________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ પર્યાકુલચિત્ત વડે–તેના રોગનાશના અનુકૂળ ઉચિત ઉપાયના પર્યાલોચનચિત્તવાળા એવા તે ધર્માચાર્ય વડે, સુદૂર પણ જઈને ફરી પણ=અનેક ઉપાયો વિચાર્યા પછી ફરી પણ, આ જ=ઔષધત્રય કલ્પ જ, જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ ત્રય તેના મોચનનો ઉપાય પ્રતિભાસે છે. અપર નહીં તે ભિખારીની રોગિષ્ઠ અવસ્થાને જોઈને જેમ તે મહાનસને તેના વિમલાલોક આદિ ત્રણ ઔષધો રોગ દૂર કરવાના ઉપાયરૂપ જણાય છે, તેમ સંસારી જીવના ભાવરોગ દૂર કરવાના ઉપાયરૂપે ધર્માચાર્યને રત્નત્રયીરૂપ ત્રણ ઉપાય જ પ્રતિભાસે છે. અન્ય કોઈ તેના ભાવરોગના નાશનું કારણ નથી તેમ ભાસે છે. ત્યાં= ત્રણ ઔષધમાં, અહીં જ્ઞાનઅંજન જાણવું. તે જ=જ્ઞાન જ, સ્પષ્ટદર્શનપણાથી વિમલાલોક કહેવાય છે અને તે જ=સમ્યક્ શ્રુતજ્ઞાન જ, નયનના રોગના સમૂહ સમાન અજ્ઞાનનું ઉન્મૂલન કરે છે. અને તે જ=સમ્યજ્ઞાન જ, ભૂતકાળના, વર્તમાનના અને ભાવિતા ભાવોના સ્વભાવને પ્રગટ કરવામાં ચતુર એવી જીવની વિવેકચક્ષુ સંપાદન કરે છે.
૨૪૦
જો તત્ત્વજિજ્ઞાસુ થઈને યોગ્ય જીવ તત્ત્વના જાણનારા ગીતાર્થ ગુરુ પાસે તત્ત્વ જાણવા પ્રયત્ન કરે તો વિવેકી ગુરુના વચનથી થયેલું સમ્યજ્ઞાન જીવને સંસારના વાસ્તવિક સ્વરૂપનો બોધ કરાવે છે. તેથી તેને વિમલાલોક કહેવાય છે. વળી, તે જ્ઞાનપ્રાપ્તિ પૂર્વે જીવમાં તત્ત્વના વિષયમાં જે અજ્ઞાન હતું તે અજ્ઞાન સમ્યગ્નાનથી અવશ્ય દૂર થાય છે. અને જેના કારણે તે જીવને ચાર ગતિના પરિભ્રમણરૂપ સંસારની વિડંબણા સ્પષ્ટ-સ્પષ્ટતર દેખાય છે અને સાધના કરીને કર્મથી મુક્ત થયેલા જીવો સંપૂર્ણ ઉપદ્રવ વગરના છે તેવું શાસ્ત્રવચન યુક્તિ અને અનુભવ અનુસાર તેને સ્પષ્ટ દેખાય છે. અને તેનો ઉપાય સર્વજ્ઞનું વચન અને સર્વજ્ઞના વચન અનુસાર સર્વ ઉચિત પ્રવૃત્તિ છે એવી વિવેકચક્ષુને તે જ્ઞાન પ્રગટ કરે છે.
વળી, દર્શન સત્તીર્થનું પાણી જાણવું, તે જ=તીર્થનું પાણી જ, જીવાદિ પદાર્થ ગોચર શ્રદ્ધાનું હેતુપણું હોવાથી તત્ત્વપ્રીતિકર કહેવાય છે. અને જે કારણથી, તેના ઉદયના સમયમાં=દર્શનના ઉદયના સમયમાં, સર્વ કર્મો અંતઃકોટાકોટિ માત્ર રહે છે. અને ઉત્પન્ન થયેલું એવું તે=સમ્યગ્દર્શન, પ્રતિક્ષણ તેઓને=સર્વ કર્મોને, અલ્પ કરે છે. તે કારણથી બધા રોગોની અલ્પતાને કરનાર દર્શન કહેલ છે; કેમ કે અહીં=સંસારમાં, કર્મોનું રોગકલ્પપણું છે=રોગ સદશપણું છે, દૃષ્ટિ નામના જ્ઞાનના, યથાવસ્થિત અર્થગ્રહણના ચાતુર્યને તે જ આધાન કરે છે. અને તે જ=સમ્યગ્દર્શન જ, મહાઉત્પાદ દેશ્ય=મહાઉન્માદ સદેશ, મિથ્યાત્વનું ઉદ્દલન કરે છે.
યોગ્ય ઉપદેશક જીવને સમ્યગ્બોધ કરાવવા અર્થે જ્યારે પદાર્થોનું નિરૂપણ કરે છે ત્યારે કંઈક બોધ થયા પછી તે જીવને તત્ત્વ પ્રત્યે પ્રીતિ થાય તે રીતે સંસારની વ્યવસ્થા સૂક્ષ્મરૂપે બતાવે છે. જેથી શાસ્ત્રવચન, યુક્તિ અને અનુભવ અનુસાર સંસારની વ્યવસ્થા તે જીવ સ્પષ્ટ-સ્પષ્ટતર જોઈ શકે છે જેના કારણે સંપૂર્ણ મોહથી અનાકુળ એવા શુદ્ધ આત્માની પ્રાપ્તિ કરાવનારા સર્વજ્ઞના વચનરૂપ જે તત્ત્વ છે તેના પ્રત્યે તે જીવને પ્રીતિ થાય છે. અને જ્યારે તે ઉપદેશકના વચનથી તે જીવને તત્ત્વ પ્રત્યે અત્યંત પ્રીતિ થાય છે ત્યારે સુંદર તીર્થના ઉદક જેવું સમ્યગ્દર્શન તેનામાં પ્રગટે છે. તે વખતે તેનાં સર્વકર્મો અંતઃકોટાકોટિ માત્ર સ્થિતિને પામે