________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
૨૪૯
જીવને થતો નથી. આથી જ ધર્મબુદ્ધિને કારણે કંઈક જીવો પ્રત્યે અનુકંપા હોવા છતાં સૂક્ષ્મબોધપૂર્વકની અનુકંપા પ્રગટી નથી; કેમ કે સમ્યગ્દષ્ટિ જીવને કઈ રીતે યોગ્ય જીવોને સન્માર્ગની પ્રાપ્તિ થાય તેવી ભાવઅનુકંપાથી અનુવિદ્ધ દ્રવ્યઅનુકંપા હોય છે. અને તેવો સૂક્ષ્મબોધ નહીં હોવાથી તેવી અનુકંપા તે જીવમાં પ્રગટ થઈ નથી. વળી, પોતાનો આત્મા શાશ્વત છે. ઇત્યાદિ મહાત્મા પાસે સાંભળીને કંઈક આસ્તિક્યનો પરિણામ વિદ્યમાન હોવા છતાં સર્વકર્મથી મુક્ત એવો નિરાકુલ આત્મા જ સુખરૂપ છે. અને તે દેહાદિથી ભિન્ન છે. તેવા સૂક્ષ્મબોધપૂર્વકનો આસ્તિક્યનો પરિણામ પ્રગટ થયો નથી. તેથી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ પૂર્વે જીવને કંઈક ધર્મને અભિમુખ ભાવ હોવા છતાં સંસારના અનુકૂળ ભાવોમાં જ સુખ છે તે પ્રકારની પરમાર્થબુદ્ધિ નિવર્તન પામતી નથી. તેથી વ્યવહારથી કંઈક શાસ્ત્રનો બોધ હોવાથી અલ્પ વિવેક પ્રગટેલ છે તોપણ સુખ બાહ્યભોગસામગ્રીથી જ થાય છે એવું વ્યક્ત આ જીવને પ્રતીત થાય છે. તેથી કદન્ન જેવા ભોગાદિમાં પરમાર્થબુદ્ધિ વ્યાવર્તન પામતી નથી.
અને તેનાથી અભિભૂત થયેલા ચેતનાવાળો સ્વચિતના અનુમાનથી અતિનિસ્પૃહ હદયવાળા મુનિઓને પ્રત્યાઘવર્તી એવા મને આ લોકો કંઈક માંગશે એ પ્રકારે વારંવાર આશંકા કરે છે. તેથી તેઓની સાથે તે મુનિઓની સાથે, ગાઢ પરિચયનો ત્યાગ કરવાની ઇચ્છાવાળો તે જીવ તેઓની સમીપે લાંબા સમય સુધી રહેતો નથી.
કદન્ન એવા ભોગાદિમાં સુખ થાય છે તેવું સ્પષ્ટ વેદન છે. અને ધર્મની પ્રવૃત્તિમાં ઉપશમભાવનું સુખ છે જે સંસારના સુખ કરતાં અતિશયિત છે તેવો બોધ નહીં હોવાથી ભોગમાં પરમાર્થબુદ્ધિથી અભિભૂત થયેલો તે જીવ છે અને તેના કારણે જેમ પોતાને ધનાદિ સાર જણાય છે તેમ માનીને નિઃસ્પૃહ હૃદયવાળા એવા મુનિઓની પણ સાથે હું ગાઢ પરિચયવાળો થઈશ તો મારી પાસેથી ધનવ્યય કરાવીને આ સાધુઓ પોતાનું કાર્ય કરશે તેવી શંકા હોવાથી ઉપાશ્રયમાં આવતો હોવા છતાં સાધુઓ સાથે ગાઢ પરિચય કરીને તેમની પાસેથી તત્ત્વ જાણવા યત્ન કરતો નથી. આ પ્રકારના મંદમિથ્યાત્વકાળમાં જીવની કંઈક તત્ત્વને સન્મુખબુદ્ધિ હોવા છતાં ભોગાદિમાં સારબુદ્ધિ વર્તે છે.
____ उदकपानानिच्छोपनयः यत्पुनरभिहितं यदुत-स महानसनियुक्तकस्तं द्रमकमञ्जनमाहात्म्येन संजातचेतनमुपलभ्याभिहितवान् भद्र ! पिबेदमुदकं येन ते स्वस्थता सम्पद्यते, स तु न जानेऽनेन पीतेन मम किं संपत्स्यत इति शङ्काकुलाकूतस्तत्समस्ततापोपशमकारणमपि तत्त्वप्रीतिकरं तोयं न पातुमिच्छति स्म, ततस्तेन कृपापरीतचित्तेन बलात्कारेणापि हितं विधेयमिति मत्वा स्वसामर्थ्येन मुखमुद्घाट्य तस्य तत् सलिलं गालितं, ततस्तदास्वादनसमनन्तरं तस्य महोन्मादो नष्ट इव शेषरोगास्तानवं गता इव दाहार्तिरुपशान्तेवेतिकृत्वा स्वस्थचित्त इवासौ विभाव्यते स्म तदिदं जीवेऽपि समानमवगन्तव्यं, तत्र यदा गृहीतक्षणं सुसाधूपाश्रयमागच्छन्तं तत्सङ्घट्टेन संपन्नद्रव्यश्रुतमात्रतया सञ्जातविवेकलवं, विशिष्टतत्त्व