________________
૨૫૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ છે – હે ભવ્ય લોકો વિક્ષેપાંતરને છોડીને તમે સાંભળો અન્ય જાતના નિરર્થક વિચારો રૂપ વિક્ષેપાંતરને છોડીને હું જે કહું છું તે તમે સાંભળો, અહીં સંસારમાં, ચાર પ્રકારના પુરુષાર્થ હોય છે તે આ પ્રમાણે – અર્થપુરુષાર્થ, કામપુરુષાર્થ, ધર્મપુરુષાર્થ અને મોક્ષપુરુષાર્થ છે. ત્યાં ચાર પ્રકારના પુરુષાર્થમાં, અર્થ જ પ્રધાન પુરુષાર્થ છે એમ કેટલાક માને છે. અત્રાંતરમાંમહાત્મા ચાર પુરુષાર્થનો વર્ણન કરવા માટેનો પ્રારંભ કર્યો એટલામાં, તે આવે છે તેથી સાંભળતા એવા તેને ગુરુ કહે છે. તે આ પ્રમાણે લોકમાં અર્થતા સમૂહથી કલિત પુરુષ જરાથી જીર્ણ શરીરવાળો પણ ઉન્મત્ત ૨૫ વર્ષના તરુણ્ય મનુષ્યના આકારવાળો જણાય છે. અતિકાયર હદયવાળો પણ મહાયુદ્ધના સંહારમાં નિબૂઢ સાહસવાળો, અતલબલ પરાક્રમવાળો છે એ પ્રમાણે ગવાય છે. સિદ્ધમાકા પાઠમાત્ર શક્તિવિકલ બદ્ધિવાળો પણ સમસ્ત શાસ્ત્રાર્થના અવગાહતમાં ચતુરમતિવાળો છે એ પ્રમાણે બંદીઓ વડેઃખુશામત કરનારા જીવો વડે, કહેવાય છે. કુરૂપપણું હોવાને કારણે અત્યંત અદર્શનીય હોવા છતાં પણ ચાટુકરણપરાયણ એવા સેવકજનો વડે તેની ખુશામત કરવામાં તત્પર એવા સેવકો વડે, અવજિત મકરકેતુ છે કામદેવ છે, એ પ્રમાણે હેતુઓ વડે સ્થાપન કરાય છે યુક્તિઓ વડે સ્થાપન કરાય છે. અવિદ્યમાન પ્રભાવનાગંધવાળો પણ સમસ્ત વસ્તુના સાધનમાં પ્રવણ પ્રભાવવાળો આ છે એ પ્રમાણે સર્વત્ર સર્વ લોકોમાં, તેના ધનલુબ્ધ બુદ્ધિવાળા જીવો વડે પ્રકાશન કરાય છે. જઘન્ય ઘટદાસિકાપુત્ર પણ પ્રખ્યાત ઉન્મત મહાવંશ પ્રસૂત આ છે એ પ્રમાણે પ્રેમીજનો વડે સ્તુતિ કરાય છે. સાત કુલ સુધી બંધુતા સંબંધ વિકલ પણ એવો આ જીવ પરમબંધુ બુદ્ધિના અધ્યારોપણથી સમસ્ત લોકો વડે ગ્રહણ કરાય છે. તે આ સમસ્ત અર્થ ભગવાનનું વિલસિત છે. વળી, પુરુષપણું સમાન હોતે છતે સમસંખ્યાના અવયવોવાળા પુરુષો જે આ લોકમાં દેખાય છે તે આ પ્રમાણે – એક દાયક છે. વળી અન્ય યાચક છે. જે પ્રમાણે એક રાજા છે અન્ય સેનાપતિઓ છે. એક શ્રેષ્ઠ કોટિના શબ્દાદિ ઉપભોગતા ભાજત છે. વળી, અન્ય જીવો દુઃખે પૂરી શકાય એવા ઉદર પૂરણ કરવામાં પણ અશક્ત છે. એક પોષક છે=બીજાઓને પોષણ આપનાર છે. વળી, અન્ય પોષ્ય છેપોષણ કરવાયોગ્ય છે, ઈત્યાદિ સર્વવિશેષો પોતાના સદ્ભાવ અસદ્ભાવવાળા અર્થથી સંપાદન કરાય છે. તે કારણથી અર્થ જ પ્રધાન પુરુષાર્થ છે. આથી જ કહેવાય છે. “અર્થ નામનો આ પુરુષાર્થ પ્રધાન પ્રતિભાસ થાય છે. લોકમાં અર્થ રહિત નર તૃણથી પણ લઘુ ધિક્કારપાત્ર છે.” તે આ આચાર્યના વદનથી નીકળેલા અર્થવર્ણનને સાંભળીને તે જીવ વિચારે છે. અરે આ શોભન પ્રસ્તાવ કહેવા માટે પ્રારંભ કરાયો છે. તેથી ધ્યાનપૂર્વક સાંભળું.
તે યોગ્ય જીવને તત્ત્વ સાંભળવાને અભિમુખ કરવા અર્થે આચાર્ય અર્થ-કામ-ધર્મ-મોક્ષ એ રૂપ પુરુષાર્થનું વર્ણન કરવાનો પ્રારંભ કરીને ધર્મકથાને બદલે મિશ્રકથા દ્વારા તે જીવને ધર્મને અભિમુખ કરવાને અર્થે, અર્થ પુરુષાર્થને પ્રધાન માનનારા જીવો કઈ રીતે અર્થના માહાભ્યની વિચારણા કરે છે તે લોકઅનુભવ અનુસાર આચાર્ય બતાવે છે. જેથી અર્થ પ્રત્યે રાગવાળા તે જીવને તે અર્થનું માહાસ્ય સાંભળીને આ ઉપદેશ મારા માટે ઉપયોગી છે તે પ્રકારનો બોધ થાય છે તેથી ચિત્તનાં વ્યાપને છોડીને ધ્યાનપૂર્વક સાંભળવાને અભિમુખ તે જીવ થાય છે.