પુરુષને તિરુપચરિત પાંચ પ્રકારના શબ્દાદિ વિષયો=શ્રેષ્ઠકોટિના પાંચેય ઈન્દ્રિયોના શબ્દાદિ વિષયો, ક્યારેક પ્રાપ્ત થાય છે. ત્યાં તે બેમાંથી એક=પાંચેય ઈન્દ્રિયોના વિષયોની પ્રાપ્તિમાં તે બેમાંથી એક, પ્રબળ શક્તિવાળો, પ્રવર્ધમાન પ્રીતિવાળો, તેઓને=શબ્દાદિ વિષયોને, સતત અનુભવે છે. વળી, બીજાને અકાંડ જ કોઈક રીતે કાર્પષ્ય અથવા રોગાદિ=કૃપણતા રોગ વગેરે કારણ ઉત્પન્ન થાય છે. જેના કારણે તેઓને ભોગવવા માટે ઇચ્છતો પણ સમર્થ થતો નથી. ભોગવવા માટે સમર્થ થતો નથી. આવા પ્રકારના વિશેષવાળા જીવોમાં પૂર્વમાં વર્ણન કર્યું એવા