________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ नन्दात्मक-जीवस्वरूपावस्थानलक्षणश्चतुर्थोऽपि मोक्षरूपः पुरुषार्थो निःशेषक्लेशराशिविच्छेदरूपतया स्वाभाविकस्वाधीनानन्दात्मकतया च प्रधान एव, तथाऽपि तस्य धर्मकार्यत्वात् तत्प्राधान्यवर्णनेनापि परमार्थतः तत्सम्पादको धर्म एव प्रधानः पुरुषार्थ इति दर्शितं भवति । तथा चाभ्यधायि भगवता‘ધનવો ધનાથિનાં ધર્મ:, મિનાં સર્વામર્: |
धर्म एवापवर्गस्य, पारम्पर्येण साधकः । । १ । । इति नातः प्रधानतरं किञ्चिदस्तीत्युच्यते
ઉપનયાર્થ :
૨૬૦
ધર્મપુરુષાર્થ જ પ્રધાન
ત્યારપછી ગુરુ કહે છે હે સૌમ્ય ! આ ચાર પુરુષાર્થો=પૂર્વમાં કહ્યા એ અર્થ-કામ-ધર્મ અને મોક્ષ એ ચાર પુરુષાર્થો, કહેવા માટે પ્રક્રાન્ત કરાયા છે. તેમાં જ બે પ્રકારના પુરુષાર્થનું સ્વરૂપ બતાવાયું. અર્થાત્ ધનરૂપ અર્થપુરુષાર્થનું માહાત્મ્ય બતાવાયું અને કામરૂપ કામપુરુષાર્થનું માહાત્મ્ય બતાવાયું. અને હવે ત્રીજા ધર્મપુરુષાર્થનું સ્વરૂપ કહેવાય છે તે પણ=ધર્મપુરુષાર્થ પણ, એક ચિત્ત વડે તારે સાંભળવું જોઈએ. તે કહે છે=તે જીવ ગુરુને કહે છે. આ દત્તઅવધાનવાળો છું=આ હું ધ્યાનપૂર્વક સાંભળું છું, ભગવાન કહો અર્થાત્ ત્રીજો પુરુષાર્થ કહો ! ત્યારપછી ગુરુ કહે છે. હે લોકો ! ધર્મ જ પ્રધાન પુરુષાર્થ છે તે પ્રકાર અન્યો માને છે=ધર્મ માટે કરાયેલો યત્ન જ ધર્મરૂપ શ્રેષ્ઠ ફળને આપનાર છે તેવા પ્રકારના અર્થ-કામપુરુષાર્થો એવા શ્રેષ્ઠ ફળને આપનારા નથી તે પ્રકારે અન્યો માને છે. તે આ પ્રમાણે તુલ્ય પણ જીવિતપણું હોતે છતે કેમ એક પુરુષો=એક પ્રકારના પુરુષો, ફુલમથી આવેલા ધનના ઉપચયવાળા, અત્યંત ચિત્તના આનંદના સમૂહના ધામ, સંપૂર્ણ જગતમાં અભ્યહિત એવા કુળોમાં ઉત્પન્ન થાય છે ? અને અન્ય પુરુષો જ ધનની ગંધના સંબંધથી વિકલ અર્થાત્ નિર્ધન સમસ્ત દુ:ખના સમૂહના ભાજત, સર્વ જનથી નિંદિત એવાં કુળોમાં કેમ ઉત્પન્ન થાય છે ? અર્થાત્ બંને પ્રકારના જીવોનું સમાન જીવિત હોવા છતાં આ પ્રકારનો ભેદ પૂર્વમાં કરાયેલા ધર્મ વગર સંભવિત નથી. અને એક માતાનું જનકપણું હોવાથી સહોદર એવા યુગલનું બે પુરુષોમાં આ વિશેષ કેમ દેખાય છે ? તે વિશેષ જ ‘વદ્યુત'થી બતાવે છે તે બેમાં એક રૂપથી કામદેવ જેવો છે, પ્રશાંતપણાથી મુનિ જેવો છે, બુદ્ધિવિભવથી અભયકુમાર જેવો છે, ગંભીરપણાથી સ્વયંભૂરમણસમુદ્ર જેવો છે, સ્થિરપણાથી સુમેરુના શિખર જેવો છે, શૌર્યથી ધનંજ્ય જેવો છે, ધનથી કુબેર જેવો છે, દાનથી કર્ણ જેવો છે, નીરોગપણાથી વજશરીર જેવો છે, પ્રમુદિતચિત્તપણું હોવાને કારણે મહાનઋદ્ધિવાળા દેવ જેવો અને તેથી=આવા પ્રકારના ગુણોવાળો છે તેથી, આ રીતે=પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે, નિઃશેષગુણોની કલાના સમૂહથી યુક્ત એવો આ જીવ બધા લોકોના નયનને આનંદ દેનારો થાય છે. વળી, બીજો=એક માતાથી એક સાથે જન્મેલો બીજો, બીભત્સ દર્શનપણાને કારણે જગતને ઉદ્વેગ
-
-